બેંગલુરુ – ઇરાક અને સિરીયામાં આતંક મચાવી રહેલા ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ માટેની ભરતીઓ ભારતમાંથી થઈ રહી હોવાનો ચોંકવનારો ઘટસ્ફોટ થયો છે. બ્રિટનની ન્યૂઝ ચેનલ 4એ ISના સૌથી સક્રિય અકઉન્ટ પાછળનો માણસ કે જે આતંકવાદી સંગઠન માટે રિક્રુટમેન્ટ કરે છે તેની ઓળખ કરી લીધાનો દાવો કર્યો છે.
ચેનલનો દાવો છે કે, ઉગ્રવાદી સંગઠન માટે ટ્વીટર અકાઉન્ટ સંભાળી રહેલા ”મહેંદી” નામના માણસનો તેમણે ઈન્ટરવ્યૂ કર્યો છે. શામિ વિટનેસ અંતર્ગત ઓપરેટ થઈ રહેલા તેના ટ્વીટર અકાઉન્ટમાં થયેલી ટ્વીટ્સ બે મિલિયનથી વધુ વાર ફોલો અને ટ્વીટ થઈ છે. જેને પગલે તે ઈસ્લામિક સ્ટેટનું સૌથી સક્રીય અકાઉન્ટ બની ગયું છે, જેના ૧૭,૭૦૦ ફોલોઅર્સ છે.
ચેનલ કહે છે કે તેઓ મહેંદી નામના માણસનું આખું નામ જાહેર નથી કરવા માંગતા, કારણ કે તેના જીવને જોખમ છે. ભારત સરકારે આ ખુલાસા અંગે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ચેનલના રિપોર્ટર દ્વારા આ વ્યક્તિનો સંપર્ક કરવામાં આવ્યા બાદથી તેણે @ShamiWitness નામનું અકાઉન્ટ બંધ કરી દીધું છે, આ અકાઉન્ટ જિહાદીઓ અને આઈએસ સમર્થકો, તેમજ તેમની નિમણૂંક કરનારા લોકો વચ્ચે મહત્વની કડી હતું.
બ્રિટનની ન્યૂઝ ચેનલ 4ના દાવા પ્રમાણે આ વ્યક્તિ તેના દિવસ રાત ઈસ્લામિક સ્ટેટના પ્રચાર કરતી હજારો ટ્વીટ પોસ્ટ અને સેર કરવા પાછળ વિતાવે છે. ચેનલના દાવા પ્રમાણે બે તૃત્યાંશ વિદેશી IS સમર્થકો આ અકાઉન્ટને ફોલો કરે છે.
ચેનલ આ વ્યક્તિનો સંદર્ભ આપીને જણાવે છે કે, મહેંદી નામના આ માણસ ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયો હોત પરંતુ તેનું પરિવાર આર્થિક રીતે તેના પર આધારિત છે. આથી તે બધુ જ છોડીને તેમની સાથે લડાઈમાં જોડાઈ શકતો નથી. તેના માતાપિતા તેના પર આધારિત છે.
ચેનલના અહેવાલ પ્રમાણે આ વ્યક્તિ તેના ફેસબૂક પેજ પર નિયમિત રીતે જોક, ફની ઇમેજીસ સેર કરે છે. તે સુપર હિરોની ફિલ્મો, પોસ્ટર અને મિત્રો સાથેના પિઝા અને ડિનર પાર્ટીના ફોટા પણ સેર કરે છે. એટલું જ નહીં આ પેજ પર તેણે બળાત્કાર વિશે પણ પોસ્ટ કરી છે.
No comments:
Post a Comment