Thursday, 25 December 2014

પાકિસ્તાનના બાબા-એ-આઝમ મૂળ ગુજરાતી રાજપૂત હતા

 તા. 25 ડિસેમ્બર, 2014
પાકિસ્તાનમાં આજે જાહેર રજા પાળવામાં આવે છે ,કારણકે આજે તા 25 ડીસેમ્બર ,1876ના રોજ બાબા એ આઝમ એવા મોહમદઅલી ઝીણા નો જન્મ થયો હતો.જોકે તેમના જન્મ સંદર્ભે વિવાદ છે જેમાં અમુક લોકો  મહમદ અલી ઝીણાનો જન્મ સિંધ પ્રાંતના કરાંચી જિલ્લાના વજીર મેસનમાં થયો હતો, તો કેટલાક પુસ્તકોમાં તેમનુ જન્મ સ્થળ ઝર્ક બતાવે છે.જોકે  અન્ય એક માહિતી મુજબ તેમનો જન્મ   રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં થયો હતો.

ઝીણા, મીઠીબાઇ અને ઝીણાભાઇ પુજાભાઇના સાત બાળકોમાં સૌથી મોટા હતા. તેમના દાદા પુંજાભાઇ ગોકુળદાસ મેઘજી એક સંપન્ન ગુજરાતી વેપારી હતા, પરંતુ ઝીણાના જન્મ પહેલાના કાઠિયાવાડને છોડી સિંધમા જઇ વસ્યા હતા. કેટલાક સુત્રો મુજબ, ઝીણાના પુર્વજ હિંદુ રાજપુત હતા, જેમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો.

ઝીણાની માતૃભાષા ગુજરાતી હતી, ત્યારબાદ તેમણે કચ્છી, સિંધી અને અંગ્રેજી ભાષા શીખી. કાઠિયાવાડથી મુસ્લીમ બહુમત સિંધમા વસ્યા બાદ ઝીણા અને તેમના ભાઇ બહેનોનું મુસ્લીમ નામકરણ થયુ. ઝીણાની શિક્ષા વિભિન્ન શાળામાં થઇ. શરૂઆતમાં તેઓ કરાંચીના સિંધ મદરેસા-ઉલ-ઇસ્લામમાં ભણ્યા, પછી થોડા સામય માટે ગોકુળદાસ તેજ પ્રાથમિક વિદ્યાલય, મુંબઇ પણ ભણ્યા. ત્યારબાદ ખ્રિસ્તી મિશનરી શાળા કંરાચી જતા રહ્યા.અંતમાં તેઓએ મુંબઇ વિશ્વવિધ્યાલયમાંથી મેટ્રીક પાસ કર્યું. તેમનું અવસાન 11 સપ્ટેમ્બર 1948ના રોજ 71 વર્ષની વયે થયું હતું.

અંગેજ શાસન હેઠળના ભારતના છેલ્લા વાઇસરોય સાથેની ઝીણા સાથેની પ્રથમ મુલાકાત દરમ્યાન ઝીણા નર્વસ હતા અને એમણે એ નર્વસનેસ નિચે એમણે એક ભૂલ કરેલી. એ મુલાકાતની તસ્વીર લેવા માટે એવું નક્કી થયેલ કે એડવીના માઉન્ટબેટનને વચ્ચે ઉભા રાખવામાં આવશે જ્યારે એડવીના માઉન્ટબેટનની જમણી તરફ લોર્ડ માઉન્ટબેટન અને ડાબી તરફ મહમદ અલી ઝીણા ઉભા રહેશે. મહમદ અલી ઝીણાએ અગાઉથી વિચારી રાખેલ કે છબી લેવાયા બાદ એ પ્રચલીત અંગ્રેજી કહેવત "બે કાંટા વચ્ચે એક ગુલાબ" (અ રોઝ બિટવીન ટુ થોર્ન્સ) બોલશે. પણ છેલ્લી ઘડીએ છબીકારે ગોઠવણીમાં ફેરફાર કર્યો અને કાયદેઆઝમ વચ્ચે ઊભા હોય એ રીતે છબી પાડી. તેમ છતા અગાઉ ગોખી રાખ્યા મુજબ ઝીણા બોલી ઊઠ્યા કે "બે કાંટા વચ્ચે એક ગુલાબ" ચાહે લગ્ન જીવન હોય , રાજકારણ હોય , જન્મ સ્થાનની વાત હોય કે પછી જન્મતારીખ હોય ઝીણા હમેશા વિવાદમાં સપડાયેલા રહ્યા હતા. તેમણે બીજા લગ્ન પોતાના મિત્ર દીન્શો પેટીટની તેમનાથી 24 વર્ષ નાની વયની  રતનબાઇ સાથે કર્યાં હતાં. એટલુંજ નહિ પણ જન્મ તારીખ મામલે પણ કોઈ પુરાવા ન હોઈ હજી પણ તેમની જન્મ તારીખ બાબતે અનેક વીટમ્બના છે.

No comments:

Post a Comment