Tuesday, 8 March 2016

બેન્કોના મોટા દેવાદાર

આવા ટોચના ૫૦ ડીફોલ્ટરોના નામો આ છે....
(૧) હિન્દુસ્તાન ફોટો ફિલ્મ્સ મેન્યુ. કં. લિ.
(૨) આન્ધ્ર પ્રદેશ રાજીવ સ્વગૃહ કં. લિ.
(૩) સૂર્ય વિનાયક ઇન્ડસ્ટ્રીઝ લિ.
(૪) ગરવારે નાયલોન્સ લિ.
(૫) શાહ એલાયઝ લિ.
(૬) માલવિકા સ્ટીલ લિ.
(૭) કોર્પોરેટ ઇસ્પાત એલોયઝ લિ.
(૮) એબીજી સિમેન્ટ લિ.
(૯) પ્રદીપ ઓવર સીઝ લિ.
(૧૦) રિલાયન્સ એગ્રો લિ.
(૧૧) કેએમપી એકસ્પ્રેસ વે લિ.
(૧૨) મોસેર લેઅર ઇન્ડીયા લિ એન્ડ ગુ્રપ કંપનીઝ
(૧૩) તુલીપ ટેલિકોમ લિ.
(૧૪) હાનુંગ ટોયઝ એન્ડ ટેકસટાઇલ લિ.
(૧૫) ઝીલોગ સિસ્ટમ ઇન્ડીયા લિ.
(૧૬) ભારતી શીપયાર્ડ લિ.
(૧૭) યુરોપીઅન પ્રોજેક્ટસ એન્ડ એવિએશન લિ.
(૧૮) સ્ટર્લિંગ બાયો ટેક લિ.
(૧૯) આઇ સી એસ એ ઇન્ડીયા લિ.
(૨૦) ડી એસ સી ગુ્રપ
(૨૧) શ્રી લક્ષ્મી કોટ
(૨૨) પ્રોગ્રેસીવ કન્સ્ટ્રકશન લિ.
(૨૩) સ્ટર્લિંગ ઓઈલ રિસોર્સીઝ લિ.
(૨૪) જૈન ઇન્ફ્રા પ્રોજેક્ટસ લિ.
(૨૫)  કેમરોક ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ લિ.
(૨૬) પી એસ એલ લિ.
(૨૭) પેટ્રોફીલ કોઓપરેટીવ લિ.
(૨૮) રજત ફાર્મા
(૨૯) વરૃણ ઇન્ડસ્ટ્રીઝ લિ.
(૩૦) બેંગાલ ઇન્ડીયા ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રકચર લિ.
(૩૧) મુરલી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એકસપોર્ટ લિ.
(૩૨) એસ. કુમાર નેશનવાઈડ લિ.
(૩૩) લેન્કો હોસ્કોટે હાઈવે લિ.
(૩૪) ગ્વાલિયર ઝાંસી એક્સપ્રેસ વે લિ.
(૩૫) અભિજીત ફેરોટેક લિ.
(૩૬) નેશનલ એગ્રીકલ્ચરલ કો.ઓપરેટીવ
(૩૭) હાઉસીંગ ડેવલપમેન્ટ અને ઇન્ફ્રા લિ.
(૩૮) એજયુકોમ્પ ઇન્ફ્રાસ્ટ્રકચરલ એન્ડ સ્કુલમેન
(૩૯) ઇન્ડીઅન ટેલિકોમેક
(૪૦) સ્ટર્લિંગ સેઝ એન્ડ ઇન્ફ્રા સ્ટકચર પ્રા. લિ.
(૪૧) સેન્ચ્યુરી કોમર્શિયલ લિ.
(૪૨) આલ્પ્સ ઇન્ડીયા લિ.
(૪૩) સુજાન યુનિવર્સલ ઈન્ડસ્ટ્રીઝ
(૪૪) સૂર્યા ફાર્મા પ્રા. લિ.
(૪૫) ઉષા ઇન્ડીયા લિ.
(૪૬) ઇલેકટ્રોથેમ ઇન્ડીયા લિ.
(૪૭) કે.એસ. ઓઇલ રિસોર્સીઝ લિ.
(૪૮) પાથેના ફોર્જીંગ્સ એન્ડ ઓટો પાર્ટસ મેન્યુ. લિ.
(૪૯) વીનસમ ડાયમન્ડ એન્ડ જવેલરી કં. લિ.
(૫૦) ફૉરએવર પ્રેસીયસ જવેલરી એન્ડ ડાયમન્ડસ

આ બધી કંપનીઓના ટોટલ રૃપિયા ૨,૭૦,૬૦,૦૦,૦૦,૦૦૦ થાય છે. (બે ખર્વ સિત્તેર અબજ અને સાઇઠ કરોડ રૃપિયા આ કંપનીઓ બેન્કોના દબાવીને બેસી ગઈ છે એટલે કે ચાંઉં કરી ગઈ છે.

નાના દેણદારો લોન ભરપાય નહીં કરી શકવાના કારણે આપઘાત કરવા ભણી વળે છે જયારે આ મોટા મગરમચ્છનું રૃંવાડું પણ નથી ફરકતું.
 મુંબઈના જવેલર સોની હરીશ રૃપિયા ૫૦ જ લાખ આપી શક્યા નહીં એમાં તો એણે પોતાના ફેમીલી સાથે આપઘાત કરેલો. બીજા ઘણા દાખલા ઘણા ખેડૂતોના છે જેઓ દેવું ભરપાય નહીં એવો એક દાખલો. પંજાબના ખેડૂત સુરજીતસિંહ રૃ. ૯ લાખનું દેવું આપી નહીં શકતા આપઘાત કરેલો. મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, મધ્ય પ્રદેશ, કર્ણાટક જેવા પ્રદેશોમાં આવા હજારો આપઘાત થયા છે. અરે, શ્રીવાસ રાઘવન નામના એક સિનીયર એડીટરે (સંપાદક) હોમ લોન લીધેલી અને એના હપ્તા નહીં ભરી શકતા આપઘાત કરેલો.

એવી ટોચની પાંચ બેન્કોનું લેણું એનપીએ જોઈએ તો-- ડીસેમ્બર ૩૧, ૨૦૧૫ના હિસાબે -
(૧) સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા (આપણા દેશની મોટામાં મોટી બેન્ક) રૃ. ૪,૦૨,૪૯,૦૦,૦૦,૦૦૦ (ખર્વ) છે.
(૨) બેન્ક ઓફ બરોડાનું રૃ. ૨૧૮૦૬૦૦૦૦૦૦૦ છે.
(૩) બેન્ક ઓફ ઇન્ડીયાનું રૃપિયા ૧૯૯૭૯૦૦૦૦૦૦૦ છે.
(૪) પંજાબ નેશનલ બેન્કનું રૃપિયા ૨૨૯૮૩૦૦૦૦૦૦૦ છે.
(૫) આઇ ડી બી આઈનું રૃપિયા ૯૬,૧૩,૦૦,૦૦,૦૦૦ (અબજ) છે.

આ ઉપરાંત બીજી બધી બેન્કોનું લેણું લગભગ ૪૦૦૦ કંપનીઓ પાસે છે. બેન્કોમાંથી જેઓ આ રકમ લોન તરીકે લે છે એ પોતાના વ્યકિતગત નામે નથી લેતા પણ કંપની ઊભી કરીને એ કંપનીના નામે લે છે એટલે કાયદેસર રીતે જે કંઈ થાય એ એને પોતાને ન થાય પણ કંપનીને થાય.

કીંગ ફીશર એરલાઇન્સ નામની વિમાની સર્વિસ કરનાર તેમજ દર વર્ષે પોતાની કંપનીના કેલેન્ડરમાં સૌંદર્યવાન આકર્ષક રૃપાંગનાઓના ફોટા પ્રગટ કરવા માટે જાણીતા 'વાઇન કીંગ' અને નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે એમના 'મહેમાન' બનીને ગુજરાતની દારૃબંધીની નીતિને ઢીલી કરાવીને ગુજરાતમાં દારૃ વેચવાનું કાવતરૃં કરનાર વિજય માલ્યા કોઈ પણ ધનકુબેર કરતાં ચઢિયાતા છે તો પણ એમણે બેન્કોના અબજો રૃપિયાનું 'કરી નાંખ્યું હોવા છતાં સરકાર કે બેન્કો કે કોંગ્રેસ કે ભાજપ કે કાયદો એમનો વાળ પણ વાંકો કરી શક્યા નથી. બેન્કો એને ડીફોલ્ટર જાહેર કરી દે તો પણ એમને રૃપિયા ધીરનાર લાઈનમાં ઊભા રહ્યા હોય છે.

માલ્યાને શરાબ ઉત્પાદનનો ઉદ્યોગ વારસામાં મળેલો. એનો એણે વિસ્તાર કર્યો. એટલે ઇંગ્લેન્ડ અને અમેરિકા સુધી એણે ભારતના શરાબનો ધંધો ફેલાવી દીધો. એમની પાસે ખર્વો રૃપિયા છે.

ઇંગ્લેન્ડ નજીક પેલા રામદેવને છે એવો એક ટાપુ પણ છે. એક સ્ટર્ડ ફાર્મ (રેસના ઘોડાઓની ઘોડા શાળ) પણ છે જેમાં ૨૦૦ જેટલા ઘોડા છે. (એક એક ઘોડાના ઉછેર અને સાચવણ પાછળ દર વર્ષે કરોડ કરોડ રૃપિયા ખર્ચ થતો હોય છે.) બેંગલોર, ગોવા, મુંબઈ ઉપરાંત ન્યુયોર્ક ન્યુયોર્ક સીટીમાં ટ્રમ્પ ટાવર્સમાં એમના ઘર છે. ફ્રેન્ચ રીવેરા હીલ પર પણ બંગલો છે. દક્ષિણ આફ્રિકામાં પણ એની સંપત્તિ છે. એની પાસે ૩૧૨ ફુટ લાંબુ જહાજ છે જેની કિંમત ૪૫,૦૦,૦૦,૦૦,૦૦ રૃપિયા છે. એના કાફલામાં ૧ ડઝન કરતાં વધારે વિન્ટેજ કાર છે. બેંગ્લોરમાં યુ.બી. સીટી નામનો એક મોટો લકઝરી મોલ પણ છે. માલ્યાનો ફિલ્મ અને ક્રિકેટ ઉદ્યોગમાં પણ સારો પ્રભાવ છે. એમણે જ્યારે આઈ પી એલમાં બેંગ્લોરની રોયલ ચેલેન્જર્સ ટીમ ૪૬૪ કરોડ રૃપિયામાં ખરીદેલી ત્યારે દુનિયાની આંખો ફાટી રહી હતી.

આવી ઐયાશીભરી જિંદગી જીવનાર માલ્યા આપણી બેન્કોના ખર્વો રૃપિયાનું 'કરી' નાંખ્યું છે.
'દેવું કરીને પણ ઘી પીવામાં' માનનાર માલ્યા બેન્કોના મોટામાં મોટા દેવાદાર છે. બેન્કોએ એમને નિયમો નેવે મૂકીને લોનો આપી છે તો પણ એમનો વાળ કોઈ વાંકો કરી શકતું નથી.

આવા માલ્યાઓના કારણે આપણી બેન્કોના પાંચ લાખ કરોડ રૃપિયા કરતાં વધારે રૃપિયા ડૂબી ગયા છે જે છેવટે તો મારે-તમારે જ ભરવા પડવાના !
આ એનપીએ મેળવવા માટે મોદી સરકાર ઘણા હાથપગ પછાડે છે પરંતુ કર્જદારો લેણું (કર્જ) ચુકવવા અસમર્થ છે કહીને હાથ ઊંચા કરીને ઊભા રહ્યા છે.

No comments:

Post a Comment