Tuesday, 2 December 2014

ISIS લંડન પર કરશે પરમાણુ હુમલો




ઇરાક અને સીરિયામાં આતંક મચાવનાર આઇએસઆઇએસ દ્વારા પરમાણુ શસ્‍ત્રો વિકસિત કરવાનો સનસનીખેજ દાવો સામે આવ્‍યો છે. ત્રાસવાદીઓએ સોશ્‍યલ મીડીયામાં પરમાણુ શસ્‍ત્રોની તસ્‍વીરો અપલોડ કરી લંડનમાં હાહાકાર મચાવવાની ધમકી પણ આપી દીધી છે.

ગુપ્તચર ખાતાએ આપેલી માહિતી પ્રમાણે થોડા સમય પહેલાં મોસુલ યુનિવર્સિટીમાંથી ચોરવામાં આવેલા રેડીયોધર્મી યુરેનિયમનો ઉપયોગ કરી આ સંગઠને પરમાણુ શસ્‍ત્રો વિકસિત કરી લીધા છે. ઇરાકના શહેર મોસુલ ઉપર આ સંગઠને જુનમાં કબજો કરી લીધો હતો. હકીકતમાં યુનિવર્સિટીમાંથી રસાયણો ગાયબ થયાના 4 મહિના બાદ આ વાત સામે આવી છે.

આતંકવાદી સંગઠન પાસે પરમાણુ બોમ્બ છે એવી ઓનલાઇન ધમકી વિસ્‍ફોટક નિષ્‍ણાંત હુમાયુ તારીકે આપી છે. બ્રિટીશ નાગરિક તારીક 2012માં દેશ છોડીને ભાગી ગયો હતો. મુસ્‍લિમ અલ બ્રિટાનીના નામથી કરવામાં આવેલા ટ્વિટમાં તેણે કહ્યુ છે કે, ઇસ્‍લામિક સ્‍ટેટ પાસે વિધ્‍વંશકારી બોંબ છે. મોસુલ યુનિ.માંથી અમે કેટલાક રેડીયો એકટીવ પદાર્થ અમે મેળવ્‍યા હતા. આનાથી અમે આ બોંબનું નિર્માણ કર્યુ છે અને અમે જાણીએ છીએ આ કેટલું ઘાતક બનશે.

ઇરાક અને સીરિયામાં હિંસક પ્રવૃત્તિઓમાં સક્રિય આઇએસઆઇએસ દુનિયાનું સૌથી ધનવાન આતંકવાદી સંગઠન બની ગયું છે. એક સમાચાર એજન્સીએ અમેરિકાની ગુપ્તચર એજન્સી અને એક્સપર્ટના હવાલાથી જણાવ્યું હતું કે, આઇએસઆઇએસની દરરોજની કમાણી લગભગ ૧૮ કરોડ રૂપિયાની આસપાસ છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર તેલની દાણચોરી, માનવ દાણચારી, લૂંટ અને ખંડણી આઇએસઆઇએસની આવકના મુખ્ય સ્ત્રોત છે. છેલ્લા કેટલાક દિવસોમાં સંગઠન ઘણું વધારે મજબૂત બન્યું છે. આ પહેલા આ સંગઠન ખાડીના દેશો પાસેથી મળનારી આર્થિક મદદ પર નિર્ભર હતું.

એક અનુમાન અનુસાર ભૂતકાળમાં કોઇ પણ આતંકવાદી સંગઠન આટલા મોટાપાયે પોતાની તાકાત વધારી શક્યું નથી. હાલ ઇરાક અને સીરિયાના 11 તેલ ક્ષેત્ર પર આઇએસઆઇએસનો કબજો છે. ઇરાકના મોસૂલ શહેર પર કબજો કરતાં સમયે આતંકી સંગઠન પાસે 875 મિલિયન ડોલર હતાં. અત્યારે આઇએસઆઇએસ પાસે લગભગ 2 બિલિયન પાઉન્ડ (લગભગ 198 અબજ રૂપિયા) આંકવામાં આવી રહી છે.


No comments:

Post a Comment