Saturday, 14 November 2015

નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ = બાળ દિવસ (14 નવેમ્બર, શુક્રવાર)

 કહેવાય છે કે બાળક સાક્ષાત ઈશ્વરનું જ સ્વરૂપ હોય છે, કારણ કે તેમના મનમાં કોઈપણ પ્રકારનો રાગ, દ્વેષ, ધૃણા, લાલચ વગેરે ખરાબ વિચારો નથી હોતા. તેમનું મન એકદમ સાફ હોય છે. તેઓ જે પણ કહે છે કે કરે છે તે સાચા મનથી જ કરે છે. કોઈ બાળકને ખુશ જોઈને આપણે ઈશ્વરને પ્રસન્ન કરી શકીએ છીએ. 

આપણા ધર્મગ્રંથોમાં એવા અનેક બાળકો વિશે જણાવ્યું છે જેમણે નાની ઉંમરમાં જ એવા કામ કર્યા, જેને કરવું કોઈની વશની વાત ન હતી. પરંતુ પોતાની ઈમાનદારી, નિષ્ટા અને સમર્પણના બળથી તેમને મુશ્કેલ કામ પણ ખૂબ જ આસાનીથી કરી દીધા. બાળ દિવસ(14 નવેમ્બર, શુક્રવારના દિવસે અમે તમને એવા જ કેટલાક બાળકો વિશે બતાવી રહ્યા છીએ-

 માર્કંડેય ઋષિ –

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ
 
પૌરાણિક માન્યતા અનુસાર માર્કંડેય ઋષિ મર્કંડુ ઋષિના પુત્ર હતા. તેમણે મહામૃત્યુંજય મંત્રથી યમરાજાને પણ હરાવ્યા હતા અને સંસારમાં મૃત્યુને પણ જીતવાનો એક પ્રયોગ રજૂ કર્યો હતો. પૌરાણિક પ્રસંગ અનુસાર મર્કંડુ ઋષિને જ્યારે લાંબા સમય સુધી સંતાન સુખ ન મળે તો તેને સપત્નીક શિવ ભક્તિ કરી. તપસ્યાથી પ્રગટ થયેલા શિવજીએ તેને પૂછ્યું કે તે ગુણહીન દીર્ઘાયું પુત્ર ઈચ્છો છો કે ગુણવાન 16 વર્ષનો અલ્પાયુ પુત્ર. ત્યારે મર્કડુ ઋષિએ બીજી વાત પસંદ કરી. પોતે ઓછું જીવવાના છે તે જાણી માર્કંડેય ઋષિએ સપ્તર્ષિઓ પાસેથી મહામૃત્યુંજય મંત્રની દીક્ષા લીધી. આ મંત્રના પ્રભાવથી જ્યારે યમરાજ તેને લેવા માટે આવ્યા ત્યારે તેણે શિવલિંગને આલિંગન કરી લીધું અને મહાકાળે પ્રસન્ન થઈને કાળના સંદેશક યમરાજને પાછા મોકલી દીધા. અને દીર્ઘાયુ તરીકે પ્રસિદ્ધ થયા.

બાળક ધ્રુવ –

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ

 શ્રીમદ્ભાગવતપુરાણના પ્રસંગો અનુસાર બાળક ધ્રુવ પોતાના પિતા રાજા ઉત્તાનપાદના ખોળામાં બેઠેલો હતો ત્યારે અપર માતાએ તેને ઉતારી દીધો અને પોતાના દિકરાને બેસાડી દીધો. બાળક ધ્રુવ પોતાની માતા સુનીતિ પાસે ગયો. માતાએ તેના દુઃખને જાણીને, ભગવાનની ભક્તિ દ્વારા જ લોકો-પરલોકનું સુખ મેળવવાનો રસ્તો જણાવ્યો, ભગવાનની ભક્તિ દ્વારા જ લોક-પરલોકના સુખ મેળવાનો રસ્તો ઉકેલ્યો. માતાની વાતોથી જાગેલા જ્ઞાનથી બાળક ધ્રુવે ઘર છોડી દીધું.
 
રસ્તામાં દેવર્ષિ નારદની કૃપાથી ऊं नमो भगवते वासुदेवाय મંત્રની દિક્ષા લીધી. તેના તપથી વિષ્ણુભગવાન પ્રકટ થયા. ભગવાને તેને સુખ, ઐશ્વર્ય મળે તેવું વરદાન તો આપ્યું જ પણ સાથે વરદાન આપ્યું કે નક્ષત્રલોકમાં તારો વાસ થશે અને પ્રલય કાળમાં પણ તારો નાશ થશે નહીં. આથી તે ઉત્તરમાં ધ્રુવના તારા તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું.

ગુરુભક્ત ઉપમન્યુ 
 
બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ

ઘણા વર્ષો પહેલા એક આશ્રમમાં ધૌમ્ય ઋષિ રહેતાં હતાં. તેમની સાથે તેમના અનેક શિષ્યો પણ રહેતાં હતાં.ઋષિમુનિ શિષ્યોને મહેનતનો ગુણ તેમજ અનુશાસનમાં રહેવાનું શીખવતા હતા.ઉપમન્યુ પણ ધૌમ્ય ઋષિના શિષ્યોમાંનો જ એક હતો.હું તને આશ્રમની ગાયોની જવાબદારી સોંપુ છું.ગુરુદેવ જેવી તમારી આજ્ઞા.ઉપમન્યુ દરરોજ ગાયોને ચરાવવા લઇ જતો અને સાંજે આશ્રમમાં પાછી વાળતો. ઉપમન્યુ તું બપોરે શું જમે છે?હું બાજુના ગામમાં જઇને ભિક્ષા માગું છું. તે લોકો જે આપે છે તે ખાઇ લઉ છું. ઋષિમુનિએ કહ્યું, ‘તું મારી આજ્ઞા વિના ભોજન ન કરી શકે. કાલથી તું એ બધું ભોજન આશ્રમમાં લાવજે.’ઉપમન્યુ પોતાની ભૂખ સંતોષવા દૂધ પીવા લાગ્યો.ધૌમ્ય ઋષિને આ વાતની ખબર પડી ત્યારે ઉપમન્યુને કહ્યું...મને ખબર પડી છે કે, તું ગાયનું દૂધ પીવે છે. ગાયના દૂધ ઉપર ફક્ત તેના વાછરડાનો અધિકાર હોય છે. ઋષિમુનિના કહેવાથી ઉપમન્યુએ ગાયનું દૂધ પીવાનું છોડી દીધું.ઉપમન્યુ પોતાની ભૂખ સંતોષવા ઝાડના પાનનો રસ પીવા લાગ્યો. એ પાન ઝેરી હતા. પાન ખાતી વખતે તેને ધ્યાન ન રહેવાથી પાનના ટીપાં તેની આંખમાં પડ્યાં અને તે અંધ થઇ ગયો. ચાલતાં-ચાલતાં તે ખાડામાં પડી ગયો.સાંજ પડતા ગાય આશ્રમ તરફ પરત ફરી, ત્યારે..પરંતુ સાથે ઉપમન્યુ ન હોવાથી ઋષિને ચિંતા થઈ.ધૌમ્ય ઋષિ ઉપમન્યુને શોધવા નીકળી પડ્યાં, ત્યાં એક ખાડામાં ઉપમન્યુ પડેલો દેખાયો. ઉપમન્યુ,આ તને શું થયું?ઝેરી વનસ્પતિના પાનનો રસ આંખમાં પડવાને લીધે હું અંધ થઇ ગયો છું. બેટા, તું અશ્વિનીકુમાર અને રેવંતને પ્રાર્થના કર. ઉપમન્યુ પ્રાર્થના કરવા લાગ્યો.વત્સ, આ ફળ ખા, તું સાજો થઇ જઇશ.માફ કરજો, હું ગુરુની આજ્ઞા વગર ફળ નહીં ખાઇ શકું.બેટા, તું આ ફળ ખાઇ લે.હું તારી ગુરુભક્તિ જોઈને ખુશ છું.

એકલવ્યની ગુરુભક્તિ-

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ

 બાળક એકલવ્યને બેજોડ ધનુર્વિદ્યા તથા અદ્દભૂત ગુરુ ભક્તિ માટે ઓળખવામાં આવે છે.  મહાભારતનો આ પ્રસંગ છે કે દ્રોણાચાર્યએ એકલવ્યને ધનુર્વિદ્યા શિખવવાની માનાઈ કરી હતી. ત્યાર પછી જ્યારે એક વાર ગુરુ દ્રોણ કૌરવો અને પાંડવોને લઈને ફરવા નીકલ્યા તો તેની સાથે એક કુતરો પણ હતો. જ્યારે એક ઝૂપડી પાછળ આવ્યા ત્યારે તે કુતરો ભસવા લાગ્યો અને કોઈ પણ રીતે શાંત ન થયો ત્યારે થોડીવારમાં કોઈ જગ્યાએથી બાણની વર્ષા થઈ અને કુતરાનું મુખ બાણથી ભરાઈ ગયું છતાં લોહીનું એક બુંદ પણ ન પડ્યું. ત્યારે તે ઝૂપડીમાં દ્રોણાચાર્ય જોવા ગયા કે આ કેવું આશ્ચર્ય, કોણે કર્યું? જોયું તો ત્યાં એકલવ્ય હતો. પોતાની ઈચ્છાશક્તિથી તેણે આ અભૂતપૂર્વ ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી હતી. પણ દ્રોણાચાર્યએ અર્જુનને શ્રેષ્ઠ ધનુર્ધારી કહ્યો હતો માટે તેનું વચન ખોટું ન પડે તે માટે તેમણે એકલવ્યનો અંગુઠો કાપી લીધો હતો.  છતાં તે અંગૂઠા વગર પણ શ્રેષ્ઠ ધનુષ્યપારંગત બન્યો હતો.

ભક્ત પ્રહ્લાદ -

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ
 
હિરણ્યાકશ્યપુ અને કયાધુના પુત્ર પ્રહ્લાદ હતો. જન્મથી પ્રહ્લાદ વિષ્ણુભક્ત હતો. તેની વિષ્ણુભક્તિથી તેના પિતા નારાજ હતા. પ્રહ્લાદને વષ્ણુ ભક્તિ  છોડાવવા માટે હિરણ્યાકશિપુએ ઘણાં પ્રયત્ન કર્યા. ભયાનકમાં ભયાનક પ્રયોગો કર્યા, દર વખતે પ્રહ્લાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય| નામના મંત્રથી તે છૂટી જાય છે. આખરે નરસિંહ અવતાર ધારણ કરીને હિરણ્યાકશિપુનો વિષ્ણુભગવાને વિનાશ કર્યો. આથી એક બાળકના કારણે હિરણ્યકશિપુના ત્રાસમાંથી લોકોનો છુટકારો થયો.

નચિકેતા –

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ
 
નચિકેતા બાળક હતો. જેની પિતૃભક્તિ અને આત્મજ્ઞાનની આગળ મૃત્યુના દેવતા યમરાજે પણ નતમસ્તક થવું પડ્યું. બાળક નચિકેતા અને યમરાજની વચ્ચે થયેલો સંવાદ મૃત્યુ અને જીવનની બહુ મોટી ફિલોસોફી મળે તેવો છે. જેનો ઉલ્લેખ કઠોપનિષદમાં મળી આવે છે.
પ્રસંગ અનુસાર ઉદ્દાલક ઋષિ નચિકેતાના પિતા હતા. એક વાર તે વિશ્વજીત નામનો યજ્ઞ કરી રહ્યા હતા, જેમાં તે ગાયનું દાન કરી રહ્યા હતા. આ ગાય વૃદ્ધ હતી તેથી નચિકેતાએ તેને સમજાવ્યા પણ ન માનતા તેણે પૂછ્યું મને કોને આપશો? ત્યારે તેના પિતાએ જવાબ આપ્યો કે તને મૃત્યુ-યમરાજાને આપીશ. પિતાના આ વાક્યથી તેને દુઃખ પણ થયું પરંતુ સત્યની રક્ષા માટે નચિકેતાએ મૃત્યુના દાન કરવાનો સંકલ્પ પિતા પાસે પૂરો કરાવ્યો. એ સંકલ્પ અનુસાર યમના દરબાર સુધી પહોંચ્યો પણ ત્યાં યમરાજ ન હતા. જ્યારે યમરાજના દર્શન થયા ત્યારે નચિકેતાને પાછા વળી જવા યમરાજે ઘણો સમજાવ્યો પણ તે માન્યો નહીં. તેની દ્રઢશક્તિ જોઈ અને મૃત્યુના દેવ યમરાજે તેને વરદાન માગવા કહ્યું. ત્યારે નચિકેતાએ પહેલું વરદાન પિતાનો સ્નેહ માગ્યો. બીજું વરદાન અગ્નિની વિદ્યા જાણી, ત્રીજું વરદાન આત્મજ્ઞાન માગ્યું. તેના બલામાં યમરાજાએ તેને સાંસારિક સુખ આપવાનું કહ્યું પણ નચિકેતા પોતાના દ્રઢઈચ્છાશક્તિ પર ટકી રહ્યો. તે જોઈ યમરાજે તેને આ ત્રણે વરદાન આપ્યા. ત્યાંથી પાછા આવી વિશાળ જ્ઞાનબુદ્ધિ સાથે નચિકેતાએ હજારો વર્ષો રાજ કર્યું.

પિપ્પલાદ –
 
બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ

મહર્ષિ પિપ્પલાદને વિશેષ રીતે શનિગ્રહની પીડા દૂર કરવા માટે સ્મરણ કરવામાં આવે છે. ભવિષ્યપુરાણમાં તેની પિપ્પલાદ નામે પ્રસિદ્ધ થવા માટેની કથા છે. ત્રેતા યુગમાં ભયાનક દુષ્કાળ વખતે કૌશિક મુનિ અને પોતાની પત્ની તથા પુત્રોની સાથે સ્થાન છોડીને ચાલ્યા ગયા. ત્યારે તેમણે રસ્તામાં તેના બાળકને છોડી દીધો. આ બાળકે ભૂખ્યા-તરસ્યા માત્ર પિપળાના પાન ખાયને પિપળાના ઝાડ નીચે આશ્રય લીધો.
એક દિવસ ત્યાંથી નારદજી પસાર થયા તેમણે ऊँ नमो भगवते वासुदेवाय મંત્રની દીક્ષા આપી. બાળકે તો એ મંત્રથી અનુષ્ઠાન કર્યું અને વિષ્ણુજી પ્રસન્ન થયા. એકવાર આ બાળકે પોતાની પીડા સહન થઈ નહીં તેથી નારદજીને તેનું કારણ પૂછ્યું તો તેણે શનિગ્રહનું કહ્યું. પિપ્પલાદે એવા તેજથી શનિ સામે જોયું કે તે ગ્રહ પૃથ્વી પર પડી ગયો. માનવામાં આવે છે જમીન પર પડવાતી શનિનો પગ તૂટી ગયો. શનિની દુર્ગતિ થઈ. દેવતાઓએ પિપ્પલાદને વિનંતી કરી, પછી જ તેને પિપ્પલાદે શનિને છોડ્યો. ત્યારથી પિપ્પલાદનું નામ શનિની પીડા દૂર કરવા માટે લેવામાં આવે છે.

બાળહનુમાન -

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ
 
પૌરાણિક પ્રસંગ એ પણ છે કે બાળપણમાં એક વાર હનુમાનજીએ એક છલાંગ સાથે જ ઉગતા સુરજને ગળી લીધો હતો, તેથી ધરતી પર અંધકાર છવાઈ ગયો હતો. દેવતાઓની વિનંતીથી પછી સૂર્યને છોડ્યો. સૂર્યદેવે તેને વેદ-વિજ્ઞાનમાં કુશળ બનાવ્યા, તો બ્રહ્મદેવે ત્રણ વરદાન આપ્યું, જેમાં બ્રહ્માસ્ત્રની અસર ન થાય તે પણ સામેલ હતું, જે અશોકવાટિકામાં કામ આવ્યું. ઈન્દ્રએ ઈચ્છામૃત્યુનું વરદાન આપ્યું, વિશ્વકર્માએ ચિરંજીવી થવાનું વરદાન આપ્યું. યમ, કુબેર, શંકર, અગ્નિ અને સૂર્યદેવે પણ વરદાન આપ્યું.

ભગવાન વામન –

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ
 
વિરાટ  રૂપધારી ભગવાનથી જ્યારે અસુરપતિ બલિરાજ સામે કશું ન ચાલ્યું ત્યારે વિરાટમાંથી બાળક બનવું પડ્યું. તેણે બાળકનું રૂપ લઈને ત્રણેય લોક જીતવા જઈ રહેલા બલિરાજ પાસેથી ત્રણ ડગલામાં ત્રણ લોક માંગી તેના યજ્ઞનો નાશ કર્યો હતો. શુક્રાચાર્યની શક્તિઓ પણ ત્યારે ન ચાલી અને બલિપરાજીત થઈને પાતાળમાં ગયો.

આદિગુરુ શંકરાચાર્ય –

બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ
 
હિન્દુ ધર્મની માન્યતાઓમાં આદિગુરુ શંકરાચાર્ય શંકર ભગવાનનો અવતાર માનવમાં આવે છે. સાત-આઠ વર્ષની ઉમરમાં તેઓ વેદ-વેદાંગ પારંગત થઈ ગયા હતા. 12 વર્ષની ઉમરે તેમણે ગીતા પર ભાષ્ય આપેલું અને 16 વર્ષની ઉમરે બ્રહ્મસૂત્ર પરના ભાષ્યની રચના કરી હતી. બાળપણથી લઈને માત્ર 32 વર્ષની ઉમરમાં જ કેદારનાથમાં દેહ ત્યાગ કર્યો હતો અને તેટલા સમયગાળમાં સમગ્ર સનાતન ધર્મપરંપરાને જાગૃત કરી હતી. તેમણે 4 ધામ, 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી.

સંત જ્ઞાનેશ્વર –

 બાલદિન SPL: નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા'તા મહાન ચમત્કારિક કામ

બારમી સદીમાં મહારાષ્ટ્રના મહાન સંત જ્ઞાનેશ્વરે પણ 21 વર્ષની ઓછી ઉમરમાં જ સમાધી લઈ લીધી. પરંતુ તેના પહેલા તેને 16 વર્ષ સુધીમાં તેમણે શ્રીમદ્બાગવતગીતા પર ભાષ્ય રચી દીધું, જે જ્ઞાનેશ્વરીના રૂપમાં વિખ્યાત છે. તેમાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગથી જોડાયેલી વાતો કરી હતી.સંત જ્ઞાનેશ્વરનું બાળપણ પણ મુશ્કેલીમાંથી પસાર થયું. તેની પાછળ તેના સંન્યાસી પિતાના ગુરુના આદેશ પર ફરીથી ગૃહસ્થ જીવન અપનાવ્યું હતું. તેના ગુરુ નિવૃત્તિનાથ હતા.

No comments:

Post a Comment