Wednesday, 26 November 2014

ધર્મ બદલી બળજબરી લગ્ન કરી રહ્યા છે આતંકીઓ

ISનાં કબજામાંથી છૂટેલી છોકરીનો દાવો: ધર્મ બદલી બળજબરી લગ્ન કરી રહ્યા છે આતંકીઓ

 ઇસ્લામિક સ્ટેટના ચૂંગાલમાંથી છૂટીને આવેલી 15 વર્ષની છોકરીએ જણાવ્યુ કે આતંકવાદીઓ તેનો ધર્મ બદલી લગ્ન કરવાનુ દબાણ કરી રહ્યા હતા. એએનઆઇને આપેલા એક ઇન્ટરવ્યુમાં છોકરીએ જણાવ્યુ કે ઇસ્લામિક સ્ટેટ મહિલાઓ અને બાળકોનું અપહરણ કરી તેમનું ધર્મપરીવર્તન કરે છે. બાદમાં છોકરીઓનું અંદરોઅંદર વેચાણ કરી તેની સાથે બળજબરીપૂર્વક લગ્ન કરે છે.
 
છેલ્લા કેટલાક સપ્તાહમાં આતંકવાદીઓના કબજામાંથી ભાગીને લગભગ 150થી પણ વધુ છોકરીઓ કુર્દીંશ નિયંત્રણ હેઠળના વિસ્તારમાં પોતાના પરીવારો પાસે પાછી ફરી છે. એક અંદાજ પ્રમાણે લગભગ પાંચ હજારથી પણ વધુ છોકરીઓ અને મહિલાઓ ઇસ્લામિક સ્ટેટના કબજામાં છે. તે લોકો છોકરીઓને વેચી મારે છે. તેને ખૂબ ખરાબ સ્થિતિમાં રાખવામાં આવી રહી છે.
 
છોકરીએ જણાવ્યુ કે તે આતંકવાદીઓના કબજામાંથી ભાગીને આવી છે. પરંતુ તેની કેટલીક સહેલીઓ હજુ  પણ તેમના કબજામાં છે. તેણે પોતાની સહેલીઓને છોડાવવા માટે માનવઅધિકાર સંગઠનો અને એનજીઓને અપીલ કરી છે. આ પહેલા એક યઝીદી કિશોરી પણ આઇએસના કબજામાંથી છૂટીને આવી હતી. તેણે જણાવ્યુ હતુ કે આતંકવાદીઓ બળજબરીપૂર્વક તેની સામે બંધકોના માથા કાપી જોવા માટે મજબૂર કરતા હતા.
 

No comments:

Post a Comment