Friday, 31 March 2017

ગુજરાત વિધાનસભામાં પશુ સંરક્ષણ સુધારા Bill રજૂ થયું

 ગુજરાત વિધાનસભામાં વિપક્ષની ગેરહાજરીમાં આજે પશુ સંરક્ષણ સુધારા બિલ (Bill) રજૂ કરાયું હતું, જેમાં ગૌવંશ હત્યા અને હેરાફેરી કરનારને સજા અને દંડ કરાશે. ગૌવંશ હત્યા માટે આજીવનકેદ તેમજ એકથી પાંચ લાખના દંડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત ગૌવંશની હેરફેર કરનારનું વાહન જપ્ત કરાશે.



ગુજરાત વિધાનસભામાં આજે સવારની પ્રથમ બેઠકના પ્રારંભમાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ શાહ કમિશન અને અમિત શાહના નિવેદન અંગે વિરોધ પ્રદર્શિત કરતા કોંગ્રેસના તમામ સભ્યોને આજની બંને બેઠકમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના સભ્યોની ગેરહાજરીમાં આજે સત્તાધારી ભાજપ દ્વારા વિધાનસભા ગૃહમાં પશુ સંરક્ષણ સુધારા Bill (બિલ) રજૂ કરવામાં આવ્યું હતું.

આ પશુ સંરક્ષણ સુધારા બિલમાં ગૌવંશ હત્યા, હેરફેર કરવા માટે સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ સુધારા બિલની જોગવાઈ મુજબ હવે જે કોઈ વ્યક્તિ ગૌવંશ હત્યા માટે પકડાશે તો તેને આજીવન કેદની સજા થઇ શકશે. જયારે આ ગુનો બિનજામીનપાત્ર ગુનો ગણાશે.

આ ઉપરાંત ગૌવંશની જે વાહનમાં હેરફેર કરવામાં આવશે તે વાહનને જપ્ત કરવામાં આવશે. એટલું જ નહિ, પશુની હેરફેર કરવા માટેની પરમિટ હશે તો રાત્રીના સમયે પશુની હેરફેર કરી શકાશે નહિ. જો આમ કરતા પકડાશે તો તેની સામે દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

આવું મહત્વનું સુધારા બિલ (Bill) રજૂ કરાયું ત્યારે વિપક્ષ કોંગ્રેસના સભ્યો ગેરહાજરી હતી. કારણ કે આજે સવારની બેઠકના પ્રારંભમાં જ કોંગ્રેસના સભ્યોએ અનોખી રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જેના કારણે તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

No comments:

Post a Comment