Monday, 8 May 2017

કલાત્મક રજવાડી બળદગાડાઓ આજની ફેશન ટ્રેન્ડ...

આજના યુગમાં ભલે ખેડૂતોના બળદગાડાઓ લુપ્ત થતાં જોવા મળી રહ્યાં હોય,ત્યારે ફેશનના જમાનામાં વધતો જતો રજવાડી ગાડાઓનો ક્રેઝ આપણી સંસ્કૃતિના દર્શન કરાવતા પણ બન્યા છે.


cart


ઘણાં વર્ષોથી એક ગામથી બીજે ગામ ગાડું લઈને ભટકતા ગાડલીયા લુહાર જ્ઞાતિના લોકો આજે પણ પોતાની પાંચ ટેકો લઈને દેશભરના ગામડાઓમાં ભટકી રહ્યાં છે. આ લુહાર કોમના લોકો આજથી 400 વર્ષ પહેલા જ્યારે ચિત્રદુર્ગ (ચિતોડગઢ)ના સ્થાયી ગાડલીયા લુહાર રાજપૂતો વીર યોધ્ધાઓ તરીકે જાણીતા હતા. વતનની સ્વતંત્રતા માટે જાનની બાજી લગાવી દેતા હોવાનો ઈતિહાસ પણ સાક્ષી છે. ચિતોડગઢ મોગલોના હાથે પરાધીન થયા બાદ આ સમાજના વીર યોધ્ધાઓએ મહારાણા પ્રતાપ આગળ પાણી લઈને પાંચ પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી મારુ વતન મારો દેશ આઝાદ નહીં થાય ત્યાં સુધી કિલ્લા પર ચડીશુ નહીં અને સ્થાઈ ઘર બનાવીને રહેશું નહી. પોતાના રાજવી સમક્ષ ચિતોડગઢ પરત મેળવવા લીધેલી પાંચ ટેકો પૈકીની એક ટેકનું પાલન કરતા ગાડલીયા લુહાર કોમના લોકો આજે પણ પોતાના ઘરનો સામાન બળદ ગાડામાં લઈને એક ગામથી બીજે ગામ ભટકતા જોવા મળી રહ્યાં છે.તો બીજી તરફ આધુનિકયુઞમાં ઘટતા ગૌવંશ ગણાતા બળદોની સંખ્યાઓ વચ્ચે ખેડૂતોમાં પણ બળદગાડાઓ લુપ્ત થતા જોવા મળી રહ્યાં છે. આવા સમયમાં ગાડલીયા લુહાર કોમના લોકોના કલાત્મક રજવાડી બળદગાડાઓ આજની ફેશન બન્યાં છે.


                             Cart

રાજકોટના વિરપુરમાં રહેતા ગાડલીયા લુહાર હીરાભાઈ ચૌહાણ લાકડામાં કંડારેલ કલાત્મક નક્શીકામ તેમજ પિતળની જડતર સાથેના રજવાડી ગાડાઓ બનાવી રહ્યાં છે.ત્યારે આ આકર્ષક અને કિંમતી ગાડાઓએ આજે અમીરોના બંગલા,હોટેલ,ફાર્મહાઉસમાં શોપીસ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

યાત્રાધામ વિરપુરમાં હાથી,મોર,પોપટ,ફૂલ જેવા પિતળના ચિન્હો સાથેના જડતર અને કલાત્મક નક્શીવાળા હિરાભાઈના રજવાડી ગાડાઓ પ્રવાસીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

http://sandesh.com/traditional-cart-now-became-fashion-icon/

No comments:

Post a Comment