Wednesday, 7 October 2015

શૂરવીરોનાં પાળિયા


શૂરવીરોનાં પાળિયા - સત્ય ઘટનાનો પ્રસંગ 

Image result for paliya

સૌરાષ્ટ્ર ( કાઠિયાવાડ, સોરઠ ) સંત, શૂરા અને સતિઓની ભૂમિ છે, સૌરાષ્ટ્ર બલિદાન અને સમર્પણના ઇતિહાસનાં સાક્ષી એવા પાળિયા ગામે ગામ જોવા મળે છે, પાળિયા બોલતા નથી પણ ધર્મ રક્ષણ કાજે, બહેન દિકરીની લાજ બચાવવા કાજે, આપેલા વચન કાજે, કે પછી શરણે આવેલા શરણાગતની રક્ષા કાજે , યુધ્ધે ચડેલા શૂરવિરોનો ઈતિહાસ બોલે છે, સૌરાષ્ટ્રના એવા જ એક ગામમા આવેલા શૂરવિરોના પાળિયાની વાત આજે કરવી છે, વાત તો એવી છે કે શરણે આવેલા શરણાગત ની રક્ષા કાજે શૂરવિરો ધિંગાણે ચડ્યા અને પોતાના પ્રાણ આપીને શરણે આવેલાની રક્ષા કરી હતી, આજે પણ તેના પાળિયા હોંકારો દેતા મૂળી ગામે ઉભા છે,

સૌરાષ્ટ્રના મૂળી ગામની વાત છે, એક વખત સૌરાષ્ટ્રમા વરસાદના અભાવે દુકાળ પડેલો , આવા સમયે દરેક ગામમા પશુઓને ખવડાવી શકાય એવા ઘાસચારાની મોટી અછત ઉભી થઈ હતી, ઘાસચારાની અછત સાથે દુકાળ પડતાં મૂળીના સોઢા પરમાર લખધીરસંહિ કુટુંબ કબીલા સાથે ગાયોનું ધણ લઇને મૂળી થી નજીક આવતા વઢવાણ જાય છે, ગાયોના ગૌચર માટે પડાવ નાખતાં પહેલાં વઢવાણના રાજા વિશળદેવની મંજુરી માગી, વિશળદેવ ઉદાર હતા એમણે ગૌચર ઉપરાંત બધી જમીન તમારી એમ બોલીને આગતાસ્વાગતા કરી. આ ઘટનાથી કેટલાક ઇર્ષાળુ લોકોનાં મન બળી ગયા આ ખટપટીયા લોકોએ સામેની જીન પરથી તેતરનો શિકાર કરતાં આ પક્ષી વિશળદેવને મળેલી ગૌચર જમીન પર પટકાયું. તરફડતા-ઘવાયેલા તેતરને વિશળદેવની માતા જોમબાઈએ ઊંચકી લઇને નાના બાળક જેમ બથમાં લીઘું અને બોલ્યા, ‘ગભરાઇશ નહિ, ક્ષત્રિયોનો હમેશાં રક્ષા કરવા માટે ધર્મ રહ્યો છે,

તેતરનો તીરથી શિકારકરનારા શિકારીઓ અહિ તેતર લેવા આવી પહોંચ્યા જોમબાઈએ કહ્યું કે ઘવાયેલું તેતર અમારી જગ્યામાં પડયું છે. તે અમારૂં શરણાગત છે. શરણે આવેલાનું અમે રક્ષણ કરીએ ભક્ષણ નહિ. શિકારીઓએ કડકાઇથી કહ્યું કે, ‘અમારો શિકાર અમને આપી દો - નહીતર લડવા તૈયાર થાવ, જોમબાઈએ તરત જવાબ આપી દીધો, " ઇ ખાંડાના ખેલ અમને શીખડાવવાના ન હોય " એક ઘવાયેલા તેતરને એક બાજુ રક્ષણ મળ્યું તો બીજી બાજુ શિકાર કરનારા તેતરનું ભક્ષણ કરવા હથિયારો સાથે તૂટી પડયા બંને પક્ષે ધમસાણ યુઘ્ધમાં બન્ને પક્ષે કોઇ બચ્યું નહિ, શિકારી ફોજનાં પાંચસો માણસોને એક માત્ર ઘવાયેલા તેતર પક્ષીને પોતાની ભૂમિમાં તરફડતું પડતાં એને બચાવવા જોમબાઈનાં ૧૪૦ સોઢા રાજપુતો આ લડાઇમાં ખપી ગયા, એક માત્ર તેતરને બચાવવા આ જબ્બર યુઘ્ધ થતાં બંને બાજુ લોહીની નદીઓ વહી હતી.

આ કરૂણ સમાચાર સાંભળીને વઢવાણના રાજવી લખધીરસિંહજી મુળી આવી પહોંચતાં બચી ગયેલા જોમબાઈ કહે, " મારા પતિ પાછળ આજથી ૨૦ વર્ષ પહેલા મારે સતિ થવાની જરૂર હતી " એ ઘડી આવી ગઈ છે. જોમબાઈએ મૃત્યુ પામેલા દીકરાનું મસ્તક ખોળામાં લઇને ભળભળ અગ્નિમાં સતિ થઇ ગયા. વઢવાણના રાજવી તો જોતાં જ રહી ગયા. ૮૦૦ વર્ષ પહેલાંની આ ઐતિહાસિક ઘટના માત્ર એક ઘવાયેલા તેતરને બચાવવા સોઢા રાજપુતોએ ધમસાણ યુઘ્ધ કરી પોતાની જાતને હોમી દીધી, આમ બંને પક્ષે ભયંકર ખુવારી થઇ,

આ સત્ય ઘટનાની સાક્ષી પૂરતા સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગામથી દૂર સીમમાં જોમબાઈની ડેરી પાસે શૂરવીરોનાં પાળિયા હોંકારો દેતા ઉભા છે... માત્ર ને માત્ર એક તેતર પક્ષીને બચાવવા સોઢા ક્ષત્રિયો મોટી સંખ્યામાં શહીદ થઇ ગયા.


આજે પણ મુળી ગામે જોમબાઈ માં ની ડેરી પાસે શૂરવિરોના પાળિયા હોંકારો દેતા ઉભા છે. એટલા માટે તો ચારણ કવિઓ કહે છે કે.....

પણ રે પ્રોઢા પાવાનું, ગુણ ગાવાનું,
ખવરાવાનું ખાવાનું, ઘોડે ચડવાનું મૂંછે તાનું
ઘવરાવાનું ઘાવાનું, ક્રુત શૂરવિરતાનું પ્રભુ કૃપાનું
ને વિર થવાનું, મહારથી વિધવા વરવાનું રણ ચડવાનું
ન્યા ના મર્દો નું કામ નથી, ન્યા ના મર્દો નું કામ નથી


સૌરાષ્ટ્ર રસધાર
આપણી સંસ્કૃતિ અને આપણો વારસો

No comments:

Post a Comment