આપણે આપણી સંસ્કૃતિમાંથી વિશ્વાસ ગુમાવી બેઠા હતા ત્યારે વિવેકાનંદે જન્મ લીધો હતો
તમે જો ઈન્ડસ સિવિલાઈઝેશનમાં જન્મ લીધો છે તો તમે હિન્દુ છો. તમારા હિંદુ હોવાને અને તમારી ધાર્મિક માન્યતાને કોઈ સંબંધ નથી.
આ વાત દેવાંગ નાણાવટીએ તેમના વિવેકાનંદ-ધ લિવિંગ લિજેન્ડ વિષય ઉપરના વ્યકતવ્યમાં કહી હતી.
તમે જો ઈન્ડસ સિવિલાઈઝેશનમાં જન્મ લીધો છે તો તમે હિન્દુ છો. તમારા હિંદુ હોવાને અને તમારી ધાર્મિક માન્યતાને કોઈ સંબંધ નથી.
આ વાત દેવાંગ નાણાવટીએ તેમના વિવેકાનંદ-ધ લિવિંગ લિજેન્ડ વિષય ઉપરના વ્યકતવ્યમાં કહી હતી.
એલિસબ્રીજ જીમખાના ખાતે એડવોકેટ, પોલિટિશ્યન, બંધારણશાસ્ત્રી તેમજ બહુમુખી પ્રતિભા ધરાવતા દેવાંગ નાણાવટી
પોતે વિવેકાનંદના કે વેદોના નિષ્ણાંત નથી એમ કહેતા દેવાંગભાઈએ કહ્યું કે આ વિષય ઉપર વ્યાખ્યાન આપવાની પ્રેરણા તેમનેે બદ્રીનાથ ચતુર્વેદીએ લખેલી સ્વામી વિવેકાનંદની બાયોગ્રાફી જેનંગ નામ જ વિવેકાનંદ-ધ લિવિંગ વેદાંતમાંથી મળી છે. વિવેકાનંદ એક યુગપુરુષ હતા. આવનારી પેઢીઓને ઇન્સ્પાયર કરે તે યુગપુરુષ. વિવેકાનંદ વોઝ અ મેન ક્રિએટેડ બાય હિઝ ટાઈમ્સ. ૧૦૦૦ વર્ષના મોગલ શાસન બાદ તેમજ ૧૦૦ વર્ષના બ્રિટિશ રાજ બાદ જ્યારે આપણે આપણી સંસ્કૃતિમાંથી વિશ્વાસ ગુમાવી બેઠા હતા ત્યારે સ્વામી વિવેકાનંદે જન્મ લીધો હતો અને એટલે જ એ આપણા માટે અગત્યના છે. આપણે નસીબદાર કહેવાઈએ કે ૧૦૦૦ વર્ષના સમયગાળામાં આપણને બે યુગપુરુષ મળ્યા. પહેલા આદિ શંકરાચાર્ય અને બીજા વિવેકાનંદ. આ બંને યુગપુરુષે સનાતન ધર્મને જાળવી રાખવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. આપણી સંસ્કૃતિ દસ હજાર વર્ષથી ટકી રહી છે. એક એક ડીએનએ રિચર્ચમા એવું સાબિત થયું કે દસ હજાર વર્ષથી આપણે ત્યાં એક જ પ્રકારના ડીએનએ ધરાવતા લોકો જન્મ લે છે. તે દર્શાવે છે કે આપણી સંસ્કૃતિ આટલા વર્ષોથી બદલાઈ નથી.'
વિવેકાનંદ જ્યારે નરેન્દ્ર હતા એટલે કે તેમણે સંન્યાસ લીધો એ પહેલા તે એક 'ટિપિકલ યૂથ' હતા. વિવેકાનંદના પૂર્વ જીવન વિષે વાત કરતા દેવાંગભાઈ કહે છે કે, 'નરેન્દ્ર વેસ્ટર્ન કલ્ચરથી ખૂબ ઈન્સ્પાયર્ડ હતા. એ ઘણીવાર એજ ઓફ રિઝન નામની બુકને હંમેશા સાથે રાખતા અને તેના ક્વૉટ ટાંકતા. તેમના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા બાદ તેમનું જીવન બદલાઈ ગયું અને તે નરેન્દ્રમાંથી વિવેકાનંદ બન્યા. વિવેકાનંદ બન્યા પછી તેમણે ભારતભ્રમણ કર્યું. અને તે દરમિયાન તેમણે સૌથી વધુ સમય ૯ મહિના ગુજરાતમાં કાઢ્યા. તેમને વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા જવાની પ્રેરણા પણ એક ગુજરાતી બિહારીદાસ દેસાઈએ આપેલી.
વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ ભાગ લેવા ગયા તે સમયે તેમણે આપેલા લેક્ચર અંગે વાત કરતા દેવાંગભાઈએ કહ્યું કે, વિવેકાનંદ અમેરિકા ગયા ત્યારે તેમની ઉંમર ૩૫-૩૬ વર્ષ હશે. તે એવી પરિષદમાં ભાગ લેવા ગયા હતા જ્યાં હિંદુસ્તાનની છાપ અંધવિશ્વાસુ અને મદારીઓ તેમજ અડધા નાગાબાવાના પછાત ગણાતા દેશની હતી. છતાં ત્યાં તેમણે તેમની માત્ર ૩ મિનિટની ઈન્ટ્રોડક્શન સ્પીચમાં જ તેમણે બહુ એસર્ટીવ રીતે સમગ્ર દુનિયાના ધર્મગુરુઓને ભારતીય સંસ્કૃતિ બધા ધર્મોની માતા છે અને સંસ્કૃત ભાષામાંથી બધી ભાષાઓ નો જન્મ થયો છે તે વાત સમજાવી દીધી હતી.
No comments:
Post a Comment