ર૦ લાખ ભાવિકોએ મહાપ્રસાદ લીધોઃ પર ગામોમાં ગૌમાતાને ઘાસચારો-શ્વાનોને લાડુ-કિડીને કિડીયારૂ- પશુ-પક્ષીઓને દરરોજ ઘાસચારો-ચણનું વિતરણઃ પૂ.લાલબાપુના અર્શિવચન સાથે ધર્મોત્સવ પૂર્ણ થયો ગધેથડ ગાયત્રી આશ્રમનો ધર્મોત્સવ વિશ્વ રેકોર્ડમાં સ્થાન પામશે.
ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમના પૂ.મહંતશ્રી લાલદાસ બાપુ ના સાનિધ્ય માં શ્રી મગનલાલ શાસ્ત્રીના સ્વમુખે યોજાયેલ વિશ્વ કલ્યાણર્થે ધર્મોસ્તવ તા.૧૦ થી ર૩ સુધીના ધર્મોત્સવમાં ૩૦ થી ૩પ લાખ ભકતોએ હાજરી આપી ધન્યતા અનુભવી છે. સાથે-સાથે પપ૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાતા સમગ્ર ગધેથડ પંથકમાં દિવ્ય વાતાવરણ ઉભુ થયુ અને ૭ દિવસીય શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ - સર્વરોગ નિદાન કેમ્પ સાથે દવા પણ વિના મુલ્યે રકતદાન કેમ્પ - ભવ્ય લોકડાયરા-સંતવાણી, સાંસ્કૃતિક કાર્યક્રમો-આનંદ મેળા-કૃષિ મેળાઓ યોજાયા જેમાં અંદાજે ૩૦ થી ૩પ લાખ ભાવિક ભકતજનોએ લાભ લીધો હતો.
ગધેથડ ભુમિને પાવન કરનાર પૂ.લાલદાસબાપુ તથા રાજુ ભગતે માં ભગવતી શ્રી ગાયત્રીના સાનિધ્ય માં ૧૭ વર્ષ સુધી નાના-મોટા અનેક અનુસ્થાનો કરવા માં આવેલ છે.
આ તકે ૭ દિવસીય વિશ્વ કલ્યાણર્થે ધર્મોસ્તવ માં લાખો લોકોની સાથે પશુ-પક્ષીઓ-કિડીઓને ભોજન આપી સમગ્ર ભારતમાં આ પ્રથમ ઉત્સવ હશે કે જયાં માનવોનું તો ધ્યાન રખાયું પરંતુ પક્ષીઓને ચણ, કીડીઓને કીડીયારૂ અને પશુઓને ઘાસ અને કુતરાઓને લાડુ આપી માનવતા નું ભગવદ કાર્ય થયું છે.
ક્રિકેટર રવીન્દ્ર જાડેજા |
સર્વરોગ નિદાન કેમ્પ અને નિઃશુલ્ક દવા વિતરણ માં તા. ર૭-રના રોજ ર૩પ૦ દર્દીઓ સાથે સાત દિવસમાં કુલ ૧૬પપ૬ દર્દીઓઓએ નિદાન કેમ્પ નો લાભ લીધો હતો અને નિઃશુલ્ક દવા અંદાજીત સવા કરોડ જેવા દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવી છે. સર્વરોગ નિદાન કેમ્પ દ્વારા દૂર દુરથી લોકો ઉપસ્થિત રહી પોતાનું નિદાન કરી સાથે દવા પણ આપવામાં આવી છે. આ કેમ્પમાં રાજકોટ, જામનગર, અમદાવાદ, ઉપલેટા, પોરબંદર, વડોદરા સહિત અન્ય શહેરોમાંથી નામી ડોકટરો, નર્સો સહિત સ્ટાફ ખડેપગે રહી નિસ્વાર્થ ભાવે પોતાની સેવા બજાવી હતી તેમજ કેમ્પમાં સ્વયંમ સેવકોની સેવા પણ નોંધનીય હતી આ તકે પ.પૂ. લાલબાપુ આજે સેવા આપનાર તમામ ડોકટર તથા સ્ટાફને શીલ્ડ અને સન્માન પત્ર આપી સન્માનીત કર્યા હતા. કેમ્પમાં જુદા જુદા ર૪૦ ડોકટરોએ સેવા આપી હતી.
મંગળવારે કથામાં છેલ્લા દિવસે સુદામા ચરિત્રનું વર્ણન આબેહૂબ કરતા કલાકારોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ.પૂ. લાલબાપુ, રાજુભગત, દોલુભગત અને ગરીબ દાસ ભગત કથામાં પધારેલ અને સુદામા ચરિત્રનું વર્ણનનો લાભ લીધો હતો. વિશ્વ કલ્યાણર્થ યોજાવામાં આવેલ શ્રીમદ્્ ભાગવત જ્ઞાનયજ્ઞ કથાની ભવ્યાતિ ભવ્ય પૂણાહૂતિ કરવામાં આવી હતી ભજન ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમના ધર્મોત્સવમાં અંદાજીત ૩૩ લાખ ભકતોએ મા ગાયત્રી માતાજીના દર્શન અને પ.પૂ. લાલબાપુના આશિર્વાદ અને પપ૧ કુંડી મહાગાયત્રી યજ્ઞના દર્શન તથા વિશ્વ કલ્યાર્થ યોજાયેલ કથા શ્રવણમાં લાખો લોકોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી. ગાયત્રી આશ્રમ ખાતે વિવિધ ધર્મોત્સવની અને કથાની પૂણાહૂતિ કરવામાં આવી હતી.
અનિરૂદ્ધસિંહ (રીબડા) પુ બાપુ સાથે |
ગધેથડ ગાયત્રી આશ્રમે ડે. કલેક્ટર સ્વ. પંકજસિંહજી જાડેજા પરિવારના સ્મરણાર્થે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં ૩૩૪૪ લોકોનું નિદાન
સર્વજન સુખાય ના હેતુથી પરમ પૂજય સંતશ્રી લાલબાપૂના દિવ્ય આશીષથી તેમજ પૂજય રાજુભગત અને પૂજય દોલુભગતના સહયોગથી ઉપલેટા તાલુકાના ગદ્યેથડ ગાયત્રી આશ્રમમાં તા. ૧૭/૦૨/૨૦૧૬ થી તા. ૨૩/૦૨/૨૦૧૬ સુધી વિશ્વ કલ્યાણ અર્થે યોજાયેલ ૫૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ તેમજ શ્રીમદ ભાગવત કથા મહોત્સવ દરમ્યાન તા. ૨૧/૦૨/૨૦૧૬ ને રવિવારનાં રોજ તાજેતરમાં માર્ગ અકસ્માતમાં નિદ્યન પામેલાં કર્તવ્યનિષ્ઠ ડે. કલેકટર સ્વ. શ્રી પંકજસિંહજી જાડેજા, તેમના દ્યર્મપત્ની સ્વ. શ્રીમતી રાજેશ્વરીબા અને તેમના સંતાનો સ્વ. કુ. રીષીતાબા અને સ્વ. હર્ષવર્ધનસિંહના સ્મરણાર્થે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવેલ. આ નિદાન કેમ્પમાં જામનગરની વિશ્વ વિખ્યાત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પીજીટી વિભાગના કુલ-૧૫ ડોકટરોની ટીમ તેમજ પોરબંદર ખાતેથી ભાવસિંહજી સરકારી હોસ્પીટલ તેમજ પોરબંદર શહેરના અન્ય નામાંકિત તબીબોની કુલ-૨૬ જણાંની ટીમે આ કેમ્પમાં સેવા આપેલ હતી. આ નિદાન કેમ્પમાં આયુર્વેદ તેમજ એલોપેથીના હદયરોગ, આંખ-કાન-ગળાના રોગો, સ્ત્રીરોગો, બાળરોગ વિગેરે વિભાગોમાં કુલ-૩૩૪૪ લોકોના નિદાન કરાયા હતાં અને આ સર્વે લોકોને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તેમજ અન્ય દાતાઓના સહયોગથી નિઃશુલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવેલ. દિપ પ્રાગટય કરીને આ નિદાન કેમ્પની શરુઆત કરવામાં આવેલ હતી. તેમાં પરમ પૂજય લાલબાપૂના આર્શીવચન મળેલાં હતાં. આ સમગ્ર કેમ્પમાં આઇ.પી.જી.ટી. એન્ડ આર.એ., ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના ડાયરેકટરશ્રી ડો. પી. કે. પ્રજાપતિ, ડીન ડો. કલ્પનાબેન પટેલ, સિન્ડીકેટ મેમ્બર ડો. ડી. બી. વાઘેલા, ડો. ભૂપેશ પટેલ, પોરબંદરના ભૂતપૂર્વ સિવિલ સર્જન ડો. એન. યુ. જાડેજા, ડો. પારવાણી, ડો. અશોક ગોહેલ, ભાવસિંહજી સિવિલ હોસ્પીટલ, પોરબંદરના ડો. ગઢવી, ડો. સિઘ્દ્યાર્થસિંહ જાડેજા વિગેરેએ સમગ્ર દિવસ દરમ્યાન ઉપસ્થીત રહીને તેમની અનન્ય સેવા આપેલ હતી. આ નિદાન કેમ્પની રાજયના કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સતાધારની જગ્યાના મહંત વિજયબાપૂ, ઉપલેટા વિસ્તારના દ્યારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા, આઇ.પી.એસ. ડો. પાર્થરાજસિંહ ગોહિલ તેમજ ઉચ્ચ અદ્યિકારીઓએ મુલાકાત લઇને સદગતોની શ્રઘ્દ્યાંજલિ રુપે કરવામાં આવેલ સેવાકાર્યને બિરદાવે.લ હતું. કેમ્પમાં દિલીપભાઇ રાડીયા, હરપાલસિંહ જાડેજા, હકુભા વાળા, નિલેશભાઇ માખેચા, અશોકસિંહ જાડેજા, અતુલભાઇ ચગ વિગરે સ્વયંસેવકોએ ખૂબજ જહેમત ઉઠાવી હતી.
No comments:
Post a Comment