Thursday, 23 March 2017

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન કહે છે કે યે તો સિર્ફ ઝાંખી હૈ.. વધુ કડક બનીશું...

૫૬'ની છાતી તો યોગી આદિત્યનાથની છે, કે જેણે ઉત્તર પ્રદેશનું મુખ્ય પ્રધાન પદ સંભાળવાની સાથે જ ગેરકાયદે કતલખાના બંધ કરાવવા શરૃ કર્યા છે. લાગે છે કે મૂંગા પશુઓનો ચિત્કાર સાંભળનાર કોઇ આવી ગયો છે. મોટાભાગના રાજકારણીઓને કતલખાનાના નામથી જ કરંટ લાગે છે. દરેક પક્ષના મોવડીઓ કહે છે કે કતલખાનાને છંછેડવા નહીં કેમકે તે મત મેળવી આપતા કેન્દ્રો છે. યોગી આદિત્યનાથે જે કરી બતાવ્યું છે એવું કોઇ મુખ્ય પ્રધાને કરી બતાવ્યું નથી.


યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવવા માગે છે. તે માટે તે ગુંડાઓને ભગાડશે. ઉત્તર પ્રદેશના જંગ તરફ સૌની નજર હતી; પછી કોણ મુખ્ય પ્રધાન બનશે તે અંગે ઉત્તેજના હતી અને હવે નવા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ શું કરશે તે પર સૌની નજર છે. યોગી આદિત્યનાથ પોતાના મૂળ સ્વભાવને છોડશે તો અસરકારક પગલાં લઇ નહીં શકે !!

ઘણાં ક્રિકેટરો પોતાની મૂળ બેટિંગ ટેકનિક છોડીને કૉચની સૂચના પ્રમાણે ચાલે છે. તેની સ્વભાવગત કે ગળથૂથીમાં સમાયેલી બેટિંગ તે છોડે છે ત્યારે જોનારા કહે છે કે ક્રિકેટર મૂડમાં નથી !! તાજેતરમાં ૧૦૦ કરોડ કમાયેલી ફિલ્મ દંગલમાં પણ કોચની સૂચના અવગણીને પોતાની રીયલ ફાઇટ કરનાર હિરોઇન જીતે છે. એવી જ રીતે યોગી આદિત્યનાથનું છે. વડાપ્રધાને તેમને મૂળ સ્વભાવ પ્રમાણે બેટિંગ કરવા કહ્યું છે. એટલે જ ગેરકાયદે કતલખાના પર તરાપ એ પહેલા બોલે 'સીક્સ' સમાન હતું. ગેરકાયદે ચાલતા કતલખાના વગેરે પર્યાવરણને નુકસાનકારક છે. આપણે જે પીંક રીવોલ્યુશનની વાતો કરીએ છે તે કદાચ યોગી આદિત્યનાથના પગલાંથી શરૃ થશે એમ મનાય છે.

દારૃબંધીનો આદેશ આપવો અને ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરવાનો આદેશ આપવો તેમાં આસમાન-જમીનનો ફર્ક છે. બિહારમાં ચૂંટણી જીત્યા પછી નીતીશકુમારે દારૃબંધી બિહારમાં દાખલ કરી હતી. જોકે આવી બંધીથી પોલીસ બેડા માટે ઉઘરાણીની દુકાનો આસાન બની જાય છે. દારૃબંધી એક ઠરાવ સાથે થાય છે, જ્યારે ગેરકાયદે કતલખાના બંધ રાખવા મુસ્લિમ સમુદાય સામે આ સૌથી મોટો પડકાર છે. સરકારની મંજૂરીવાળા કતલખાના સામે કોઇ વાંધો ના ઊઠાવી શકે પણ ગેરકાયદે ચાલતા કતલખાના બંધ કરાવવા એ તો પુણ્યનું કામ છે. દેવાગ્રસ્ત કિસાનો પાસે મફતના ભાવે પશુધન લઇ લેવાય છે; ક્યાંક તે લૂંટી લેવાય છે તો ક્યાંક પશુધનની ચોરીનો ધંધો ચાલે છે. આ પશુઓને ટ્રક કે ટેમ્પોમાં કતલખાના સુધી લઇ જવાય છે.




આખી સિસ્ટમ ભ્રષ્ટાચારને વરેલી છે જે વિરોધ કરે તેને ક્યાં તો પૈસા આપીને ચૂપ કરાય છે અથવા તો પતાવી દેવાય છે. કતલખાના બંધ કરાવવા એ હિંમતભર્યું પગલું છે. ગેરકાયદે ચાલતા કતલખાના કેટલા પ્રાણીઓની કતલ કરે છે કે સ્વચ્છતાના કેવા પગલાં લે છે તેની કોઇ નોંધ નથી રખાતી. તલવારના જોરે ચાલતા કતલખાના મૂંગા પશુઓ પર છરા ફેરવે છે. કમનસીબી તો એ છે કે કાયદેસરના કતલખાના કરતાં ગેરકાયદે ચાલતા કતલખાના બમણાં છે. જેમાં દૂધાળાં ઢોર પણ ઊઠાવી લેવાય છે. જે ટ્રકોમાં માંડ ૧૦ ભેંસ સમાય તેમાં ૩૦-૩૦ ભેંસો ઘૂસાડાય છે. જ્યારે તેમને કતલખાને લવાય છે ત્યારે અડધીના પગ તૂટી ગયા હોય છે તો ૨૫ ટકાના શિંગડા બીજી ભેંસના શરીરમાં ઘૂસેલા હોય છે
.


યોગી આદિત્યનાથ આમ તો વિવાદાસ્પદ વ્યક્તિત્વ છે પરંતુ વિપક્ષમાં હોવું અને સત્તા પર હોવું એ બંનેનું અલગ વ્યક્તિત્વ યોગી ધરાવી શકે છે. સત્તા સંભાળવામાં અઠવાડીયા પછી તે ગુંડાઓની સાફ-સૂફીનું કામ હાથમાં લેવાના છે. સત્તાના બે દિવસ બાદ જ બગીચાઓની બહાર રખડતા રોમિયોને પકડવાની શરૃઆત થઇ ગઇ છે.

ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં ઘણાં વચનો આપ્યા છે. રાહતની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે યોગીના શપથના ચોથા દિવસે રામ મંદિરનો વિવાદ બંને પક્ષે ભેગા મળીને સમાધાન કરે એવું સૂચવ્યું છે. કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર હોઇ સમાધાનની પ્રક્રિયા શરૃ થશે અને તેમાં ભાજપનો હાથ ઉપર રહેશે.
યોગી આદિત્યનાથ સપનાં જોવામાં નથી માનતા, તે હકીકતમાં માને છે. એટલે જ તેમણે ખાતાની ફાળવણી અગાઉથી જ તૈયાર કરી નાખી હતી.





યોગી આદિત્યનાથ હાજર જવાબી છે પણ તે વિવાદને લાંબો નથી ચાલવા દેતા. તે એકશનમાં માને છે. એમ લાગે છે કે તેમના પગલાની અસર ઠેઠ પાકિસ્તાન સુધી વર્તાશે.યોગી આદિત્યનાથના ગામનું ઘર જુવો તો ખ્યાલ આવે કે આ માણસ બૉટમ લેવલેથી ટૉપ પર આવ્યો છે. તે કશાથી અંજાય એમ નથી. સોનામાં સુગંધ જેવી વાત તો એ છે કે કેન્દ્રમાં ભાજપની સરકારે તેમને ફ્રી-સ્ટાઇલ બેટિંગ કરવાની છૂટ આપી છે. કહે છે કે મોદી વડાપ્રધાન પદે હોવાના કારણે જે નથી કરી શકતા તે બધું યોગી આદિત્યનાથ પાસે કરાવશે..


ગુજરાત સમાચાર 22 માર્ચ 2017

No comments:

Post a Comment