જે દિવસે આદિત્યનાથ યોગીની શપથવિધિ થઈ તે દિવસે વ્હોટ્સએપ પર એક જોક પ્રસારિત થઈ. જેમાં દર્શાવાયેલું કે અડવાણી વડા પ્રધાનના ખભા પર હાથ મૂકી કહે છે કે, ”આજે તમે એ જ ભૂલ કરી કે જે મેં તમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવી કરી હતી.” આ મશ્કરી ખૂબ જ ખરાબ કહેવાય. કોઈ શેતાની મગજની ઊપજ હતી. જે ભારતમાં સનાતન ધર્મી મજબૂત નેતૃત્વને ઉપર આવતા અને સફળ થતાં જોવા નથી ઈચ્છતા. જ્યારે કે હકીકત એ છે કે મોદીજીએ યોગીજીને ઉત્તર પ્રદેશની સત્તા સોંપી હુકમનું પાનું ફેંક્યું છે.
દેશના લોકો ત્યારે જ સુખી થઈ શકશે જ્યારે પ્રદેશની સરકારનું નેતૃત્વ ચરિત્રવાન અને યોગ્ય લોકો કરે, કારણ કે કેન્દ્રની સરકાર તો નીતિ બનાવવાનું અને સાધનસામગ્રી પૂરી પાડવાનું કામ કરે છે. યોજનાઓને અમલમાં તો પ્રદેશના અમલદારો મૂકે છે. જો તેઓ બેદરકારી દાખવે તો જનતા સુધી નીતિઓનો લાભ નથી પહોંચતો અને તેથી જનાક્રોશ થાય છે. આજના સમયમાં જ્યારે રાજકારણીઓને સફળ થવા માટે જાણે-અજાણે તમામ ભ્રષ્ટ રીત અજમાવવી પડે છે. આવામાં કોઈ નેતા પાસેથી એવી આશા રાખવી કે તે રાતોરાત રામરાજ્ય સ્થાપિત કરી આપશે તે એક કાલ્પનિક વાત છે. અગાઉ પણ જણાવ્યું હતું કે સાધન સંપન્ન તપસ્વી યોગીને ભ્રષ્ટ હોવાનું કોઈ કારણ નથી. તેથી તેઓ પ્રામાણિક રહી શકશે અને પ્રામાણિકતાને તંત્ર પર કડક રીતે અમલી બનાવી શકે છે. ઉત્તર પ્રદેશની જે સ્થિતિ છેલ્લા બે દાયકામાં જે છે તેમાં જનતાને શાસન પાસેથી અપેક્ષા મુજબ વ્યવહાર નથી મળ્યો. આવી પરિસ્થિતિમાં ઉ.પ્ર.ને યોગીજી જેવા મુખ્યમંત્રીની પ્રતીક્ષા હતી.
મોદીજીના આ પગલાંથી ઉ.પ્ર.ની હાલત સુધરવાની શક્યતાઓ પ્રબળ બની છે, પણ આ કામ ૫ વર્ષમાં પૂરું થવાનું નથી અને જ્યાં સુધી ઉ.પ્ર. ઉત્તમ પ્રદેશ નહીં બને ત્યાં સુધી યોગીજી પરીક્ષામાં પાસ નહીં થાય. આવામાં તેમને ઓછામાં ઓછા ૧૦ વર્ષ ઉત્તર પ્રદેશના ઝડપી વિકાસના માર્ગે લઈ જવો પડશે. ઉ.પ્ર.ની અમલદારશાહીની રીતભાત બદલવી પડશે. જેમાં જનતા પ્રત્યે સેવાનો ભાવ લાવવો પડશે. આ કામ એકાદ દિવસનું નથી. આજે યોગીજીની ઉંમર ફક્ત ૪૫ વર્ષની છે. ૧૦ વર્ષ બાદ તેઓ ફક્ત ૫૫ વર્ષના જ હશે. જ્યારે કે મોદીજી ૭૫ વર્ષના હશે. તે વખતે એવો સમય આવશે કે જ્યારે તેઓ રાષ્ટ્રીય ભૂમિકા માટે ઉપલબ્ધ બની શકશે. આમ મોદીજીએ સામાન્ય જનતાના મનમાં જે પ્રશ્ન હતો કે તેમના બાદ કોણ, તે પણ એક ઝાટકે દૂર થઈ જશે, કારણ કે આ પ્રશ્ન થવો સ્વાભાવિક હતો કે મોદી બાદ ભારતને સરકારનું નેતૃત્વ કોણ આપશે ? હવે આ સવાલનો જવાબ મળવાની શક્યતા પ્રબળ બની છે.
આમ પણ રાષ્ટ્રીય રાજનીતિમાં પદાર્પણ કરતાં પહેલાં મોદીજીએ ૧૫ વર્ષ ગુજરાતની સેવા કરી હતી. આજે તેમણે આંતરરાષ્ટ્રીય ઈમેજ ઊભી કરી છે. જ્યારે કે યોગીજી માટે સરકાર ચલાવવાનો આ પ્રથમ અનુભવ છે. હજુ તેમણે ઘણું જોવાનું અને સમજવાનું છે. તેથી આવા પ્રકારના પાયા વિનાના જોક માનસિક દેવાળિયાપણું જ જણાવે છે. મોદીને યોગીથી કે યોગીને મોદીથી કોઈ જોખમ નથી.
૧,૦૦૦ વર્ષનો મધ્ય યુગ, ૨૦૦ વર્ષનો વસાહત યુગ અને ૭૦ વર્ષ આઝાદી બાદ ભારતની બહુસંખ્યક હિંદુ વસતીએ અપમાનના ઘૂંટડા પીને પસાર કયાંર્ છે. આપણી આસ્થાના ત્રણ કેન્દ્ર મથુરા, કાશી અને અયોધ્યા આજે પણ આપણે તે અપમાનની સતત યાદ અપાવે છે. આપણા ગૌવંશ આધારિત ખેતી, આયુર્વેદ અને ગુરુકુળ શિક્ષણ પ્રણાલીની ઉપેક્ષા કરી જે કંઈ આપણા પર લાદવામાં આવ્યું તેને ભારતીય સમાજ શારીરિક, માનસિક અને નૈતિકરૂપે દુર્બળ બન્યો છે. ભૌતિકવાદની આ ઝાક-ઝમાળ વચ્ચે હવે તો આપણે યુદ્ધ, અનાજ, જળ, દૂધ અને વાયુ સુધી છીનવી લેવાયા છે. આપણા ઉદ્યમી અને કર્મઠ યુવાઓને ખોખલી ડિગ્રીના પ્રમાણપત્ર પકડાવી, બેરોજગારોની લાંબી લાઈનોમાં ઊભા કરી દીધા છે. ન તો તેઓ ગામડાંને લાયક રહ્યા અને ન શહેરને. આ તમામ સમસ્યાઓનો ઉપાય આપણી શુદ્ધ સનાતન સંસ્કૃતિમાં હતો, આજે પણ છે. જરૂર છે તેને આત્મવિશ્વાસની સાથે અપનાવવાની.
જ્યાં સુધી પ્રદેશો અને રાષ્ટ્રના સ્તરે ભારતના સનાતન ધર્મમાં આસ્થા રાખનાર રાષ્ટ્રવાદી નેતૃત્વ હોદ્દો ધારણ નહીં કરે ત્યાં સુધી ભારત પોતાનો ગુમાવેલો વૈભવ ફરી પાછો મેળવી નહીં શકે અને એ કહેવામાં સંકોચ નથી કે જો કર્ણાટકના ખાણ માફિયા રેડ્ડીબંધુઓ કે મધ્ય પ્રદેશના વ્યાપમં કૌભાંડ જેવા કાંડ થશે તો પછી સત્તામાં કોઈ પણ હોય, કોઈ અંતર નહીં પડે. તેથી જ્યાં સુધી એક બાજુ દરેક રાષ્ટ્રપ્રેમી ભારતને એક સબળ રાષ્ટ્રના સ્વરૂપે જોવા ઈચ્છે છે. આ વાતની જવાબદારી સત્તા પક્ષની છે કે પરીક્ષાની પળોમાં સત્યને અણદેખ્યું કરવાની જરૂર નથી. ભૂલોને પણ જાહેર કરવી જ જોઈએ.
યાદ અપાવું કે આતંકવાદ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ૧૯૯૩માં મેં હવાલાકાંડ શોધી જીવ હથેળીમાં રાખી પૂરી રાજકીય વ્યવસ્તાથી વર્ષો એકલે હાથે સંઘર્ષ કર્યો હતો ત્યારે રાષ્ટ્રપ્રેમીઓએ મૌન ધારણ કરેલું, કારણ કે અડવાણીજી જેવાના નામો હતા. કોંગ્રેસ વગેરેના ૫૩ નેતા હતા. કેટલાક કોમવાદનું સ્વરૂપ પણ આપ્યું, પણ મેં મારી લડત ન છોડી.
વિચારસેતુ : – વિનીત નારાયણ (સંદેશ)
No comments:
Post a Comment