Tuesday, 12 January 2016

સ્‍વામી વિવેકાનંદજીના વિચારો સાથે યુવકોના ઘડતરનાં સંકલ્‍પ લઇએ


સમગ્ર ભારત વર્ષ જે મહાપુરૂષને યાદ કરે છે તેવા યુવકોના આદર્શ, હિમાલય જેવા અડીખમ, દૃઢ મનોબળ યુકત આકર્ષક મુદ્રા ધરાવનારા સ્‍વામીની જન્‍મ જયંતીને યુવા દિન તરીકે એ માટે ઉજવવામાં આવે છે કે તેઓએ પોતાની ભરયુવાનીમાં દેશ માટે ઉંડુ ચિંતન કર્યુ, દેશભ્રમણ કરી પ્રજાની નિર્બળતા, લાચારી, વિવશતા, દરિદ્રતા, હિનતા અને અનેક પ્રકારની નિર્બળતાઓ નિહાળી આ પ્રજામાં નવા પ્રાણ ફંકી કહયું ઉઠો, જાગો અને ધ્‍યેયની પ્રાપ્‍તિ માટે કટિબધ્‍ધ થાઓ, એ ધ્‍યેય કર્યુ ?

   શું ફેઇસ બુક, ટવીટર, નેટ અને એવા અનેક વળગણોમાં ચોવીસે કલાક ખોવાયા રહેલું ? શું ચેટીંગ કરતાં રહી મન હી મન ખ્‍યાલી પુલાવ પકવતાં રહેવું ? શું પાનના ગલ્લે કે એવા કોઇ વ્‍યસનના સ્‍થળે સતત ગામ ગપાટા માર્યા કરી જીવન જીવવું ? ના... ના...ના... મારા યુવક મિત્રો આપણે તેમના સ્‍વપ્‍નના ભારતના નિર્માણ કરવાનું કાર્ય હજુ બાકી છે. આપ સર્વે યુવાન મિત્રો સાચા અને સાર્થક ધ્‍યેયની પ્રાપ્‍તી માટે કટિબધ્‍ધ થા ઓ !

   રાષ્‍ટ્રીય શાળા અને રાજકુમાર કોલેજના ‘જંકશન' પરની તેમની પ્રતિમા કદીએ ધ્‍યાન થી નિહાળી છે ? રામકૃષ્‍ણ આશ્રમમાં જઇ તેમના પુસ્‍તકો નિહાળ્‍યા કે વાંચ્‍યા છે? કન્‍યાકુમારીના સાગર મધ્‍યે ‘રોક મેમોરિયલ' નિહાળ્‍યું છે કે જયાં સ્‍થિત તેમની પ્રતિમા સાગરને ચેલેન્‍જ કરતાં કહે છે કે આ યૌવન તારી જેમ જ ધુધવતું રહી હમ્‍મેશ સશકત, તાકાતવાન, આત્‍મ નિર્ભર : નિર્ભય અને ભ્રષ્‍ટાચાર વિહિત ભારતનું નિર્માણ કરશે. બિલ્‍કૂલ તેમની સાથે સ્‍થિત દક્ષિણ ભારતના સંત-સુધારક ‘તિરૂવલ્લુરવલજી' સ્‍વામીજીને જાણે કે પ્રોત્‍સાહન આપી રહ્યા હોય તેવી મુદ્રામાં દૃષ્‍ટિમાન છે જયાં જઇ બન્‍નેનો સંદેશ ઝિલવો જૂરી છે.

   સ્‍વામીજીની પ્રતિમાને ફૂલહાર કરી તેના ગુણગાન ગાવા એ જયંતીની સાર્થક ઉજવણી ન કરી કહેવાય. તેમના વિચારોને અનુરૂપ એક વર્ષમાં દશ યુવકોનું ઘડતર કરવાનો સંકલ્‍પ લઇ તેને સિધ્‍ધ કરવા કાટબધ્‍ધ થવું જોઇએ. તેમના નામે ચાલતી સંસ્‍થાઓ પહેલ કરશે ?

   મંદિરો, મઠો, તીર્થ સ્‍થાનો, એની પ્રતિષ્‍ઠા માટે તમે મને નિમંત્રણ આપો છો, અને મારી પાસેથી આશા રાખો છો કે  હું તેમાં સહયોગ આપું પણ મારા પ્‍યારા દેશવાસીઓ આજે મારો પ્રાણ તો એવું કરવા તડપી ઉઠયો છે કે, આ બધાંય મંદિરોને વેચી નાખી, તેમાંથી પ્રાપ્‍ત થનારી અપાર લક્ષ્મી વડે મારા કંગાલ ભારત દેશના આ જીર્ણશીર્ણ દેહવાળા, રોગીષ્‍ટ, દુર્બળ, ભુખ્‍યા સંતાનોનો ઉધ્‍ધાર કરૂં શું મંદિરો ઉભા કરવાની અત્‍યારે કોઇ જરૂર હોય શકે ખરી ? ના અત્‍યારે એની હરગિઝ જરૂર નથી. આજે જયારે મારો કોઇક સમયનો સુખદામ - વરદામ ભારત દેશ પોતાની અપાર અનંત વ્‍યથાઓને કારણે મૃત્‍યુ શટયા પર પડી, અસહ્ય યંત્રણ ભોગવી રહયો છે.

   ત્‍યારે તેને સંજીવની ની જરૂર છે. તે સંજીવની આપવાની તમારા વર્તમાન ધર્મ, કર્મ કે મંદિરો અને મઠો પાસે મુદલ શકિત રહી નથી. એ સંજીવની તમારી પોતાની પરમ પવિત્ર આત્‍મ શકિતમાંથી પેદા થઇ શકે તેમ છે. એના સર્જક તમે પોતે જ બની શકો તેમ છો. અંધશ્રધ્‍ધા, સામાજીક રૂઢિઓ અને ધર્મ વિષેના ખોટા ખ્‍યાલોની જે કાળ મીંઢ વ્રજશૃંખલાઓએ તમારા આત્‍માની આસપા ભરડો લઇ જે રીતે તમારા પ્રાણને રૂંધી રાખ્‍યો છે, એ શૃંખલાઓના જીવલેણ બંધનોને તોડવામાં જ તમારા દેશનું કલ્‍યાણ અને તમારા આત્‍માનું પરમ ગૌરવ છૂપાયેલા છે. તમારી આત્‍મશકિતને જાગૃત કરો. આ મૂઢમતિઓ! પથ્‍થરના મંદિરની નિર્જીવ મૂર્તિઓની પૂજા કરતાં પહેલાં તમારા પ્રાણ મંદિરમાં રહેલા શિવને ઓળખી કાઢવાનો  પ્રયાસ કરો. તમારા હૃદય મંદિરમાં સત્‍યનો દીવો પ્રગટાવીને એ અદ્રશ્‍ય સૌંદર્ય - મૂર્તિનું  દર્શન કરો... એનું જ પૂજન કરો.. એનું જ અર્ચન કરો... અને પછી.. તમે જે કંઇ કરી શકશો એ એવું અપૂર્વ, એવું આનંદદાયક અને નિઃસીમ સુખથી ભરેલું હશે કે આના હીન ભાગી ભારત દેશની એ ભવ્‍ય સિધ્‍ધિને સારૂં વિશ્વ આヘર્ય મુગ્‍ધ નેત્રે જોઇ રહેશે.

   -: સંકલન :-
   ડો. ગિરીશ જે. ત્રિવેદી
   (સેવા નિવૃત હિન્‍દી-પ્રોફેસર સૌરાષ્‍ટ્ર યુનિ. રાજકોટ) 
‘ઓમ' ૧ સોમનાથ સોસાયટી, ગલી નં. ર, રોઝરી સ્‍કુલ પાસે, 
૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.

No comments:

Post a Comment