Wednesday, 31 December 2014

ભારતે વિમીઓ, ગિટહબ સહિત ૩૨ વેબસાઈટ્સ બ્લોક કરી


Vimeo, Github websites

 દેશના ટેલિકોમ વિભાગે કોઈક ફરિયાદના આધારે ૩૨ વેબસાઈટ બ્લોક કરી દીધી છે. આ લિસ્ટમાં વિમીઓનું પણ નામ છે જે યૂટ્યૂબ જેવી વિડિયો હોસ્ટ છે.
આ યાદીમાં ગિટહબનો પણ ઉમેરો કરાયો છે. આ સાઈટનો ઉપયોગ સોફ્ટવેર ડેવેલપર્સ પ્રોગ્રામિંગ કોડ હોસ્ટ કરવા અને શેર કરવા માટે કરતા હોય છે.
ગઈ ૧૬ ડિસેંબરે ઈસ્યૂ કરાયેલા એક ઓર્ડર અનુસાર ટેલિકોમ વિભાગે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને આદેશ આપી દીધો છે કે તેઓ ૩૨ વેબસાઈટને બ્લોક કરી દે.
ભૂતકાળમાં સરકારે માત્ર ફાઈલ-શેરિંગ વેબસાઈટ્સને ટાર્ગેટ બનાવી હતી, પણ આ વખતે યુઆરએલ શેર કરવાની યુઝર્સને પરવાનગી આપે છે એવી વેબસાઈટ્સને પણ શિકાર બનાવી છે. વિમીઓ ઉપરાંત પેસ્ટબિન, આર્કાઈવ ડોટ ઓઆરજી, પાસટાઈ, ક્રિપ્ટબિનનો પણ પ્રતિબંધિત યુઆરએલની યાદીમાં સમાવેશ કરાયો છે.

No comments:

Post a Comment