
અમદાવાદઃ કઠવાડા-નરોડા રોડ પર દાસ્તાન ફાર્મમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિદિવસીય શિબિરનો આજે અંતિમ દિવસ છે. હાલ શિબિરના સમાપન સમારોહમાં સંઘના વડા મોહન ભાગવત સંબોધન કર્યું હતુ. સમાપન સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, મંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોતાના સંબોધનમાં હિન્દુ સમાજને સંગઠિત થવાનું આહવાન કરતા મોહન ભાગવતે કહ્યું હતુ કે પરંપરાથી આ દેશ હિન્દુ છે. હિન્દુ સમાજ ખતરામાં તો દેશ ખતરામાં. આ સાથે તેમને કહ્યું હતુ કે હિન્દુઓએ સરકારના ભરોસે ના બેસવું જોઈએ કેમકે સરકાર બધુ કરી શકતી નથી. તેમણે કહ્યું હતુ કે દેશમાં જે પણ સારું કે ખોટું થાય છે તેના માટે હિન્દુ સમાજ જવાબદાર છે.
આ સાથે જ મોહન ભાગવતે કહ્યું હતુ કે, અનેક સમસ્યાઓના ઉકેલ માટે આજે વિશ્વના દેશો ભારત તરફ નજર કરીને બેઠા છે. ભારતે પોતાના ઉચ્ચ જીવનથી દુનિયાને જીવનનું શિક્ષણ આપ્યું છે અને આપવું જોઈએ. આ સાથે જ તેમને દેશમાં કોમન સિવિલ કોડ અંગે વિચાર કરવો જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો.
શિબિરના બીજા દિવસે આરએસએસના અખિલ ભારતીય પ્રચારક ડો. મનમોહન વૈદ્યે જણાવ્યું હતુ કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કોઈને પણ ધર્માંતરણ માટે ફરજ નથી પાડતું. સંઘની શિબિરોમાં અનેક મુસ્લિમો અને ઇસાઈ પણ આવે છે પરંતુ અમે તેમને ક્યારેય ધર્માંતરણ માટે કહ્યું નથી. તમામ લોકોને ધાર્મિક સ્વતંત્રતા છે , જો કોઈ કારણથી વ્યક્તિ પોતાનું ધર્મ છોડીને અન્ય ધર્મ સ્વીકાર કરે અને થોડા સમય બાદ તે પાછો પોતાના જૂના ધર્મને સ્વીકાર કરી ઘર વાપસી કરે તો તેમાં કોઈ ખોટું નથી અને તેને કાયદાએ પણ મંજૂરી આપી જ છે.
પત્રકારો સાથે ચર્ચા કરતા વૈદ્યે વધુમાં જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં સંઘના પ્રચારક તેમજ ધર્મ જાગરણ મંચના અધ્યક્ષ રાજેશ્વરસિંહે ધર્માંતરણ મુદ્દે આવેપા વિવાદિત નિવેદનને પગલે તેમને સંઘ દ્વારા રજા પર ઉતારા નથી પરંતુ હાલ તેઓની તબિયત બરાબર નથી તેથી તેમને 6 મહિનાનો આરામ આપવામાં આવ્યો છે અને સ્વસ્થ થયા બાદ તેને સંઘ દ્વારા નવેસરથી કોઈ મોટી જવાબદારી આપવામાં આવશે. ભાજપ સરકાર દ્વારા દેશમાં તમામ લોકો માટે મતદાન ફરજિયાત કરવાની તરફેણ કરવામાં આવી રહી છે તેનો વિરોધ કરતા વૈદ્યે જણાવ્યું કે, મતદાન ફરજિયાત કરવા કરતા તેના વિશે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ કેમ કે હેલ્ધી ડેમોક્રેસી માટે મતદાન ખૂબ જ જરૂરી છે.
No comments:
Post a Comment