Saturday, 14 November 2015

ભાઈ બહેનના અમર પ્રેમના પ્રતિક : ભાઈ બિજ

દિવાળી પર્વના પાંચમાં દિવસે એટલે કાર્તક મહિનાના શુક્લ પક્ષની બીજની તિથીના દિવસે ભાઈ બિજનો પર્વ મનાવવમાં આવે છે. આ પર્વ 13 નવેમ્બર અને શુક્રવારના રોજ છે. આ પર્વને ભાઈ બહેનના અમર પ્રેમના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા પ્રમાણે આ દિવસે બહેનના ઘરે ભોજન કરવાથી ભાઈનું આયુષ્ય વધે છે. આ પર્વનું મહત્વ આ પ્રમાણે છે.
ધર્મગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે કાર્તક મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે યમુનાએ પોતાના ભાઈ યમને પોતાના ઘરે બોલાવીને ભોજન કરાવ્યું હતું. એ માટે આ તહેવારને યમ દ્વીતીયા પણ કહેવામાં આવે છે. ત્યારે યમરાજાએ પ્રસન્ન થઈને તેને વરદાન આપ્યું હતું કે આ દિવસે જે કોઈ વ્યક્તિ યમુનામાં સ્નાન કરીને યમનું પુજન કરશે મૃત્યું બાદ યમલોક જવું નહી પડે. સૂર્યની પૂ ત્રી યમુના તમામ કષ્ટોનું નિવારણ કરનાર દેવી છે. તેના ભાઈ મૃત્યુંના દેવતા છે. યમ દ્વીતીયાના દિવસે યમુના નદિમાં સ્નાન કરી યમરાજની પૂજા કરીવાનું મોટું માહાત્મય છે. આ દિવસે બહેન પોતાના ભાઈને કપાળ પર તિલક કરીને લાંબી ઉંમરની પ્રાર્થના કરે છે. સ્કંદ પુરાણમાં લખવામાં આવ્યું છે કે આ દિવસે યમરાજને પ્રસન્ન કરવાથી કે પૂજા કરવાથી મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.ધન-ધાન્ય, યશ અને દિર્ઘાયું પ્રાપ્ત થાય છે.


ભાઈના દીર્ઘાયુ માટે યમુનાએ માગ્યું'તું યમ પાસે વરદાન, આ છે પૌરાણિક મહત્વ

ભાઈના દિર્ઘાયુ માટે યમરાજા પાસે કરવામાં આવે છે પ્રાર્થના
 
સૌપ્રથમ બહેન અને ભાઈ બંન્ને મળીને યમ, ચિત્ર ગુપ્ત અને યમદુતોની પૂજા કરે છે અને બધાને અર્ધય આપે છે. બહેન પોતાના ભાઈની લાંબી ઉંમર માટે યમની પ્રતિમાંનું પૂજન કરે છે. પ્રાર્થના કરીને માર્કન્ડેય, હનુમાન, બલી, પરશુરામ, વ્યાસ, વિભિષણ, કૃપાચાર્ય તથા અશ્વત્થામા આ આઠ ચિરંજીવીઓને યાદ કરીને પોતાના ભાઈને ચિરંજીવી બનાવે તે પ્રાર્થના યમરાજ પાસે કરે છે.
 
ત્યારબાદ ભાઈ અને બહેના સાથે ભોજન ગ્રહણ કરે છે.ભોજન બાદ બહેન પોતાના ભાઈને માથા પર તિલક લગાવે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. જેમાં સ્વર્ગ, આભુષણ, વસ્ત્ર જેવી પ્રમુખ વસ્તુંઓ આપવામાં આવે છે. લોકોમાં એક વાત એ પણ પ્રચલિત છે કે જો આ દિવસે બહેન પોતાના હાથથી ભાઈને ભોજન કરાવે તો ભાઈને દિર્ઘાયું પ્રાપ્ત થાય છે. અને તેના જીવનમાં આવેલા કષ્ટો દુર થાય છે.

ભાઈ બીજની રોચક કથા
 
સૂર્યની પત્ની સંજાને બે સંતાનો હતા. સંજાના પૂત્રનું નામ યમરાજ હતું અને પૂત્રીનું નામ યમુના હતું. સંજા પોતાના પતિ સૂર્યનો તેજ સહન નહી કરી શકવાના કારણે ઉત્તર ધ્રુવમાં છાયો બનીને રહેવા લાગી. જ્યાંથી તાપ્તી નદી અને શનિશ્વરનો જન્મ થયો. એ જ છાયાથી સદાને માટે યુવા રહેનારા અશ્વિનિકુમારનો જન્મ થયો. જે દેવતાઓના વૈદ્ય માનવામાં આવતા હતાં. ઉત્તરધ્રુવમાં વસ્યા પછી સંજા (છાંયા)નો યમ તથા યમુના સાથેના વ્યવહારમાં અંતર આવવાં લાગ્યું. જેનાથી વ્યથિત થઈને યમે પોતાની નગરી યમપુરી વસાવી. યમુના પોતાના ભાઈ યમને પાપીઓને દંડ દેતા જોતી ત્યારે તે પોતે દુખી થતી હતી. એ માટે તે પોતાના ભાઈની યમપુરી છોડીને ગોલોક ચાલી ગઈ. સમય વિતતો રહ્યો. ઘણા વર્ષો બાદ અચાનક એક દિવસ યમને પોતાની બહેન યમુનાની યાદ આવી . યમે પોતાના દુતોને યમુનાની ભાળ મેળવવા આદેશ કર્યો. પરંતુ યમુના ક્યાંય પતો લાગ્યો નહીં. પછી યમ સ્વયં પોતે યમુનાને ગોતવા માટે ગોલોક ગયા જ્યા તેનો ભેટો યમુના સાથે થયો. આટલા બધા દિવસો બાદ યમુના પોતાના ભાઈને મળીને ખુશ હતી. યમુનાએ ભાઈનું સ્વાગત કર્યું અને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. યમુનાથી પ્રસન્ન થઈને યમે તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે યમુનાએ ભાઈ પાસે વરદાન માંગ્યું કે હે ભાઈ જે મારાં જળમાં સ્નાન કરે તે વ્યક્તિ કે મનુષ્યને ક્યારેય યમપુરી જવું ન પડે. આ સાંભળીને યમ ચિંતત થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ વરદાનથી તો યમપુરીનું અસ્તિત્વ જ નહીં રહે. ભાઈની ચિંતા જોઈને બહેન યમુના બોલી ઉઠ્યાં ભાઈ તમે ચિંતા કરશો નહીં મને એ વરદાન આપો કે જે લોકો આજના દિવસે જે લોકો પોતાની બહેનના ઘરે ભોજન કરે તથા મથુરા નગરીમાં આવેલા વિશ્રામધાય પર સ્નાન કરે તે વ્યક્તિ મૃત્યું બાદ યમપુરીમાં નહી આવે. યમરાજાએ આ વાતનો સ્વિકાર કર્યો અને વરદાન આપ્યું. બહેન અને ભાઈના મિલનના આ પર્વ હવે ભાઈ બીજના નામે ઉજવવામાં આવે છે. 

No comments:

Post a Comment