Wednesday, 28 January 2015

સાઉદી અરેબિયામાં મહિલાઓ પર મુકાયેલા અજબ-ગજબના પ્રતિબંધો

સાઉદી અરેબિયાના કિંગ અબ્‍દુલ્લા બિન અબ્‍દુલઅઝીઝના મૃત્‍યુ પછી હવે પ્રિન્‍સ સલમાનને નવા કિંગ જાહેર કરાયા છે. તેમની સામે દેશની મહિલાઓને તેમનો હક્ક આપવાની પહેલો પડકાર રહેશે. સાઉદી અરેબિયા મહિલાઓ પર પ્રતિબંધો મૂકવા બાબતે સમગ્ર વિશ્વમાં બદનામ છે. સાઉદી અરેબિયામાં મહિલાઓ માટેના અજબ-ગજબના કાયદાઓ પર એક નજર.

   ૧. પતિની મંજૂરી વગર બેંક એકાઉન્‍ટ ન ખોલાવી શકે અહીં મહિલાઓ દેશના કોઈપણ બેંકમાં પતિની મંજૂરી વગર બેંક એકાઉન્‍ટ ખોલાવી શકતી નથી. અપરિણીત મહિલાઓ માટે તો બેંક એકાઉન્‍ટ ખોલાવવાની જ મનાઈ છે. કટ્ટરપંથીઓ માને છે કે, એકલી મહિલા પાસે રૂપિયા હશે તો તે ગુના કરશે.

   ૨. પુરુષ સંબંધીને સાથે રાખીને જ હરીફરી શકે સાઉદી અરેબિયામાં મહિલા જો દ્યરની બહાર નિકળે તો તેની સાથે એક પુરુષ સંબંધી હોવો ફરજિયાત છે. નહીં તો તેની ધરપકડ કરી લેવામાં આવે છે. કટ્ટરપંથીઓનું માનવું છે કે જો મહિલા એકલી ક્‍યાંય જાય છે તો તે વ્‍યભિચારી થઈ જવાની શક્‍યતા છે. એક ઘટનામાં એક મહિલા પર રેપ થયો તો રેપિસ્‍ટ કરતા તેને વધુ કોરડા ફટકારવામાં આવ્‍યા હતા. કેમકે તે એકલી ઘરની બહાર નીકળી હતી.

   ૩. ડ્રાઈવિંગ ન કરી શકે આ વિશે કોઈ ઓફિશિયલ કાયદો તો નથી, પંરતુ કટ્ટરપંથી રિવાજ મહિલાઓને ડ્રાઈવિંગ કરતા રોકે છે. માનવામાં આવે છે કે, ડ્રાઈવ કરનારી મહિલા સામાજિક મૂલ્‍યોની કદર નથી કરતી.

   ૪. વોટ ન આપી શકે દુનિયામાં સાઉદી અરેબિયા જ એવો દેશ છે જયાં મહિલાઓએ ક્‍યારેય મતદાન નથી કર્યું.

   ૫. સ્‍વિમિંગ ન કરી શકે સાઉદી અરેબિયામાં મહિલાઓના સ્‍વિમિંગ કરવા પર પણ પ્રતિબંધ છે. એટલું જ નહીં, તે પૂલમાં નહાતા પુરુષોની તરફ જોઈ પણ શકતી નથી.

   ૬. શોપિંગ દરમિયાન કપડાંઓના ટ્રાયલ લઈ શકતી નથી કેમકે ધર્મ તેમને દ્યરની બહાર નિર્વષા થવાની મંજૂરી નથી આપતો. જોકે, એવું પણ માનવામાં આવે છે કે, ટ્રાયલ રૂમમાં મહિલાની નગ્નતા વિશે વિચારી શોપિંગ સ્‍ટોરમાં હાજર પુરુષો માટે કન્‍ટ્રોલ રાખવો મુશ્‍કેલ થઈ જશે.

   ૭. કોઈ અંડર ગારમેન્‍ટ્‍સની શોપમાં કામ ન કરી શકે સાઉદી અરેબિયામાં હજુ પણ અંડરગ્રાઉન્‍ડ્‍સની શોપમાં પુરુષ જ કામ કરે છે.

   ૮. અન-સેન્‍સર્ડ ફેશન મેગેઝીન વાંચી ન શકે કેમકે તેમાં છપાયેલી તસવીરો ઈસ્‍લામની માન્‍યતાઓ સાથે મેળ ખાતી નથી. પરંતુ પુરુષ તે વાંચી શકે છે.

   ૯. બાર્બી ખરીદી શકતી નથી સાઉદી અરેબિયામાં બાર્બીને યહૂદી રમકડું જણાવીને તેના કપડાંને બિન-ઈસ્‍લામી જાહેર કરાયાં છે.

   મહિલાઓ જો તેમાંથી કોઈ પણ નિયમનું ઉલ્લંઘન કરે છે તો ત્‍યાં વિશેષ પોલીસ દળ કાર્યવાહી કરે છે. તેને ઈસ્‍લામી કાયદાનું પાલન કરવા માટે જ બનાવાયું છે. તેમાં લાંબી દાઢીવાળા પુરુષ અને આખા હિજાબમાં મહિલા સુરક્ષાકર્મી હોય છે. જો કોઈ ગુનેગાર જણાય તો તેને સ્‍થળ પર જ કોરડા લગાવી દે છે. કોર્ટની કાર્યવાહી પછી થાય છે.

   આ બધા પ્રતિબંધો છતાં સાઉદી અરેબિયાની મહિલાઓ ઘણી ભણેલી-ગણેલી છે અને હવે સરકાર પર તેમને આઝાદી આપવા દબાણ વધી રહ્યું છે.

No comments:

Post a Comment