![]() |
જોર્ડનના ક્વીન રાનિઆ
જોર્ડનની રાણી રાનીઆ કહ્યું કે, IS સોશ્યલ મીડિયા મારફતે આરબ વર્લ્ડને હાઈજેક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. યુએઈ ખાતે અબુ ધાબી મીડિયા સમિટને સંબોધન કરતા 44 વર્ષિય રાનિયા IS દ્વારા ટ્વિટર અને ફેસબુક પર બંધકોના શિરચ્છેદ કરવાના વીડિયો વિરુદ્ધ બોલતા હતા.
ખાસ કરીને શિરચ્છેદના વીડિયોને લઇને ક્વીને કહ્યું કે, તેઓ એલિયન છે અને સમગ્ર આરબ સમાજ માટે ધૃણાસ્પદ છે. તેઓએ તે ક્ષેત્રના તમામ આરબોમાં ઉશ્કેરાટ પેદા કર્યો છે. ક્વીન રાનિયાએ ઉમેર્યું કે, ISને સફળ થવા પાછળનું એક કારણ આરબોનું મૌન પણ છે. વધુમાં કહ્યું કે, જો તમને એવું લાગતું હોય કે બુલેટ દ્વારા વિચારધારાને જીતી શકાય છે, તો વિચારો ઓસામા બિન લાદેન મર્યો ત્યારે શું થયું હતું.
આપણે દૂનિયાની સામે આપણી નવી ઓળખ પ્રસ્થાપિત કરવી પડશે. કારણે કે, જો આપણે તેમ નહીં કરીએ તો ઉગ્રવાદીઓ આપણા માટે તે કામ કરશે. ક્વીન રાનિએ આરબ ક્ષેત્રના લોકોને અપીલ કરી હતી તે તેઓ સોશ્યલ મીડિયામાં આરબના પોઝીટીવ વિચારો દર્શાવતી તસવીરો મુકે.
ક્વીન રાનિઆએ કહ્યું કે, આપણે આપણા ક્ષેત્રનો વિકાસ કરવો પડશે નહિંતર બીજા તેને તોડી પાડશે. 5માં અબુ ધાબી મીડિયા સમિટમાં લગભગ 600 જેટલા લોકો ઉપસ્થિ રહ્યા હતા.
|
Wednesday, 26 November 2014
ISને સામે પડી આરબ જગતની ખુબસુરત રાણીઃ આતંકીઓને ગણાવ્યા એલિયન
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment