એક પ્રેરક ઘટના... પંજાબના જાલંધરના નાકોદર જિલ્લાની એક કોર્ટમાં એક યુવતી શ્રુતીની નિમણૂક જજ તરીકે થઇ છે. સામાન્ય લાગતી આ ઘટનામાં અસામાન્યતા પડદા પાછળ રહેલી છે. જજ શ્રુતીએ સ્થાન ગ્રહણ કર્યું ત્યારે કોર્ટની બહાર એક ચાની લારીવાળા ગરીબ વડીલની આંખ આંસુથી છલકાઇ હતી. આ આંસુ હર્ષના હતા. આ વડીલનું નામ સુરેન્દ્રકુમાર છે. પેટિયું રળવા ચાની લારી કરી... પરિવારનું ગુજરાન ચલાવ્યું ... દીકરીને ભણાવી... આ દીકરી કોર્ટમાં જજ બનીને આવી હતી...
ગરીબ બાપની દીકરી શ્રુતિ પંજાબ સિવિલ સર્વિસ (ન્યાય)ની પરીક્ષામાં પ્રથમ ક્રમે પાસ થઇ હતી. એક વર્ષની તાલીમ બાદ પિતા જયાં ચા વેચે છે તે કોર્ટમાં જજ બનીને આવી.. પિતા સુરેન્દ્રભાઇએ આંસુ સાથે કહ્યું- ‘મને જે લોકો પરેશાન કરતા એ હવે સલામ ભરે છે...'
આ ન્યુઝ પ્રેરક છે અને સકારાત્મક છે. કરોડો લોકોને પ્રેરણા આપતા સમાચારમાં ભારતીય મીડિયાને રસ પડતો નથી, દેશના મોટા ગણાતા માધ્યમો માટે આવા સમાચારો ફાલતુ ગણાય છે. આપણે ભલે શ્રુતિ મેડમને ઓળખતા નથી, પણ તેમને અને તેમના પિતાશ્રીની સાધનાને સલામ કરીએ.
શ્રુતિ મેડમ જેવાને વારસાની હૂંફની જરૂર ન હોય, ક્ષમતા હોય તો તણખલા પણ પથ્થરો ફાડીને ઉગી નીકળે છે.
શ્રુતિ મેડમ જેવાને વારસાની હૂંફની જરૂર ન હોય, ક્ષમતા હોય તો તણખલા પણ પથ્થરો ફાડીને ઉગી નીકળે છે.
No comments:
Post a Comment