Friday, 15 January 2016

સબરીમાલા: મન, આત્મા અને દેહ શુદ્ધિની ‘મકરજ્યોત’


કેરળના સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દિવ્ય જ્યોતિ અથવા મકરજ્યોતિનાં દર્શન માટે ભાવિકોની જનમેદની ઉમટી હતી. કુદરતનો આ ચમત્કાર નિહાળવા માટે દક્ષિણ ભારતના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ આ મંદિરમાં આવે છે. પર્વતોની વચ્ચે આવેલું આ મંદિર એક પર્વતની ટોચ પર આવેલું છે. એવી માન્યતા છે કે અહીં દર્શન માટે આવનારાઓની માનતા પૂરી થાય છે.
કેરળમાં સમૃદ્ધ જંગળોની વચ્ચે આવેલ પ્રસિદ્ધ તીર્થ એટલે સબરીમાલા. પશ્ચિમી ઘાટ પર્વત શ્રેણીમાં આવેલા આ સ્થળનો પ્રાકૃતિક સૌંદર્ય આજે પણ પોતાનામાં પ્રાચીન માટે જાણીતું છે. ત્યારે જોઈએ એનું પૌરાણિક મહાત્મ્ય.
પૌરાણિક કથાઓ મુજબ સબરીમાલામાં હિન્દુ ભગવાન અયપ્પાએ ખતરનાક રાક્ષસ મહિષીને માર્યા બાદ તપસ્યા કરી હતી. સબરીમાલાનું મંદિર અનેક લોકો માટે એકતા, સમાનતા અને દુનિયાની તમામ સારાઇઓનું એક પ્રતીક છે. આ મંદિરનો સંદેશ છે કે સારાઈનો નરસાઈ ઉપર હંમેશા વિજય થાય છે અને અહીં પ્રત્યેક વ્યક્તિને ન્યાય મળે છે. આ એવા કેટલાંક મંદિરોમાંનું એક છે કે જે ભક્તોને વંશ, જાતિ અને ધર્મથી ઉપર જઈ સ્વીકારે છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુનાં એક અવતાર પરશુરામે પોતાનો પરશુ (કુહાડો)) ફેંકી સબરીમાલામાં અયપ્પાની મૂર્તિનું નિર્માણ કર્યુ હતું. સબરીમાલા સરકારના એક જાહેર સાહસ ત્રાણવકોર દેવાસ્મો બોર્ડ (ટીડીબી) હેઠળ આવે છે.
મકરવિલાક્કૂ અને મંડળપૂજા
સબરીમાલામાં મુખ્યત્વે બે વાર્ષિક ઉત્સવ ઉજવાય છે. તેમાં મકરસંક્રાંતિએ ઉજવાતો મકરવિલાક્કૂ ખૂબ જ પ્રસિદ્ધ છે અને તેમાં પાંચ લાખથી વધુ તીર્થયાત્રીઓ આવે છે. આ ઉત્સવ 14મી જાન્યુઆરીએ ઉજવાય છે. આ શુભ દિવસે ભગવાન અયપ્પાની મૂર્તિ મંદિરમાં પ્રતિસ્થાપિત કરાય છે અને તેને રાજવી આભૂષણોથી શણગારવામાં આવે છે. આ તહેવારનો આરંભ થિરુવાભરમણ જુલૂસ (દાગીનાઓની યાત્રા)થી થાય છે અને દાગીનાઓને પંડલમ મહેલથી લાવવામાં આવે છે. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આ જુલૂસ જોવા મંદિરમાં ઊભા રહે છે. આ ભવ્ય શોભાયાત્રા ધામધૂમથી અને આનંદ સાથે મુખ્ય મંદિર સુધી પહોંચે છે. આ પર્વ સાત દિવસ ચાલે છે અને સાતમા દિવસે ગુરુથી નામની એક વિધિ સાથે સંપન્ન થાય છે. આ વિધિ જંગલનાં દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે કરાયે છે. આ દિવસે મકર નામનાં એક શુભ ધ્રુવીય તારાનો આકાશમાં ઉદય થાય છે. મકરવિલાક્કૂ પોતાની ઇન્દ્રિઓની આધ્યાત્મિક સંતુષ્ટિ નક્કી કરે છે અને એ પણ નક્કી કરે છે કે આપ પોતાના મન, આત્મા અને શરીરને વાસ્તવમાં શુદ્ધ કરીને જ ઘરે જાઓ. સબરીમાલામાં એક પવિત્ર સ્થળ મુસ્લિમ સંત વાવરૂ સ્વામીને સમર્પિત છે. એટલે જ આ સ્થળ ધાર્મિક સહિષ્ણુતા અને સદ્ભાવનો પણ પ્રતીક ગણાય છે.
યાત્રા મુશ્કેલ, પણ આહ્લાદક
સબરીમાલાનો શાબ્દિક અર્થ છે રામાયણ કાળનાં પૌરાણિક ચરિત્ર સબરીની પર્વત શ્રેણી. સબરીમાલા પર્વતો પથનામથિટ્ટા જિલ્લાની પૂર્વે છે અને આ વિસ્તાર પેરિયાર ટાઇગર હિલ રિઝર્વ હેઠળ આવે છે કે જે કેરળના સૌંદર્યની ખાસિયતને આદર્શ રીતે ગ્રહણ કરે છે. સબરીમલાના મુખ્ય મંદિરના ઇષ્ટદેવ ભગવાન અયપ્પા અથવા સ્વામી અયપ્પા છે. જે શ્રદ્ધાળુ સબરીમાલા તીર્થ યાત્રાએ આવવા માંગે છે, તેમને 14 દિવસ સુધી માંસાહારી ભોજન તથા સાંસારિક સુખોનો ત્યાગ કરવાનો હોય છે. મંદિર તરફ એક લાંબી યાત્રામાં હર્યા-ભર્યા ઝાડ, નદીઓ સહિત અનેક દર્શનીય સ્થળો આવે છે અને પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં કમ સે કમ એક વખત આ રસપ્રદ અનુભવ ચોક્કસ લેવો જોઇએ. સબરીમાલા તીર્થયાત્રા નવેમ્બર માસના મધ્યથી શરૂ થઈ જાન્યુઆરીના ચોથા અઠવાડિયામાં સમાપ્ત થાય છે. જે લોકો પગપાળા ચાલી મંદિર જવાનું પસંદ કરે છે, તેમના માટે આ કઠિન યાત્રા છે, પરંતુ થકવનાર નથી, કારણ કે યાત્રા દરમિયાન આપને વૃક્ષો મળશે કે જે આપને આરામ, શાંતિ અને શરણ પ્રદાન કરે છે. સબરીમાલા દુનિયામાં સૌથી મોટા વાર્ષિક તીર્થ સ્થળ તરીકે ગણાય છે, કારણ કે અહીં દર વર્ષે 4થી 5 કરોડ ભક્તો આવે છે. અયપ્પાનું મંદિર 18 પર્વતો વચ્ચે છે કે જે એક સુરમ્ય દૃશ્ય છે. આ મંદિર સઘન જંગલો તથા પર્વતમાળાઓથી ઘેરાયેલાં છે અને એક પહાડ પર સમુદ્ર તલથી સરેરાશ ઉંચાઈ 1535 ફુટની ઉંચાઈ પર આવેલ છે.
કેવી રીતે જશો? (ડેસ્ટિનેશનલ પૉઇંટ તરીકે કેરળના પંબાનો નક્શો મૂકવો જોઇએ..)
આપ સબરીમાલા પંબા નગર વિસ્તાર દ્વારા પહોંચી શકો છો કે જે અન્ય મુખ્ય શહેરો સાથે રેલવે અને રોડ માર્ગથી જોડાયેલું છે. સબરીમાલ આવનાર લોકો માટે ટૂરિસ્ટ પૅકેજ અને સસ્તી હોટેલ્સ પણ દરેક મોસમમાં ઉપલબ્ધ હોય છે. અહીં રહેવા માટે સબરીમાલા ટાઉનશિપ પણ છે કે જેમાં કોઈ પણ સ્થાનિક રહેવાસી નથી. આ ટાઉનશિપ તીર્થયાત્રીઓ, દુકાનો અને હોટેલો સાથે વ્યસ્ત હોય છે.
(કનૈયા કોષ્ટી)

No comments:

Post a Comment