હનુમાનજીની સફળતા માટે સુંદરકાંડને યાદ કરવામાં આવે છે. શ્રીરામચરિત માનસના આ પાંચમાં અધ્યાયને લઇને લોકો મોટાભાગે ચર્ચા કરે છે કે, આ અધ્યાયનું નામ સુંદરકાંડ જ કેમ રાખવામાં આવ્યું છે ?
શ્રીરામચરિતમાનસમાં છે 7 કાંડઃ
શ્રીરામચરિત માનસમાં 7 કાંડ (અધ્યાય) છે. સુંદરકાંડ ઉપરાંત બધા જ અધ્યાયોના નામ સ્થાન અથવા સ્થિતિઓના આધાર પર રાખવામાં આવ્યાં છે. બાલલીલાનો બાળકાંડ, અયોધ્યાની ઘટનાઓનો અયોધ્યા કાંડ, જંગલના જીવનનો અરણ્યકાંડ, કિષ્કિંધા રાજ્યના કારણે કિષ્કિંધા કાંડ, લંકાના યુદ્ધનો લંકા કાંડ અને જીવન સાથે જોડાયેલાં પ્રશ્નોના ઉત્તર ઉત્તરાકાંડમાં ઉલ્લેખવામાં આવ્યો છે.
સુંદરકાંડનું નામ સુંદરકાંડ કેમ રાખવામાં આવ્યું છે ?
હનુમાનજી, સીતાજીની શોધમાં લંકા ગયા હતા અને લંકા ત્રિકુટાચલ પર્વત પર વસેલી હતી. ત્રિકુટાચલ પર્વત એટલે કે, અહીં 3 પર્વત હતાં. પહેલો સુબેલ પર્વત, જ્યાંના મેદાનમાં યુદ્ધ થયું હતું. બીજો નીલ પર્વત, જ્યાં રાક્ષસોના મહેલ વસેલાં હતા અને ત્રીજા પર્વતનું નામ છે સુંદર પર્વત, જ્યાં અશોકવાટિકા નિર્મિત હતી. આ અશોક વાટિકામાં હનુમાનજી અને સીતાજીની મુલાકાત થઇ હતી. આ કાંડની આ જ સૌથી મોટી ઘટના હતી, આ માટે જ તેનું નામ સુંદરકાંડ રાખવામાં આવ્યું છે.
સુંદરકાંડના લાભથી મળે છે મનોવૈજ્ઞાનિક લાભ
વાસ્તવમાં શ્રીરામચરિતમાનસના સુંદરકાંડની કથા સૌથી અલગ છે. સંપૂર્ણ શ્રીરામચરિતમાનસ ભગવાન શ્રીરામના ગુણો અને તેમના પુરૂષાર્થને દર્શાવે છે. સુંદરકાંડ એકમાત્ર એવો અધ્યાય છે જે શ્રીરામના ભક્ત હનુમાનજીની વિજયનો કાંડ છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોવા જઇએ તો આ કાંડ આત્મવિશ્વાસ અને પુરૂષાર્થને દર્શાવે છે. સુંદરકાંડના પાઠથી વ્યક્તિને માનસિક શક્તિ પ્રાપ્ત થાય છે. કોઇપણ કાર્યને પૂર્ણ કરવા માટે આત્મવિશ્વાસ મળી આવે છે.
હનુમાનજી જે વાનર હતા, તે સમુદ્રને પાર કરીને લંકા પહોંચી ગયા અને ત્યાં તેમણે સીતાની શોધ કરી લીધી. લંકાને બાળી અને સીતાનો સંદેશ લઇને શ્રીરામ પાસે તેઓ પાછા ફર્યા. આ એક ભક્તની વિજયનો કાંડ છે, જે પોતાની ઇચ્છાશક્તિના બળ પર એટલો મોટો ચમત્કાર કરી શકે છે. સુંદરકાંડમાં જીવનની સફળતાના મહત્વપૂર્ણ સૂત્ર પણ આપવામાં આવ્યું છે. આ માટે પૂર્ણ રામાયણમાં સુંદરકાંડને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે, તે વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે. આ જ કારણથી સુંદરકાંડનો પાઠ વિશેષ રૂપે કરવામાં આવે છે.
સુંદરકાંડના લાભથી મળે છે ધાર્મિક લાભઃ-
હનુમાનજીની પૂજા બધી જ મનોકામના પૂર્ણ કરનારી માનવામાં આવે છે. બજરંગ બલી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઇ જતાં દેવતા માનવામાં આવે છે. શાસ્ત્રોમાં તેમની કૃપા મેળવવા માટે ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. આ જ ઉપાયોમાંથી એક ઉપાય સુંદરકાંડનો પાઠ કરવાનો છે. સુંદરકાંડના પાઠથી હનુમાનજીની સાથે જ શ્રીરામની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. કોઇપણ પ્રકારની પરેશાની હોય, સુંદરકાંડનો પાઠ કરવાથી તે દૂર થઇ જાય છે. આ એક શ્રેષ્ઠ અને સૌથી સરળ ઉપાય છે. આ જ કારણથી ઘણા લોકો સુંદરકાંડનો પાઠ નિયમિતરૂપે કરે છે.
મોટાભાગે શુભ અવસરો પર ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રીરામચરિતમાનસના સુંદરકાંડનો પાઠ કરવામાં આવે છે. શુભ કાર્યોની શરૂઆત પહેલાં પણ સુંદરકાંડનો પાઠ કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જ્યારે પણ કોઇ વ્યક્તિના જીવનમાં વધારે પરેશાનીઓ હોય, કોઇ કામ બની રહ્યા ના હોય, આત્મવિશ્વાસની કમી હોય અથવા કોઇ સમસ્યા હોય, સુંદરકાંડનો પાઠ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે. ઘણા જ્યોતિષી અને સંત પણ વિપરીત પરિસ્થિતિઓમાં સુંદરકાંડનો પાઠ કરવાની સલાહ આપે છે. અહીં જાણો સુંદરકાંડનો પાઠ વિશેષરૂપથી કેમ કરવામાં આવે છે?
સુંદરકાંડના પાઠથી પ્રસન્ન થાય છે હનુમાનજીઃ-
એવું માનવામાં આવે છે કે, સુંદરકાંડના પાઠથી બજરંગ બલીની કૃપા ખૂબ જ જલ્દી પ્રાપ્ત થઇ જાય છે. જે લોકો નિયમિત રૂપથી તેનો પાઠ કરે છે, તેમના બધા જ દુઃખ દૂર થઇ જાય છે. આ કાંડમાં હનુમાનજી પોતાની બુદ્ધિ અને બળથી સીતાની શોધ કરી હતી. આ જ કારણથી સુંદરકાંડને હનુમાનજીની સફળતા માટે યાદ કરવામાં આવે છે.
No comments:
Post a Comment