Thursday, 27 November 2014

પાકિસ્તાન શાસકોની ઉંઘ હરામ થઈ ગઈ છે.

સાર્ક દેશોની પરિષદમાં ભારતના વડાપ્રધાન મોદીએ મુંબઈ પરના ૨૬/૧૧ના ત્રાસવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો અને ભારત ક્યારેય તે ઘટના ભૂલી શકશે નહીં એમ પાકિસ્તાનના વડા નવાઝ શરીફની હાજરીમાં કહ્યું હતું.તે એક ખરેખર ગૌરવ ની વાત કરી કહેવાય  
બીજો મુદ્દો એ કે જમ્મુ-કાશ્મીરમાં લોકોએ ત્રાસવાદી ધમકીની ઐસી-તૈસી કરીને વિધાનસભાની ચૂંટણીમાં ૭૨ ટકા જેટલું મતદાન કર્યું છે. તેનો અર્થ એ થયો કે જે કાશ્મીર માટે પાકિસ્તાન કોલ્ડવોર ચલાવતું હતું તે કાશ્મીરના લોકોને ભારતમાં વિશ્વાસ છે.
ત્રીજો મુદ્દો એ કે અમેરિકાના પ્રમુખ ઓબામા ૨૬ જાન્યુઆરીના કાર્યક્રમમાં ભારતના મુખ્ય મહેમાન બનવાના છે. નવાઝ શરીફ સહિતના પાકિસ્તાનના સત્તાવાળાઓ એમ કહેતા આવ્યા છે કે અમેરિકા આપણને સાથ આપશે પરંતુ ઓબામા ભારત આવશે અને પાકિસ્તાન નહીં જાય તે પાકિસ્તાન માટે કફોડી સ્થિતિ ઊભી કરશે. કાશ્મીર મુદ્દો યુએનને સોંપવા પાકિસ્તાન ગયું ત્યારે ડેલીએ હાથ દઈને પાછા ફરવા જેવી સ્થિતિ થઈ હતી.
ઓબામાનું ભારત તરફ ઝુકતું વલણ પાકિસ્તાન માટે નુકશાનકારક છે. એ પણ પ્રથમવાર બન્યું છે કે ભારતના ગૃહ પ્રધાન જાહેરમાં એમ કહે કે ભારતના મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહીમને પાકિસ્તાને અફઘાન સરહદ પર છુપાવ્યો છે. દાઉદને અમે પકડી લાવીશું એમ પણ ભારતના સત્તાવાળા હિંમતભેર કહે છે.
સાર્કના સ્ટેજ પર અત્યાર સુધી ભારતે અનેકવાર ત્રાસવાદનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ સાર્કના અન્ય દેશોએ તેને ભારત-પાક વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે એમ કહીને તેની ગંભીરતા સમજી નહોતી. બુધવારે એવું થયું કે વડાપ્રધાન મોદીએ ત્રાસવાદ અટકાવવાની વાત કરી તો બધા દેશોએ પણ તેને સમર્થન આપ્યું હતું.
પાકિસ્તાનના રાજકારણમાં મહત્વનો મુદ્દો કાશ્મીર છે. આગળ વધવા માટેની સીડી પણ કાશ્મીર છે. બીલવાલ ભુટ્ટો જેવા નવોદિતો પણ આખે આખું કાશ્મીર પડાવી લેવાની ડંફાસો હાંકતા ગભરાતા નહોતા.
કાશ્મીરના પ્રશ્ને પાકિસ્તાનની સતત ચંચુપાતથી ત્રાસવાદીઓને વધુ બળ મળતું હતું. ૭૨ ટકા મતદાનનો સીધો અર્થ એવો થાય છે કે ત્રાસવાદીઓની પક્કડ છુટી ગઈ છે એમ જમ્મુ-કાશ્મીરની ચૂંટણીઓમાં થયેલા જંગી મતદાનને જોઈને પાકિસ્તાનના શાસકો ડરી ગયા છે.

No comments:

Post a Comment