Wednesday, 5 April 2017

ગૌહત્યા કોમવાદનું કારણ તાત્કાલિક દેશભરમાં પ્રતિબંધ મુકો :ઝૈનુલ અબેદીન અલી

કોમી એકતા માટે મુસ્લિમો ગૌમાંસ ખાવા-વેચવાનું બંધ કરે, ગૌહત્યા જ કોમવાદનું કારણ, તાત્કાલિક દેશભરમાં તેના પર પ્રતિબંધ મુકો અજમેર શરીફ દરગાહના મુખિયા અને સુન્નિ ધર્મગુરુની અપીલ

Related image
દેશની મોટી દરગાહ પૈકી એક અજમેર શરીફ દરગાહના મુખિયા અને સુન્ની મુસ્લિમ ધર્મગુરુ ઝૈનુલ અબેદીન અલી ખાને જાહેરમાં જણાવ્યું હતું કે સદભાવનાને ખાતર મે અને મારા પરિવારે ગૌમાંસ ખાવાનું છોડી દીધુ છે. સાથે તેઓએ દેશના મુસ્લિમોને પણ વિનંતી કરી હતી કે તેઓ પણ કોમી એક્તા માટે ગૌમાંસ ખાવાનું છોડી દે. ઝૈનુલ અબેદીન અલીએ મોદી સરકારને પણ વિનંતી કરી હતી કે માત્ર કોઇ એક કે બે રાજ્યોમાં નહીં પણ પુરા દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ મુકી દેવો જોઇએ. 
 
મુસ્લિમોને સલાહ આપતા અબેદિને જણાવ્યું હતંુ કે ભારતમાં હિંદુ મુસ્લિમોની વચ્ચે ચાલી રહેલી તકરારનું મુળ ગૌહત્યા પણ છે. માટે પરિસ્થિતિને સમજીને કોમી એક્તા અને ભાઇચારા માટે મુસ્લિમોએ સામે ચાલીને હિંદુઓની ભાવનાની કદર કરવી જોઇએ અને ગૌમાંસનો ત્યાગ કરવો જોઇએ.
 
તેઓએ સરકારને વિનંતી કરી હતી કે દેશમાં જે પણ કતલખાનામાં ગાય કે તેના વંશની હત્યા થતી હોય તેેને તાત્કાલીક ધોરણે અટકાવવી જોઇએ અને આવા કતલખાના પર પ્રતિબંધ મુકવો જોઇએ.
 
પોતાના અને પરિવાર વિશે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મારા પરિવારમાં કોઇ ગૌમાસ નહોતુ ખાતુ પણ જ્યારે કોઇ આવું ખાનારા મહેમાનો અમારે ત્યાં આવતા તેના માટે જ અમે ગૌમાંસ બનાવતા પણ હવે અમે તે પણ બંધ કરી દીધુ છે અને હું ઇચ્છુ છું કે બાકી મુસ્લિમો પણ આવુ કરે. કેમ કે જો ગૌહત્યા જ કોમવાદનું મુળ હોય તો તેનો ત્યાગ જ સચોટ અને સારો ઉપાય છે. તેઓએ સરકારને પણ વિનંતી કરતા જણાવ્યું હતું કે તાત્કાલીક ધોરણે ગૌહત્યા થતી હોય તેવા કતલખાના બંધ કરવા જોઇએ.
 
ટ્રીપલ તલાક કુરાન વિરૃદ્ધ, પ્રથા રદ કરવી જરૃરી : 

અનેક મુસ્લિમ મહિલાઓ ઇસ્લામમાં પ્રચલીત ટ્રીપલ તલાક પ્રથાનો ભોગ બની રહી છે. જેને પગલે ઝૈનુલ અબેદીન અલીએ આ પ્રથાને રદ કરવાની સલાહ આપી છે. તેઓએ ટ્રીપલ તલાકને ઇસ્લામના ન્યાયશાત્રની વિરોધી પ્રથા ગણાવી હતી. તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ટ્રીપલ તલાક પવિત્ર કુરાનની જે ભાવના છે તેની વિરૃદ્ધ છે. જ્યારે લગ્ન થાય છે ત્યારે સ્ત્રી અને પુરુષ બન્નેની સહમતી તેમાં હોય છે. આવી સ્થિતિમાં જ્યારે તલાકની વાત આવે ત્યારે પુરુષો પોતાની મરજી મુજબ આ રીતે સ્ત્રીને તરછોડી દે તે અયોગ્ય છે. જ્યારે પણ પુરુષો પોતાની પત્નીને તલાક આપે તે પહેલા ૧૦૦ વખત વીચારે.


 


No comments:

Post a Comment