ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ ગેરકાયદે કતલખાના અંગે પગલાં ભર્યા તેની દેશભરમાં સરાહના થઇ રહી છે. આ સામે ચોમેર ધમધમતા ગેરકાયદે કતલખાના અંગે અવાજ પણ ઉઠી રહ્યો છે. ગુજરાત ભાજપનું મોડેલ રાજય છે, અહીંથી ઉકેલી નેતાગીરીએ દેશમાં સંસ્કૃતિની પુનઃ સ્થાપના આદરી છે. આ સંજોગોમાં ગુજરાતમાં ચાલતા ગેરકાયદે કતલખાના બંધ કરાવવા જૈન સમાજ રાજકોટ તથા કરુણા ફાઉન્ડેશને અવાજ ઉઠાવ્યો છે.
રાજકોટમાં ગેરકાયદે કતલખાના ધમધમે છે. દરેક વિસ્તારમાં નોનવેજનું ગેરકાયદે વેચાણ થાય છે. આ સામે કડક કાયદાકીય પગલાં ભરવા માંગણી થઇ છે.
જીવદયા ફાઉન્ડેશનની યાદી પ્રમાણે રાજકોટમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના,બિનઅધિકૃત નોનવેજ વેંચાણ કેન્દ્રો
મોચી બજાર,ભિલવાસ (મોટાભાગના, રેસ્ટોરન્ટ તેમજ રેકડીઓ), જંગલેશ્વર (ગેરકાયદેસર)૩ થી ૪ જગ્યાએ, ભગવતીપરા (ગેરકાયદેસર)૧ જગ્યાએ, મોરબી રોડ (જુના-સીટી સ્ટેશન) (ભંગાર ભેગા કરે છે ત્યાં) (ગેરકાયદેસર), થોરાળા, દુધની ડેરી સામે વેચાણ કેન્દ્રો છે.
પશુઓનો મેળોઃ- (ગેરકાયદેસર):-
૮૦ ફુટ રોડ, કે.એસ.ડીઝલ સામે, ગમારા પેટ્રોલ પંપની બાજુમાં, ૭-૮ વખતની ધરપકડ થઇ છે. કોઠારીયા સોલવન્ટ પાસે પશુ મેળામાં ગેરકાયદેસર વેચાણ થાય છે.
રાજકોટમાં ખુલ્લેઆમ ઉભી રહેતી આમલેટ/ નોનવેજની લારીઓ (આમા જગ્યા રોકાણ કાયદાનો ભંગ થાય છે):- રાજકોટના કાલાવાડ રોડ પર મોટા મૌવા પછી ૩ થી ૪ લારીઓ, ફુલછાબ ચોકમાં ખુલ્લામાં ચીકન લટકાવીને વેચતી ૧૪ લારીઓ, જંકશન (રેલ્વે) પાસે ૪ લારીઓ, અંડરબ્રીજ મહીલા કોલેજ ઉપર ૧ લારી પાટા પાસે, આજીડેમ, કોઠારીયા રોડ હાઇવે પર ૩ લારી, માર્કેટ યાર્ડ પાસે ૪ થી ૫ લારી, અંડર બ્રીજ ક્રોસ કરીને આલાબાઇનાં ભઠ્ઠા પાસે ૧ લારી, ઇગલ પેટ્રોલ પંપ પાસે ૫ રેસ્ટોરન્ટ, ભીલવાસ ચોકમાં મટન માર્કેટ ચાલુ થઇ ગઇ છે. જે સંપુર્ણ પણે ગેરકાયદેસર છે, જાહેરમાં કેબીન નાખીને સેકડો મરઘા કપાય છે, બી.પી.એમ.સી. એકટ પ્રમાણે ચોખ્ખાઇનાં એકપણ નીયમનું ધ્યાન રાખવામાં આવતું નથી, રૈયા રોડ પર ૧૦ લારી, રૈયા ચોકડીથી ઇન્દીરા સર્કલ સુધી ૫ લારીઓ, ઇન્દીરા સર્કલથી ગોંડલ ચોકડી સુધી ૫ લારીઓ, લક્ષ્મીનગર નાલા પાસે ૨ લારીઓ, ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડીથી સુધી ૫ લારીઓ, મોટામવા સ્મશાનથી આગળ ચાલતી લારી-ગલ્લાઓ હજારો નાના-મોટા ભુલકા-વિદ્યાર્થીઓ જયા ભણે છે તે શાસ્ત્રી સ્કૂલ (રેસકોર્સ સામે) વાળી શેરી, રેડક્રોસ (જયાં અવારનવાર લગ્ન સમારોહ ધમધમતા હોય છે)ની બરાબર સામે છેલ્લા ૪ મહિનામાંજ ૩ પરપ્રાંતીયોની નોનવેજની રેકડીઓ રાત્રે ગોઠવાઇ ગઇ છે.
આજીડેમ પાસે મેલડી માતાનાં મંદિરની પાછળ, ચૌકીઢાણી પાછળ, સાંઇબાબાના મંદીરની સામે જ જળાશયમાં હોડકા લઇ ૫૦ થી વધુ માણસો માછીમારી કરે છે. નાના નાના જળાશયો પાસે, મોરબી રોડ પર માછીમારો, જળાશયો પાસે રેગ્યુલર માછીમારી થાય છે.
જે કોઇ જગ્યાએ આ પ્રવૃતિઓ ચાલી રહી છે તેની આસપાસની ૧૦૦ એ ૧૦૦ ટકા પ્રજા હિંદુ-શાકાહારી-અહીંસાવાદી છે. ધોરી નસ જેવા રસતાઓ પર (ભીલવાસ,ફુલછાબ ચોક)માં આ બધુ વહેલી સવારથી મોડી રાત સુચી ચાલે છે. જે ફરજીયાત બધાએ જોવું પડે છે. આ કતલખાના આસપાસ સંર્પુણ પણે હિન્દુ પ્રજા છે. તેમજ હિન્દુઓના પવિત્ર વર્ષો જુનો ધર્મો સ્થળો છે જેની યાદી નીચે પ્રમાણે છે. જાગનાથ મંદિર, પંચનાથ ંમદિર, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, મહાકાળી મંદિર, જલારામ મંદિર, રવિ હોટલ સામે મહાદેવ મંદિર. જાગનાથ દેરાસર, શ્રીમદ રાજચંદ્ર મંદિર, દીગંબર જૈન મંદિર, આટલા ધાર્મીક સ્થળો જો આ જગ્યાની આસપાસ છે જયાં જવું હોય તો કતલખાના, મટન માર્કેટ ચીરીને જ જવુ પડે અને ધાર્મિક લાગણી સતત દુભાય રોજ દુભાય.
ભીલવાસની કેટલી રેસ્ટોરન્ટ (મટન) અને કતલખાના પાસે બી.પી. એમ.સી. એકટ મુજબની પરવાનગી છે? ભીલવાસમાં ગેરકાયદેસર કતલ માટેના પશુઓ/મરઘાઓ/ઘેટાઓને ખુલ્લા મુકાય છે જે લોકો રોજ જુએ છે. જીવ બાળે છે. નાના પાડાની કતલ ગેરકાયદેસર છે. છતાં રોજ કતલ થાય છે અને તે બાબત અગાઉ મ્યુ. કમીશ્નરને ઘર્ષણ પણ થઇ ચુકયું છે છતા કોઇ ફેર નથી પડયો. શ્રાવણ માસ-પર્યુષણ દરમીયાન પણ પરિસ્થિતિમાં કોઇ ફેર નથી પડ્યો. સદરનું કતલખાનું બંધ રહે પણ બાકીની બધી મટન માર્કેટ કે જે સંપુર્ણ ગેરકાયદેસર છે તેનું શું? સરકારી તંત્ર-કલેકટર તંત્ર-મ્યુનીસીપાલીટી-કોર્પોરેશન-પોલીસ તંત્ર-ધારાસભ્યો-સાંસદો ને આ અંગે અનેકો રજુઆત થઇ ચૂકી છે.
કાયદો
દરેક ધર્મની લાગણીને માન આપવુ એ રાજય સરકારનો કાયદો છે (ભારતના બંધારણ પ્રમાણે), બી.પી.એમ.સી. એકટ મુજબ આ અંગેની જવાબદારી સંપૂર્ણ પણે નગરપાલીકાની છે (કલમ નં.૩૩૫) આ સંજોગોમાં શહેરની શાંતિ અને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કમિશ્નર પણ આમા ધ્યાન આપે તે જરૂરી હોવાનું કરૂણા ફાઉન્ડેશન જણાવે છે.
કતલખાનામાં રેડ અન્વયે કલમોની માહિતી
(૧) મુંબઇ પશુ સંરક્ષણ ધારો ૧૯પ૪ - કલમ નંબર પ-૬-૮
અધિકૃત પશુ ડોકટરનાં સર્ટીફીકેટ બાદ જ પશુઓની કતલ થઇ શકે છે
પશુ ગૌવંશ ન હોવું જોઇએ.
પશુ સંપુર્ણ પણે બીન ઉત્પાદક હોવુ જોઇએ.
અધિકૃત પરવાનગીઓ જરૂરી એન. ઓ. સી. બાદ જ કતલ થઇ શકે, જે નીચે મુજબ છે.
(૧) મ્યુનીસીપાલીટી-ગ્રામ પંચાયતની પરવાનગી.
(ર) પ્રદુષણ નિયંત્રણ બોર્ડનું એન. ઓ. સી.
(૩) કલેકટરની પરવાનગી (કાયમી)
(ર) આઇ. પી. સી. કલમ નં. ૪ર૯
ઉપર મુજબનાં નિયમોનું પાલન કર્યા બાદ જ પશુ ને કે પશુઓનાં અવયવોને નકામાં બનાવવા કે પશુ ને આંખુ નકામુ બનાવી શકાય (કાયદાકીય વધ)
જો નિયમનું પાલન કરવામાં ન આવે તો પ વર્ષની સજાની જોગવાઇ.
(૩) આઇ. પી. સી. કલમ નં. ર૬૯
કતલ થયેલ માંસ વાસી છે કે રોગ જન્ય છે કે ની તેનો નિત્ય પુરાવો જોઇએ (મ્યુનીસીપાલટી દ્વારા ચેકીંગ થવું જોઇએ) જો આમાં કોઇ કસાઇ દોષીત પુરવાર થાય તો નીચે મુજબ જોગવાઇ
૩ વર્ષની જેલ સજા
(૪) આઇ. પી. સી. કલમ નં. ર૯પ
અહીંસાવાદીઓની ધાર્મિક લાગણી દુભાવાથી આ કલમ લાગુ પાડી શકાય છે. જો જાહેરમાં પ્રવૃતિ થતી હોય તો હૃદય દ્રવી ઉઠે અથવા અસર થાય તો ગુનો બને છે.
મુંબઇ પશુ સંરક્ષણધારો ૧૯પ૪ મુજબ છ માસ જેલની સજા
No comments:
Post a Comment