Tuesday, 2 December 2014

ચારણ-કન્યા ( ઝવેરચંદભાઈ મેઘાણી )



ગિરમાં તુલસીશ્યામની નજીક એક નેસડું છે. એ નેસડા મા રહેતી હીરબાઇ નામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલી એ પોતાની વાછડીને મારનાર વિકરાલ સિંહને વાછડીનું માંસ ન ચાખવા દેતાં લાકડી વતી હાંકી મૂકેલો. આપણા ગુજરાતના ગૌરવ રાષ્ટ્રીય શાયર શ્રીઝવેરચંદભાઈ મેઘાણી એ બહાદુર ચારણ દિકરી વિશે ખૂબજ સરસ કવિતા લખેલી છે,

ચારણ-કન્યા ( ઝવેરચંદભાઈ મેઘાણી )


સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવત કુળનો અરિ ગરજે

કડ્ય પાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે

જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !

ચારણ-કન્યા !

ચૌદ વરસની ચારણ-કન્યા

ચુંદડિયાળી ચારણ-કન્યા
શ્વેત સુંવાળી ચારણ-કન્યા

બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા

ઝાડ ચડન્તી ચારણ-કન્યા
પહાડ ઘુમન્તી ચારણ-કન્યા

જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા

નેસ-નિવાસી ચારણ-કન્યા
જુગદમ્બા-શી ચારણ-કન્યા

ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા

હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા.

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો

નર થઇ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો.

સૌરાષ્ટ્ર રસધાર

No comments:

Post a Comment