Monday, 27 March 2017

CM યોગીના તાબડતોબ 50 જેટલા ફેસલાઓથી વિરોધીઓ પણ સ્તબ્ધ, બનશે માસ્ટરસ્ટ્રોક?

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ ગત એક અઠવાડિયામાં 50થી વધુ મહત્વના વહીવટી નિર્ણયો લઈ ચૂક્યાં છે. સૌથી મહત્વની વાત એ છે કે હજુ સુધી એક પણ કેબિનેટ બેઠક યોજાઈ નથી. હાલમાં તેમણે બાબુઓને જણાવ્યું કે તેઓ દરરોજ 18-20 કલાક કામ કરે જેથી કરીને યુપીને એક નવી ઓળખ મળી શકે. ગેરકાયદેસર કતલખાનાઓને બંધ કરાવવા અને મહિલા સુરક્ષા માટે એન્ટી રોમિયો સ્કવોર્ડ બનાવવા ઉપરાંત રાજ્યની હાલત સુધારવા માટે પણ અનેક ફેસલા લીધા છે. જેમાંના કેટલાક મહત્વના અહીં રજુ કર્યા છે.

યુપી સીએમના તાબડતોબ ફેંસલાઓની એક ઝાંખી
બાયોમેટ્રિક હાજરી:
મંત્રીઓ અને અધિકારીઓને સવારે 10 વાગ્યે કાર્યાલય પહોંચી જવા અને બાયોમેટ્રિક હાજરીની વ્યવસ્થા કરવાનો તેમનો ફેંસલો મુખ્યમંત્રીની લોકપ્રિયતા વધારી રહ્યો છે.
અઢી મહિનામાં ખાડામુક્ત યુપી:
સીએમ યોગીએ રાજ્યના રસ્તાઓને અઢી મહિનાની અંદર ખાડામુક્ત કરવાના નિર્દેશ આપ્યા છે. ગોરખપુરમાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે પ્રદેશના રસ્તાઓ 15 જૂન સુધીમાં ખાડામુક્ત થવા જોઈએ.
માનસરોવરના પ્રવાસે જનારા શ્રદ્ધાળુઓને એક લાખની મદદ:
દુર્લભ કૈલાસ માનસરોવર યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓને મળતી આર્થિક મદદ 50હજારથી વધારીને એક લાખ રૂપિયા કરી દીધી છે. તીર્થયાત્રીઓની પરેશાનીઓ અને સમસ્યાઓ પર ધ્યાન આપતા દિલ્હી અને આસપાસના રાજ્યમાં કોઈ પણ ઉપયુક્ત સ્થાન પર કૈલાશ માનસરોવર ભવનના નિર્માણનો પણ નિર્ણય લેવાયો છે.
ગુંડાઓ-માફિયાઓને ખુલ્લેઆમ ચેતવણી:
તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ગત સરકારો દ્વારા પાળવામાં આવેલા ગુંડાઓ કે માફિયાઓ ગુંડાગીરી છોડી દે નહીં તો યૂપી છોડીને જવું પડશે કે પછી જેલમાં મોકલી દેવામાં આવશે.
પાર્ટી નેતાઓને ઠેકેદારી ન કરવાનું સૂચન:
સીએમ યોગીએ સ્પષ્ટપણે કહ્યું છે કે પાર્ટીના કોઈ પણ નેતા કે જનપ્રતિનિધિ કોઈ પણ પ્રકારના ઠેકેદારીના કામ ન લે. તેના બદલે તેઓ નિરિક્ષણ કરે. જો તેમાં ક્યાંય ગડબડી દેખાય તો સૂચના આપે જેથી કરીને દોષિતો સામે તરત કાર્યવાહી થાય. આ સાથે જ રજિસ્ટર્ડ ગુનાહિત ઈતિહાસ ધરાવતા માફિયા પ્રકારના ઠેકેદારોના રજિસ્ટ્રેશન ખતમ કરીને સારી સંસ્થાઓ અને વ્યક્તિઓને તક અપાય.
હજ સબસિડી છોડવાની અપીલ:
ઉત્તર પ્રદેશ સરકારમાં એક માત્ર મુસ્લિમ મંત્રી મોહસિન રજાએ અમીર મુસલમાનોને હજ સબસિડી છોડવાની અપીલ કરી છે. મંત્રી મોહસિન રજાએ કહ્યું કે અમીર પરિવારોને આગ્રહ કરું છું કે તેઓ પોતાની હજ સબસિડી છોડે. જે ‘બધાનો સાથ બધાનો વિકાસ’ સાધવામાં મહત્વનો ભાગ બનશે.
કોઈ ભૂખ્યું નહીં રહે:
સીએમ યોગીએ કહ્યું હતું કે ગરીબોની કોઈ સુનાવણી થતી નથી આ સરકાર તેમના માટે પણ કામ કરવાની છે. ભાજપની સરકાર યુપીમાં કોઈ પણ વ્યક્તિને ભૂખ્યા સૂવા નહીં દે. કોઈ જનપદમાં કે પછી ભૂખ કે બીમારીથી કોઈ વ્યક્તિનું મોત થયું તો સંબંધિત જિલ્લાધિકારી કે સીએમઓ દંડપાત્ર ગણાશે.
પગપાળા ફરે પોલીસકર્મીઓ:
મુખ્યમંત્રી યોગીએ પોલીસકર્મીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ વ્યસ્ત બજારોમાં રોજ દોઢથી બે કિલોમીટર પગપાળા ફરે અને જનતામાં વિશ્વાસ પેદા કરે. તેમણે સ્પષ્ટતા કરી કે પ્રદેશમાં કાયદાનુ રાજ કાયમ કરવું એ સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ.
આ ઉપરાંત અનેક મહત્વના નિર્ણયો લેવાયા:
સરકાર ખેડૂતો પાસેથી ઘઉનો પૂરો સ્ટોક ખરીદશે
કોઈ યુવતી નાણાની તંગીના કારણે અપરણીત નહીં રહે.
દરેક પોલીસ સ્ટેશનમાં પીવાના પાણીની પૂરી વ્યવસ્થા
તમામ સરકારી કાર્યાલયોમાં સીસીટીવી કેમેરાના આદેશ
સ્વચ્છતા, એન્ટી રોમિયો સ્ક્વોર્ડ બનાવવામાં આવી.
ગેરકાયદેસર કતલખાના પર કાર્યવાહી
યુપીમાં હવે પૂરતી વીજળી પૂરી પાડવામાં આવશે.

No comments:

Post a Comment