Sunday, 26 April 2015

દેશનું નામ ભારત રાખીએ કે ઇન્ડિયા


 દેશનું નામ બદલાઇ શકે છે. સુપ્રીમકોર્ટમાં આ બાબતે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં દેશનું નામ ઇન્ડિયાથી બદલીને ભારત કરવાની માગણી કરવામાં આવી છે. આ બાબતે સુપ્રીમકોર્ટે દેશના નામકરણ અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની તપાસ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે જવાબ માગ્યો છે.
 ‘ઇન્ડિયા’ નામ બદલીને ‘ભારત’ કરી દેવું જોઇએ. ચીફ જસ્ટિસ એચ.એલ. દત્તુ અને જસ્ટિસ અરુણ મિશ્રાની બેંચે બધી રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસ પણ જારી કરી છે. અરજીમાં કેન્દ્રને કોઇ  સરકારી ઉદ્દેશ માટે અને સત્તાવાર પત્રોમાં ઇન્ડિયા નામનો ઉપયોગ કરવાથી અટકાવવાની માગણી કરવામાં આવી છે.

આ અરજી મહારાષ્ટ્રના સામાજિક કાર્યકર નિરંજન ભટવાલે દાખલ કરી છે.  તેમણે જણાવ્યું કે બિનસરકારી સંગઠનો અને કોર્પોરેટ્સને પણ બધા સત્તાવાર  અને બિનસત્તાવાર ઉદ્દેશો માટે  ‘ભારત’નો ઉપયોગ કરવાનો નિર્દેશ આપવા જોઇએ. જાહેર હિતની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે બંધારણ સભામાં દેશનું નામ રાખવા માટે ‘ભારત, હિન્દુસ્તાન, હિન્દ અને ભારતભૂમિ કે ભારતવર્ષ’ નામ રાખવાના મુખ્ય સૂચનો આવ્યાં હતાં. એ ઉપરાંત અરજીમાં અન્ય ઘણી દલીલો આપવામાં આવી છે.

No comments:

Post a Comment