Thursday, 3 March 2016

જેએનયુ, બૌદ્ધિકો અને સરકારઃ કકળાટ વચ્ચે પીસાતું સત્ય

જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીનો આ કંઇ પ્રથમ વિવાદ નથી. ડાબેરી અને રાષ્ટ્રવિરોધી વિચારધાના કેન્દ્રબિંદુ જેવી આ શૈક્ષણીક સંસ્થામાં અવાર નવાર આવા છમકલા થતા રહ્યા છે. તફાવત એટલો જ છે કે આ વખતે કદાચ પ્રથમ વખત રાષ્ટ્રદ્રોહી તત્વો સામે પગલા લેવાયા. અને એટલે જ કેટલાક ડાબેરીઓ, બૌધ્ધિકો અને પત્રકારો તથા રાજકારણીઓના પેટમાં તેલ રેડાયું છે. જેએનયુના વિવાદ પર એક અત્યંત અભ્યાસપૂર્ણ લેખ ....
JNU, બૌદ્ધિકો અને સરકારઃ કકળાટ વચ્‍ચે પીસાતું સત્‍ય

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં થયેલા રાષ્ટ્રવિરોધી સુત્રોચ્ચાર અને દેખાવો પછી ઝી ન્યુઝના તંત્રી સુધિર ચૌધરીએ બહુ સ્પષ્ટપણે કહયું. કેટલાક અંગ્રેજી ભાષાનાં પત્રકારોએ માહોલ એવો સજર્યો છે કે, હવે દેશદ્રોહી નારા લગાવવા અને દેશ-વિરોધી પ્રવૃતિઓ કરવી એ કોઇ રાષ્ટ્રદ્રોહી કૃત્ય નથી ગણાતું. હવે તમે ખુલ્લેઆમ અજમલ કસાબની, અફઝલ ગુરુની કે યાકુબ મેમણની તરફેણ કરી શકો છો, તેમની તરફેણમાં લાંબા - લાંબા લેખો લખી શકો છો અને ટેલીવીઝન કાર્યક્રમો કરી શકો છો. આમ તો અંગ્રેજી ભાષાનાં આ કાર્યક્રમો દેશની પુરી એક ટકો વસતી પણ સમજી શકતી નથી પરંતુ ઇંગ્લીશ ચેનલોમાં આ પત્રકારો ચપડચપડ અંગ્રેજી બોલીને દેશને તેમની પધ્ધતિથી ચલાવવા માંગે છે. આ મુઠ્ઠીભર પત્રકારો અને બુધ્ધિજીવીઓ દેશના ઓપિનિયન મેકર્સ બની બેઠા છે. તેઓ દેશનાં જનમાનસ સાથે ચેડા કરી રહ્યા છે.
      સુધિર ચૌધરી પોતે એક સીઝન અને સીનીયર પત્રકાર છે. તેમણે ઉપરોકત વાત પોતાની ચેનલ ઝી ન્યુઝનાં એક કાર્યક્રમમાં કહી. વાસ્તવિકતા એ છે કે 9 ફેબ્રુઆરીના દિવસે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (જેએનયુ) માં બનેલી ઘટના અને તે પછી ગૃહ મંત્રાલય દ્વારા લેવાયેલા પગલાના કારણે ફ્રડીમ ઓફ એકસ્પ્રેશન અને સેકયુલરિઝમ જેવા શબ્દો ફરી એક વખત ચર્ચામાં છે. કદાચ પ્રથમ વખત એવું જોવા મળી રહયું છે કે, નેશનલ મીડિયા પણ રીતસર બે છાવણીઓમાં વહેંચાઇ ગયું છે. ડાબેરી માનસિકતા ધરાવતા રાજદીપ સરદેસાઇ, બરખા દત્ત અને રવિશકુમારે ખુલ્લેઆમ દેશદ્રોહીઓની તરફેણ કરતો મોરચો માંડયો છે. તેમનાં મતે રાષ્ટ્રીય સુરક્ષા કરતા પણ વધુ મહત્વ કહેવાતી અભિવ્યકિતની આઝાદીનું છે. જેએનયુમાં જે પ્રકારનાં નારાઓ લાગ્યા એવા કોઇ દેશ બર્દાશત કરે નહિં. આટલું થયા પછી પણ સ્ટુડન્ટ યુનિયનનો કન્હૈયા સલામત છે. અને સુત્રોચ્ચારનો સુત્રધાર મનાતો ખાલીદ દસ-દસ દિવસ સુધી ભૂગર્ભમાં રહી શકે છે એ જ મોટી વાત છે. જેએનયુનાં વિદ્યાર્થીઓની ઓથ લઇને, યુનિવર્સિટીના કેમ્પસમાં સંતાઇ બેઠેલા ખાલીદે દસ દિવસ પછી મોડી રાત્રે કેમ્પસમાં ફિલ્મી હિરોની ઇસ્ટાઇલમાં સભા સંબોધી. પેટીપેક કેમ્પસમાં એ સાવજ જેવી ત્રાડ પાડતો હતો પણ પોલીસ સામે સરન્ડર કરવાની તેનામાં હિમ્મત નહોતી. પોતાની સ્પીચમાં તેણે દરેક જમણેરી પત્રકાર અને રાજકારણી વિરૂધ્ધ ઝેર ઓકયુ.
       કેન્દ્રના ગૃહ મંત્રાલયએ અને દિલ્હી પોલીસે આ મામલે સારો એવો સંયમ દાખવ્યો છે. ખરેખર તો એક આકરો મેસેજ આપવા ખાલીદની ગીરફતારી માટે જેએનયુમાં પેરા મિલીટરી ફોર્સ ઉતારવાની આવશ્યકતા હતી. આવું થયું હોત તો બૌધ્ધિક કીડાઓને પણ એક સંદેશો ગયો હોત. જેએનયુ મામલે આ બૌધ્ધિકોએ દાટ વાળવામાં કશું બાકી રાખ્યું નથી. રવિશકુમારે અંધારૂ ઘોર કરીને આખો શો કર્યો, બરખા દત્તે એકતરફી રીપોટીંગ કર્યુ અને બાકી હતું તો વડાપ્રધાનને એક ઓપન લેટર પણ લખી કાઢયો. કેટલાય દંભી બિનસાંપ્રદાયિકોએ આ મુદ્દે ટ્વિટાટ્વિટ કરી મૂકયું. સ્થાનીક મચ્છરો પણ ગણગણાટ કરી ગગન ગજાવવામાંથી બાકાત ન રહયા. જેમની સરકારના કાળમાં અફઝલને ફાંસીની સજા અપાઇ હતી એ રાહુલ ગાંધી પણ આગમાં પેટ્રોલ ઠાલવવા જેએનયુ પહોંચી ગયા. સવાલ એ છે કે, શું મુઠ્ઠીભર ઘનચકકર વિદ્યાર્થીઓની અભિવ્યકતની આઝાદી આ દેશના હિત કરતા અને દેશ પ્રત્યેની વફાદારીથી વિશેષ છે? વળી અભિવ્યકિતની આઝાદીના જે ભજનો ગાઇને ડાબેરીઓ જે બંધારણને ટાંકી રહ્યા છે તે બંધારણે પણ રાષ્ટ્રહિતને સર્વોચ્ય ગણ્યું છે. પત્રકાર સંદીપ દેવએ પોતાની ફેસબુક વોલ પર આ બાબતે વિગતવાર લખ્યં છે .: '' હું કાલે બંધારણમાં અભિવ્યકિતની આઝાદાી વિશેની વ્યાખ્યા વાંચતો હતો. અનુચ્છેદ 19 (ર) માં સ્પષ્ટપણે આ વિશે છ અપવાદ અંગે જણાવાયું છે. અભિવ્યકિતની આઝાદી કયા કિસ્સામાં આપી ન શકાય તે અંગે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે.અને જેએનયુમાં બનેલી ઘટનાઓને અભિવ્યકિતની આઝાદી તરીકે આવરી કે છાવરી શકાય નહિં. અનુચ્છેદ 19 (ર) માં એ વાત સ્પષ્ટ કરાઇ છે કે, રાષ્ટ્રની સુરક્ષાને જેનાથી ખતરો હોય તેવા વકતવ્યોને અભિવ્યકિતની આઝાદી અંતર્ગત ગણી શકાય નહિ. 9 ફેબ્રુઆરીના સુત્રોચ્ચાર જશ રિાવઇન્ડ કરોઃ 'ભારત તેરે ટુકડે હોંગે, ભારત કી બર્બાદી તક જંગ રહેગી' શું આ સૂત્રોચ્ચારોમાં દેશને નષ્ટ કરવાનો સાદ પડધાતો નથી? અનુચ્છેદ 19 (ર) કહે છેક, ે સર્વોચ્ય અદાલતનું અપમાન જેમાં થતું હોય તેવી સ્પીચને અભિવ્યકિતની આઝાદીનો લા આપી શકાય નહિ. હવે જુઓ જેએનયુમાં એ દિવસે કેવા સૂત્રો બોલાયા હતા. 'અફઝલ હમ શર્મિંદા હૈ, તેરે કાતિલ ઝિન્દા હૈ' આ સુત્ર સીધું જ અદાલત પર પ્રહાર કરે છ.ેઅફઝલને ફાંસીની સજા સુપ્રિમ કોર્ટે જ ફટકારી હતી. અહીંતો ખુદ પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમ પણ કહે છે કે, 'અફઝલને સજા આપવામાં ભુલ થઇ ગઇ હતી.' કોની ભુલ? એમનો સંકેત સુપ્રિમ કોર્ટ તરફ છે. અનુચ્છેદ 19 (ર) આવ ઘણી બાબતોનો ફોડ પાડે છે. દેશની એકતા અને અખંડીતતા સામે ખતરારૂપ હોય તેવા ભાષણો કેસુત્રોચ્ચારોને અભિવ્યકિતની આઝાદીમાં સમાવી શકાય નહિ. જેએનયુમાં બોલાયું કે, 'કાશ્મીર કી આઝાદી તક જંગ રહેગી. કેરેલા કી આઝાદી તક જંગ રહેગી 'ભારતની અખંડીતતા પર આ વાકયો પ્રહાર સમાન ન ગણાય શું? સવાલ એ છે કે, શું રાહુલ વાંધી, અરવિંદ કેજરીવાલ, સીતારામ યેચુરી, ડી.રાજા, કે.સી.ત્યાગી, રવિશકુમાર અને રાજદીપ સરદેસાઇ જેવા લોકો-જેઓ દેશદ્રોહીઓના સાથીદાર જેવું વલણ અપનાવી રહ્યા છ.ે શું તેમને બંધારણના આ ઉલ્લેખો વિશે જાણ નથી ? બિલકુલ જાણ છે. પરંતુ તેઓ સરકારને અને કાનુન વ્યવસ્થાને બાનમાં લેવા દબાણની રાજનીતી કરી રહ્યા છે. જેમાં તેઓ ખાસ્સી હદે સફળ પણ થયા છે. આજે ઉમર ખાલીદ જેવા લોકો યુનિવર્સિટી કેમ્પસનો ઉપયોગ ખુલ્લેઆમ આતંકના અડ્ડા તરીકે કરી રહ્યા છે. આજે રવિશ અને રાજદીપ જેવા લોકોને કારણે દેશદ્રોહનો મુદ્દો ગૌણ થઇ રહ્યો છે. અને લોકો પતિયાલા હાઉસ કોર્ટમાં વકીલોની મારામારીની, ભાષણના વિડીયોથી છેડછાડની અને ભાજપ-પી.ડી.પી.ની સરકારની વાતો કરી રહ્યા છ.

No comments:

Post a Comment