ભારતીય પોલીસને આટલા વર્ષોથી છળી રહેલો દાઉદ ઇબ્રાહમ પાકિસ્તાનમાં જ છે તેવો ઘટસ્ફોટ એક ટેપમાં થયો છે. આ ટેપમાં દાઉદ પોતે આ કબૂલાત કરે છે અને પોતે પાકિસ્તાનના પીએમ કરતા વધુ શક્તિશાળી હોવાનો દાવો કરે છે.
ભારત સરકાર પાસે પહેલા જ દાઉદની તાજા તસવીરો આવી ગઈ છે, હવે તેની ટેપ મળતા ભારતને આશા છે કે તે પાકિસ્તાન સરકાર પર આ મુદ્દે દબાણ લાવી શકશે.
દાઉદની ટેપ જાહેર થયા બાદ રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન કિરણ રિજ્જૂએ કહ્યું કે, હવે તો પાકિસ્તાને દાઉદ સામે કાર્યવાહી કરવી જ જોઈએ.
અહેવાલો પ્રમાણે સરકારને મળેલી એક ટેપમાં દાઉદનો અવાજ છે, જેમાં કહી રહ્યો છે કે, મારા લોકો મારી આંખ અને કાન છે, મને બેઠા બેઠા દુનિયાની ખબર મળી રહી છે. વડા પ્રધાન પોતે રસ્તાઓ પર નથી ફરતા, મારા શબ્દો દસ્તાવેજ છે, જેને ફાડી શકાય છે, પરંતુ મારા આદેશને નહીં. દાઉદ અને દુબઈમાં એક બિઝનેસમેન વચ્ચે થઈ રહેલી ડીલ દરમિયાન આ અવાજ ટેપ કરાયો છે.
પાકિસ્તાની સેની અને ISISના રહેમરાહે દાઉદ કરાચીના કિલ્ફટન વિસ્તારના વ્હાઇટ હાઉસ નામના બિલ્ડિંગમાં રહે છે. અહીં જ બેસીને તે દુબઈમાં કોરોડો રૂપિયાની ડીલ કરી રહ્યો હતો તે દરમિયાન જાસુસી એજન્સીએ આ કોલ રેકોર્ડ કર્યો છે.

ગુપ્તચર અધિકારીઓના દાવો છે કે અંડરવર્લ્ડ ડોન દુબઈના સૌથી પોશ વિસ્તારની ઉંચી ઇમારત માટેના ખરીદ વેચાણ માટે ડીલ કરતો હોવાનો અંદાજ છે.
૧૧૦૦ કરોડની આ ડીલમાં પાકિસ્તાનના બિઝનેસમેનના છોકરાએ દાઉદને ગેરમાર્ગે દોર્યો હતો. જેથી ગુસ્સે ભરાયેલો દાઉદ તેના માણસને ધમકાવી રહ્યો છે. આ ટેપમાં ડોન યાશિરને ધમકાવે છે કે ડી કંપની સાથેની ચાલાકી તેને મોંઘી પડી શકે છે.
મહત્વનું છે કે ભારતીય પોલીસ છેલ્લા બે દાયકાથી દાઉદ પાકિસ્તનમાં હોવાના પુરાવા શોધી રહી છે. પાકિસ્તાન સરકાર અનેક વાર આ વાતને ફગાવી ચૂકી છે. જોકે આ ટેપ જાહેર થતા ભારત માટે મજબૂત કડી હાથ લાગી છે.
મહત્વનું છે કે ભારતીય પોલીસ છેલ્લા બે દાયકાથી દાઉદ પાકિસ્તનમાં હોવાના પુરાવા શોધી રહી છે. પાકિસ્તાન સરકાર અનેક વાર આ વાતને ફગાવી ચૂકી છે. જોકે આ ટેપ જાહેર થતા ભારત માટે મજબૂત કડી હાથ લાગી છે.
દાઉદ ઇબ્રાહમ મુંબઈના ૧૯૯૩ના વિસ્ફોટો સહિત અનેક હુમલાઓનો આરોપી છે.
No comments:
Post a Comment