Monday, 28 March 2016

છગન ભુજબળ ભ્રષ્ટાચાર નો મહારાજા

મુંબઈમાં ઉધાર લઈને શાકભાજીની ફેરી કરનારા મહારાષ્ટ્રના માજી પ્રધાન છગન ભુજબળ અબજો અબજો રૃપિયાની પ્રોપર્ટીના માલિક કઈ રીતે થઈ ગયા ?

મુંબઈના ચર્ચગેટથી માંડી બમ્બઈ, લોનાવલા, નાસિક સુધીમાં બંગલાઓ અને ફાર્મ હાઉસોના માલિક


મહારાષ્ટ્રના માજી પીડબલ્યુડી ખાતાના પ્રધાન તમજ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન રહેલા એ છગન ભુજબળ ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ગયા.
હરિયાણાના માજી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા જમીન વહેંચણી બાબતમાં પૂછપરછ કરવામાં આવેલી.
દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટમાં માનવ સંસાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીની શિક્ષણની ડીગ્રીના દસ્તાવેજ પુરાવા માંગવામાં આવ્યા છે.
પેલી બાજુ એ જ કોર્ટમાં આમ આદમી પાર્ટી જેવા પક્ષના નેતા કુમાર વિશ્વાસની વિરૃધ્ધ એફઆઈઆર દાખલ કરવાનો હુકમ અપાયો છે.
તો આ બાજુ સ્ટિંગ ઓપરેશનમાં તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ લાંચ લેતા કેમેરામાં ઝડપાયા છે.
તો વળી મહારાષ્ટ્ર વિધાનસભામાં 'ભારત માતા કી જય' નહીં બોલવા બદલ એક ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યો.
ગાંધીજી અને વિવેકાનંદ જેવા મહાન આત્માઓના દેશના અખબારોના છેલ્લા પંદર દિવસના આ છે મથાળા. પેલા વિજય માલ્યાને સરકારના જે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટે (ઇડી) સકંજામાં લીધા છે એ જ ઇડીએ ભુજબળને પણ સકંજામાં લીધા છે. વિજય માલ્યા એવા અઠંગ કે એને ઇડીએ પકડયા નહીં જયારે ભુજબળ એવા કાચા કે એમને જેલમાં જવું પડયું.
૬૯ વર્ષના ભુજબળ એટલે પાટલી બદલુઓના શહેનશાહ.
નેતા એ બીજા એવા જ પાટલી બદલુ શરદ પવારના પક્ષ નેશનલ કોંગ્રેસ પાર્ટીના નેતા. એ  NCP અને કોંગ્રેસની સંયુક્ત સરકાર ૨૦૦૪ થી ૨૦૧૪માં થઈ એમાં આ ભુજબળ જે સોનાની ખાણનું અને ભ્રષ્ટાચારના એવરેસ્ટનું ખાતું ગણાય છે એ PWD ના એ પ્રધાન રહેલા. એમની ચાર દાયકાની રાજકીય સફરમાં એ શિવસેનામાંરહ્યા. પછી કોંગ્રેસમાં રહ્યા અને પછી NCPમાં રહ્યા.
એમના ભ્રષ્ટાચાર ભરેલા આ ઇતિહાસમાં એમણે શું શું કેવું કેવું અને કેટલું કેટલું મેળવ્યું એની એક ઝલક જૂઓ.
૧. નાસિક શિલાપુરમાં રૃ. ૩૦,૦૦,૦૦,૦૦૦ની જમીન
૨. નઈ મુંબઈમાં ઘર અને દુકાન રૃ. ૫,૦૦,૦૦,૦૦૦
૩. બાન્દ્રામાં ફલેટ રૃ. ૫,૦૦,૦૦,૦૦૦
૪. ચર્ચગેટમાં પુત્ર પંકજના નામે માલિક મહલમાં ફલેટ રૃ. ૫,૦૦,૦૦,૦૦૦
૫. પારસિક હીલ પર બંગલો રૃ. ૫,૦૦,૦૦,૦૦૦
૬. માહિમમાં બંગલો રૃ. ૫,૦૦,૦૦,૦૦૦
૭. યેવલામાં ઓફિસ અને બંગલો રૃ. ૧૦,૦૦,૦૦,૦૦૦
૮. છગન ભુજબળ પેલેસ રૃ. ૬૦,૦૦,૦૦,૦૦૦
૯. ફાર્મ હાઉસ રૃ. ૫,૦૦,૦૦,૦૦૦
૧૦. રામ બંગલા રૃ. ૧૫,૦૦,૦૦,૦૦૦
૧૧. વિદેશી આર્ટ પેઇન્ટીંગ રૃ. ૧૦,૦૦,૦૦,૦૦૦
૧૨. જૂહુ વસુંધરા સોસાયટીમાં ફલેટ રૃ. ૪૦,૦૦,૦૦,૦૦૦
૧૩. સુખદા બંગલો રૃ. ૬,૦૦,૦૦,૦૦૦
૧૪. ૬૦ કિલો સોનું રૃ. ૧૮,૦૦,૦૦,૦૦૦
૧૫. રૃ. ૧૦,૦૦,૦૦,૦૦૦ ના હીરા
૧૬. મનમાડમાં રૃ. ૧૦,૦૦,૦૦,૦૦૦ની જમીન
૧૭. યેવલામાં ૩૦ એકર જમીન રૃ. ૬૦૦૦૦૦૦૦૦૦
૧૮. ડિંડોરીમાં એક ઈન્ડસ્ટ્રીયલ ગાળો રૃ. ૫,૦૦,૦૦,૦૦૦
૧૯. ભાવેશ બિલ્ડર્સ કંપની રૃ. ૫૦,૦૦,૦૦,૦૦૦
૨૦. આર્મસ્ટ્રોંગ પ્યોર વોટર પ્લાન્ટ રૃ. ૩૦,૦૦,૦૦,૦૦૦
૨૧. પનવેલમાં એક શેડ રૃ. ૨,૦૦,૦૦,૦૦૦
૨૨. નાસિકમાં એક કન્સલટિંગ કંપની રૃ. ૧૦,૦૦,૦૦,૦૦૦
૨૩. નાસિક એમઆઈડીસીમાં જય ઇલેકટ્રોનિક્સ રૃ. ૨૫,૦૦,૦૦,૦૦૦
૨૪. માલેગાંવમાં એક સુગર મીલ રૃ. ૩૦,૦૦,૦૦,૦૦૦
૨૫. નાસિક પાવર પ્લાન્ટ રૃ. ૨૫,૦૦,૦૦,૦૦૦
૨૬. આર્મસ્ટ્રોંગ ઇન્ડસ્ટ્રીઝ રૃ. ૨,૦૦,૦૦,૦૦,૦૦૦
૨૭. મઝગાંવમાં રાબરેલ્સ ઇન્ડસ્ટ્રીઝ રૃ. ૨૫,૦૦,૦૦,૦૦૦
૨૮. મુંબઈમાં દેવિલા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લિ. કંપની રૃ. ૬,૦૦,૦૦,૦૦,૦૦૦
૨૯. ૧ મર્સિડિસ કાર રૃ. ૧,૦૦,૦૦,૦૦૦
૩૦. ૧ રૅગ રોવર કાર રૃ. ૨,૦૦,૦૦,૦૦૦
૩૧. ૧ લૅન્ડ ક્રુઝર કાર રૃ. ૫૦,૦૦,૦૦૦
૩૨. નવી મુંબઈમાં હેકસ વર્લ્ડ હાઉસીંગ સોસાયટી
૩૩. સાન્તાક્રુઝમાં લા પેટીટ ફલોર રૃ. ૨૫૦,૦૦,૦૦,૦૦૦
આટલી પ્રોપર્ટી કોઈને પણ ધંધો કરવાથી નથી મળતી. હા, સટ્ટામાં મેળવી શકાય. પરંતુ ભુજબળે ક્યાંય ક્યારેય નથી વેપાર કર્યો કે નથી સટ્ટો રમ્યો. ફક્ત રાજકારણ જ કર્યું છે.
એટલે એમણે વિજય માલ્યાની જેમ બેન્કોનું પણ નથી કરી નાંખ્યું એટલે એક જ રાજમાર્ગ આવકનો છે ભ્રષ્ટાચાર એટલે કે લાંચ. PWD ના પ્રધાન તરીકે એમણે ખૂબ લાંચો લીધેલી અને ખૂબ મારી ખાધેલું.
ભુજબળના આવા ગંજાવર ભ્રષ્ટાચારનો પડદો ખોલનાર મહારાષ્ટ્રની આમ આદમી પાર્ટીના પ્રીતિ મેનન, અંજલિ દામણિયા અને સંજય પરમાર. એમણે ૨૦૧૪માં ભુજબળ વિરૃધ્ધ PIL દાખલ કરેલી જેને કારણે ૨૦૧૪ના ડિસેમ્બરમાં બોમ્બે હાઇકોર્ટે મુંબઇના એન્ટી કરપ્શન બ્યુરોને ભુજબળ સામે કેસ દાખલ કરીને તપાસ કરવાનો હુકમ કરેલો. એટલે એસીબી અને ઇડીને ભુજબળના ભ્રષ્ટાચારની તપાસ કરવા માટે એક ખાસ કમીટીની રચના કરી. ૨૦૧૫ના એપ્રિલમાં કોર્ટે FIR દાખલ કરવા કહેલું.
ભુજબળની આ બધી પ્રોપર્ટી ગેરકાયદેસર રીતે અને ગુનાખોર પ્રવૃત્તિથી ઊભી કરીને એની માલિકી કરી છે.
છગન ભુજબળે નાસિકથી આવીને મુંબઈના મઝગાંવ વિસ્તારમાં ૮૦ના દાયકામાં શાકની ફેરી પોતાના ભાઈ મગનની સાથે શરૃ કરેલી. ભાયખલાની મોટી શાક માર્કેટમાં પછી એ પ્રવેશ્યા. ૩૫ ચોરસ ફીટની ઘોલકીમાં ત્યારે એ બંને ભાઈઓ પોતાની કાકી સાથે રહેતા.
 27 Mar, 2016
gujarat samachar 

No comments:

Post a Comment