ઈમરાને હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા
હિન્દુ નામ ધારણ કરી મુસ્લિમ શખ્સની હિન્દુ યુવતી સાથે ઠગાઈ
બે સંતાનનો પિતા હોવા છતાં ફેસબુક પર દેવેન્દ્ર સિંહનું નામ ધારણ કરી ફસાવી હતી
લગ્ન કર્યા બાદ યેન કેન પ્રકારે રોકડ અને દાગીના સમેત રૂા.1 કરોડની મત્તા કઢાવી લીધી
વલસાડ: સમગ્ર ભારતમાં લવ જેહાદનો મુદ્દો સળગી રહ્યો છે ત્યારે વલસાડમાં લવ જેહાદની સનસેનીખેજ હકીકત બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ બનાવમાં હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતી સાથે લગ્ન કરી રૂા. એક કરોડ ઉપરાંતની ઠગાઈ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસમાં મૂળ મધ્યપ્રદેશના બે સંતાનના મુસલમાન શખસની ગોધરા રેલવે સ્ટેશનથી ધરપકડ કરી જેલભેગો કરી દીધો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, લવજેહાદનો સળગતો મુદ્દો ભાજપ દ્વારા ઉઠાવાતા આ મામલે સમગ્ર દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે નાનકડા વલસાડમાં લવ જેહાદનો કિસ્સો બહાર આવતા ચકચાર મચી ગઈ છે.
વલસાડ શહેરની આવાબાઈ હાઈસ્કૂલ સામે રૂદ્વાક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત રેલવે અધિકારીની પુત્રી વિનીશા ઈન્દોર ખાતે સ્કૂલમાં શિક્ષીકા તરીકે નોકરી કરી રહી હતી ત્યારે તેની બહેનપણી જગપ્રિત કૌર ઉર્ફે પૂનમ સલૂજાના કઝીન બ્રધર તરીકે ઈમરાન મહમંદ રફીક શેખ (રહે. શંકર મંદિર પાછળ, શેલાણી નગર, મેઘનગર, જાંબુઆ, મધ્યપ્રદેશ) સાથે મુલાકાત થઈ હતી. તે સમયે ઈમરાને પોતાની ઓળખ દેવેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ તરીકે આપી હતી. બાદમાં ઈમરાનને માલૂમ પડયું કે, વિનીશાના પિતા રેલવેમાં કલાસ વન અધિકારી છે અને આગ્રામાં પણ લાખો રૂપિયાની સંપતિ છે, જેથી વિનીશાને પ્રેમજાળમાં ફસાવવા માટે હિન્દુ નામ દેવેન્દ્રસિંહ ધારણ કરી ફેસબુક ઉપર પણ 30 જુલાઈ 2012ના રોજ પોતે રાજપૂત હોવાની ઓળખ આપી ફોટો અપલોડ કર્યા હતા.
બાદમાં વિનીશા સાથે વાતચીતનો દૌર આરંભ થયો હતો. થોડા સમય બાદ ઈમરાને ડાયરેકટ વિનીશા સમક્ષ લગ્નનો જ પ્રસ્તાવ મુકી દીધો હતો. બાદમાં વિનીશાના માતા-પિતા અને પરિવારજનો સમક્ષ પોતે હાલમાં જ પૂનાથી એમબીએ કર્યું હોવાનું અને હાલમાં ભાેપાલ ખાતે ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરે છે. જેથી વિનીશાના પરિવારજનો પણ આ લગ્ન અંગે તૈયાર થતા ઈમરાને પોતાના માતા પિતા તરીકે કોઈક ડુપ્લીકેટ માતા-પિતા સાથે ફોન પર વાત કરાવી હતી. બાદમાં લગ્નની તારીખ પણ નક્કી થતા તા. 26 ડિસેમ્બર 2009ના રોજ વલસાડના રંગઉપવન હોલમાં વિનીશા અને તેની બહેન રિબીકા બંનેના સાથે લગ્ન થનાર હતા.
લગ્નના દિવસે ઈમરાન ઉર્ફે દેવેન્દ્રસિંહ એકલો જ વરરાજાની જેમ તૈયાર થઈને આવી પહોંચ્યો હતો. ત્યારે વિનીશા અને તેના પરિવારે માતા પિતા અને સગા સંબંધીઓ અંગે પૂછપરછ કરતા ઈમરાને એવી વાર્તા ઘડી કાઢી હતી કે, મારા દાદી મરણ પામ્યા હોવાથી અમારા રાજપૂત સમાજના રિવાજ મુજબ દોઢ મહિના સુધી અમારા ઘરના પરિવારજનોથી બહાર ન નીકળાય. જેથી તેઓ આવ્યા ન હતા અને એક વર્ષ સુધી મારાથી વિનીશાને પણ રિવાજ મુજબ ઘરે લઈ જવાશે નહી. આ રીતની વાર્તા બનાવી કાઢી લગ્નના દિવસે વિનીશા અને તેના પરિવારનો વિશ્વાસઘાત કરી લગ્ન કરી લીધા હતા. બાદમાં રોકડ અને સોનાના દાગીના સમતે કુલ રૂા. 1 કરોડ ઉપરાંતની ઠગાઈ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે કેસમાં પોલીસે ગોધરા સ્ટેશનથી આરોપી ઈમરાનની ધરપકડ કરી હતી

.
ગુંડાઓ પાછળ પડયા હોવાનું જણાવી રૂા. 50 લાખ કઢાવી લીધા હતા
લગ્ન બાદ ઈમરાન થોડા દિવસો વલસાડમાં તો થોડા દિવસ ભોપાલમાં નોકરીના બહાને એમપીમાં રહેવા જતો હતો. વિનીશાના પિતા રેલવેમાંથી નિવૃત્ત થતા તેમને ફાઈનાન્સ કંપનીમાં સારૂ વ્યાજ અપાવવાની લાલચ આપી કુલ રૂા.16 લાખ કઢાવી લીધા હતા. ત્યારબાદ આગ્રા ખાતેની પ્રોપર્ટી રૂા.50 લાખમાં વેચાતા ઈમરાન પણ તે સમયે વિનીશા અને તેના પરિવાર સાથે ગયો હતો. રાત્રિ દરમિયાન ટ્રેનમાં ઈમરાન પૈસા લઈ એકલો કોઈક સ્ટેશન પર ઉતરી ગયો હતો. જે અંગેની જાણ વિનીશાને થઈ ન હતી. વલસાડ આવ્યા બાગ ઈમરાનનો ફોન આવ્યો હતો કે, તમારી પાછળ ગુંડાઓ પડયા હતા. જેથી હું નાણા લઈને સ્ટેશન પર નજર ચૂકવી ઉતરી પડયો હતો. તમો ચિંતા ન કરતા હું રૂા.50 લાખ લઈને આવી જઈશ. આ સિવાય ગોલ્ડ સ્કીમમાં રોકાણ કરવાના બહાને લગ્ન સમયે ભેટમાં મળેલા અને વિનીશાના પરિવારે આપેલા 50 તોલાના દાગીના સહિત કુલ 1.68 કી.ગ્રા સોનું પડાવી લીધું હતું.
બેંક એકાઉન્ટની ચકાસણી કરતા દેવેન્દ્ર મુસલમાન હોવાનો ઘટસ્ફોટ થયો
આ રીતે પાંચ વર્ષ પૂર્ણ થઈ જવા છતાં દેવેન્દ્રસિંહ વિનીશાને પોતાના ઘરે લઈ જતો ન હોવાથી પરિવારને શંકા જતા તેઓએ તેના બેંક એકાઉન્ટની ચકાસણી કરતા આ નાણા રેહાના અને ઈમરાન નામના શખસના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું જણાયું હતું. જેથી આ અંગે પૂછતા ઈમરાન પોતાના પિતાના મિત્રનો સાળો હોવાનું અને રેહાના પરિચીત હોવાનું જણાવ્યું હતું. પરંતુ હકીકતમાં ઈમરાન એ પોતે જ અને રેહાના ઈમરાનની માતા જ હતી.
ઈમરાને વડોદરાના બંગલોમાં ડુપ્લીકેટ માતાિપતા બતાવ્યા હતા
દેવેન્દ્રસિંહે વડોદરા ખાતે ઈરફાન પઠાણના ઘરની નજીક આંગન બંગલોનું સરનામું આપ્યું હતું. એકવાર પોતાની સાથે વિનીશાને લઈ ગયો ત્યારે ત્યાં ફિલ્મી સ્ટોરીની જે ડુપ્લીકેટ પરિવારજનો હતો. પરંતુ પાંચ વર્ષ બાદ પણ સાસરે ન લઈ જતા તેણે આપેલા સરનામે તપાસ કરતા આવો કોઈ વ્યકિત રહેતું ન હોવાનું જણાતા પગ તળેથી ધરતી સરકી ગઈ હતી.
વકીલ મારફતે નોટીસ ફટકારી તો કીડની કાઢી વેચી નાંખવાની ધમકી આપી
છેતરપિંડીનો ભોગ બનેલી વિનીશાએ એડવોકેટ નિશીથ મસરાણી મારફતે દેવેન્દ્રના વડોદરા, દાહોદ અને એમપીના મેઘનગરના સરનામે નોટીસ ફટકારી હતી. પરંતુ વડોદરા અને દાહોદના સરનામેથી નોટીર પરત આવી હતી જયારે મેઘનગરમાં નોટીસ સ્વીકારાઈ હતી. જે નોટીસ મળતા ઈમરાને પૈસા માંગશો તો જાનથી મારી નાંખવાની અને કીડની વેચી મારવાની ધમકી િવનીશાને આપી હતી. જેથી વિનીશાની માતા આશાબેન જમાઈ દેવેન્દ્રસિંહ રાઠોડ વિરૂધ્ધ તા.9 ડિસેમ્બર 2014ના રોજ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
No comments:
Post a Comment