Thursday, 8 October 2015

સદીઓ પહેલાં ભણાવ્યા'તા સાસુ-વહુના સંબંધોના પાઠ - ગંગાસતી અને પાનબાઈ

આ મહાન સ્ત્રીએ સદીઓ પહેલાં ભણાવ્યા'તા સાસુ-વહુના સંબંધોના પાઠ!

સદીઓ પહેલા ગુજરાતની આ બે સ્ત્રીઓ સાસુ વહુના સંબંધોને આજના વર્તમાન સંબંધો સાથે સરખાવી ગઈ.સાસુ વહુની આ બેલડી વર્તમાન સમયમાં સાસુ વહુના સંબંધો અંગેના પાઠ પણ સમાજને આપતી ગઈ.જે હાલના સમયમાં ઘણી જગ્યાએ સાર્થક થતા જોવા મળે છે.જાણો આગળ ગુજરાતની આ મહાન બે સ્ત્રીઓ વિશે જેણે શીખવ્યુ છે આજના સમયમાં સાસુ વહુના સંબંધો અંગેનુ મેનેજમેન્ટ.
પુત્રી,પત્ની અને માતાનો સંગમ જેમાં થાય તે એટલે સ્ત્રી,પણ એક એવી ગુજરાતી નારી આપણી સંસ્કૃતિને ભજનો થકી તો ઉજળી કરતી ગઈ પણ સમાજમાં શ્રેષ્ઠ સાસુનુ પણ ઉત્તમ ઉદાહરણ હંમેશને માટે છોડતી ગઈ.આ સાસુ વહુની બેલડી એટલે ગંગાસતી અને પાનબાઈ.જેણે સંસારના સૌથી વધુ મહત્વના સંબંધોને આજની લાઈફ સ્ટાઈલમાં તે સમયે ખુબ મર્યાદા અને હુંફ સાથે જીવી બતાવ્યા.આગળ જાણો ગંગાસતી અને પાનબાઈ વિશેની અજાણી વાતો.
ગંગા સતીનો જન્મ 1781માં ભાવનગરના રાજપરા ગામમાં થયો હતો.તેમના લગ્ન સમઢિયાળાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા.તેમને રાજબા અને હરિબા અને અજિતસંગ નામનો પુત્ર હતો.અજીતસંગના લગ્ન પાનબાઈના મોટાબહેન મનબાઈ સાથે થયા હતા,પણ અજીતસંગના કાળા કામની જાણ થતા માનબાઈ લગ્ન સમયે ઝેર પીને મૃત્યુને વર્યા તેથી તેમના પિતાએ આબરુ બચાવવા પાનબાઈના લગ્ન અજીતસંગ સાથે કરી દીધા આ અંગે ગંગાસતીને જાન વળવ્યા બાદ જાણ કરવામાં આવી છત્તા ગંગાસતીએ પાનબાઈને દીકરી ગણી સ્વીકારી લીધા,પણ અજીતસંગને આ અંગેની જાણ થતા તે પાનબાઈને છોડીને ચાલ્યા ગયા.પછી આ સાસુ વહુની બેલડી વચ્ચે માત અને પુત્રીથી વિશેષ સંબંધ કેળવાયો,ગંગાસતી ભજનો રચતા અને રોજ પાનબાઈને સંભળાવતા અને સમજવતા.
ગંગાસતીએ પોતાની પુત્રવધુ પાનબાઈને ઉદ્દેશીને અનેક ભજનો રચ્યા છે.જેમાં તેમણે આ ભજનની રચાના કરી હતી કે-
‘મેરુ રે ડગે ને જેના મન નો ડગે રે પાનબાઈ,
મરને ભાંગી પડે બ્રહ્માંડ રે !
વિપત પડે પણ વણસે નહિ રે,
એ તો હરિજનના પરમાણ રે !
આ ભજનનો અર્થ એવો છે કે એક જ ફેરામાં એક ભવ શોભે છે.વારંવાર ફેરા ફરતા રહીએ તો સાચા ફેરા ભુલી જવાય છે.જીવનમાં ગમે તેટલી મુશકેલી આવે પણ મનને ડગવા ન દેશો આ મર્મ સમજાવી ગંગાસતીએ પોતાના પુત્રએ પાનબાઈ સાથે કરેલા અન્યાયની ટીકા કરી.
પોતાનો પુત્ર ઘર છોડીને ગયા બાદ પુત્ર વધુનુ દુઃખ ઓછુ કરવા ગંગાસતીએ પાનબાઈને ભક્તિના માર્ગે વાળી દીધા અને પોતે પણ સાદાઈ ધારણ કરી લીધી.છેલ્લા શ્વાસ સુધી તેમણે પાનબાઈને સાથે આપી આ સંબંધને મહાન બનાવ્યો.તમને જાણીને નવાઈ લાગશે કે ગંગાસતીએ સમાધી લીધાના ત્રીજા જ દિવસે તેમની પુત્ર વધુએ પણ સમાધી લઈ મૃત્યુને પણ માતા સમાન સાસુ સાથે વહાલુ કર્યુ.આમા આ બંને મહાન નારીઓ સદીઓ પહેલા સાસુ વહુના સંબંધોને માતા-પુત્રીના સંબંધોની ઉપમા આપતી ગઈ એટલુ જ નહી આ સંબંધોને જીવી બતાવ્યા.આજના સમય માટે સદીઓ પહેલા તેમણે આપણને એક અનોખી સમજ આપી દીધી.


No comments:

Post a Comment