જૈન ધર્મનું ચુસ્ત પાલન કરતા અને શાસન સેવામાં સક્રિય એવા જય લાવણ્ય શ્રીજી મ.સા.ના પ્ર.શિષ્ય એવા પરમ પૂજ્ય સાધ્વીજી દિપ્તી પ્રજ્ઞાાશ્રી મ.સા. દ્વારા બે દિવસ પહેલા જીવદયા માટે એક યુવક ગ્રુપ ની સ્થાપના કરવામાં આવી છે. આ ગ્રુપ ગુજરાતભરના પાંજરાપોળોમાં રહેલા પશુઓ માટે કામ કરશે.
જીવદયા યુવક ગ્રુપની સ્થાપના કરવાનો મુખ્ય હેતુ અબોલ પશુ-પક્ષીઓ માટે કાર્ય કરવાનું છે આ ગ્રુપ માં જોડાવનાર યુવાનો દ્વારા પશુ-પક્ષી, ગૌવંશ સુરક્ષા, પાંજરાપોળની સંભાળ, ઘાયલ અબોલ જીવોની યોગ્ય સારવાર, ચબૂતરા- અવાડાની સફાઈ, વધેલા અનાજનો ગરીબોમાં વિતરણ કરીને અન્નના બચાવ કાર્ય, શેરી નાટકો દ્વારા વ્યસન મુક્તિ, લોક જાગૃતિ, પશુ આહાર માટે ઘાસચારાનું ઉત્પાદન કરવા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુત જાગૃતિ કરણ અભિયાન જેવા જીવદયાને લગતા અનેક કાર્યો કરાશે.
૧૫૦૦ બહેનનું નિઃશુલ્ક મંત્રજાપ કરી જાય છે
સાધ્વીજી દ્વારા બે વર્ષ પહેલા શ્રી ધર્મ-ભક્તિ પ્રેમ-કલ્ય નવકાર જાપ ગ્રુપની સ્થાપના કરાઈ હતી. આ ગ્રુપમાં ૧૫૦૦ જેટલી બહેન જોડાઈ છે જે અમદાવાદમાં કોઈ પણના ઘરે બર્થડે, અંતિમ સમય, મેરેજ એનિવર્સરી જેવા સારા કે દુઃખદ પ્રસંગે જઈને મંત્ર-જાપ કરે છે. એટલુ જ નહીં આ ગ્રુપની બહેનો કોઈના ઘરે જાપ કરવા જાય તો પોતાના ખર્ચે જ જાય છે.
અલગ અલગ ટીમમાં કામ કરશે જીવદયા ગ્રુપ
જીવદયા ગ્રુપની સ્થાપનાના બીજા જ દિવસે ૨૦૦ જેટલા યુવાનો આ ગ્રુપમાં જોડાયા હતા જે હવે ગીરીશ મહાજનના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમમાં વહેંચાઈને કોઈ પશુઓની હેલ્થ માટે કામ કરશે તો કોઈક ટુકડી અવાડા સાફ કરવા, પાંજરાપોળની વિઝિટ કરી તેમની જરૃરિયાતોનું લીસ્ટ બનાવવું, કતલખાને જતા ઢોર બચાવા જેવા વિવિધ કામો અલગ અલગ ટીમો દ્વારા કરાશે.
No comments:
Post a Comment