યુવાની તરફ આગળ વધી રહેલા કિશોરને યોગ્ય જાણકારી અને યોગ્ય માર્ગદર્શન નથી મળતું તો એનું ભવિષ્ય બગડે છે.
જોકે હવે તો, કેટલીક સ્કુલો, કોલેજો, યુનિવર્સિટીઓ તેમજ કેરીઅર ઘડનાર સંસ્થાઓ... અરે, ઈન્ટરનેટ, સ્માર્ટ ફોન પણ આ અંગે ભરપૂર માહિતી આપે છે. એ બધાના અભાવમાં જેમને ૧૨મી પછી શું કરવું ? એવો સવાલ થતો હોય એ સ્વાભાવિક છે.
વળી જેમને ભવિષ્યમાં નોકરી જ કરવાની છે અને વળી જેમને જલદી રળવાની જરૃરત છે એમને તો આ સમસ્યા વધુ નડતી હોય છે. એવા ૧૨મી પાસ તેમજ ગ્રેજ્યુએટે પણ જો અલગ વિશિષ્ટ કોર્સ કર્યો હોય જે છે કે બાર જ મહિનાનો હોય તો પણ મોટી લાઈનો હશે એમાંથી એને પહેલો ચાન્સ મળશે. એવા કોર્સમાં કેરીયરની પૂરતી તક છે.
યોગ
આજકાલ ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં યોગ પ્રત્યેનું આકર્ષણ વધુને વધુ થવા લાગ્યું છે. ટેન્શનવાળી જીવનશૈલીથી છૂટકારો પામવા આજકાલ યોગનું શિક્ષણ લેનારા અને આપનારાઓની સારી ડીમાન્ડ છે.
યોગ શિક્ષક બનવા ડિપ્લોમા જરૃરી છે.
યોગ્યતા
૧૦મી કે ૧૨મી પછી યોગ વિષેના કોર્સમાં પ્રવેશ મળે છે. દેશમાં ઘણી સંસ્થાઓ યોગના સર્ટિફીકેટ, ડિપ્લોમા અને ડીગ્રી કોર્સ ચલાવે છે.
તક અને પગાર
સ્કુલો અને કોલેજો ઉપરાંત કેટલીક હોસ્પીટલો તેમજ કેટલીક કંપનીઓના ટ્રેનીંગ સેન્ટરોમાં નોકરી મળી શકે છે. યોગ શિક્ષક તરીકે પ્રાઈવેટ કે સરકારી સારી હોસ્પીટલો, હોટેલોમાં પણ યોગ શિક્ષકની જરૃર હોય છે. અથવા તમારો કોચીંગ કલાસ ખોલી શકો છો. શરૃમાં કોઈપણ યોગ શિક્ષક માસિક ૨૦થી ૨૫ હજાર રૃપિયા કમાઈ શકે છે.
સંસ્થાઓ
૧. મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ યોગા, નવી દિલ્હી.
૨. શિવાનંદા યોગ વેદાંતા સેન્ટર્સ એન્ડ આશ્રમ
૩. સેન્ટ્રલ કાઉન્સીલ ફોર રિસર્ચ ઈન યોગા એન્ડ નેચરોપથી, નવી દિલ્હી.
૪. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ, કરવારિયા સરાઈ, નવી દિલ્હી.
=====================================================================
હ્યુમન રાઈટસમાં કેરીયર
આ ક્ષેત્રમાં કામ કરનારાઓ ટ્રેઈન્ડ માણસોની સંખ્યા દુનિયાભરમાં વધી રહી છે. એવા ઘણા બિનસરકારી સંગઠનો છે જે માનવ અધિકારના રક્ષણ માટે કામ કરી રહ્યા છે... લડી રહ્યા છે.
યોગ્યતા
૧૨મી પછી સર્ટિફીકેટ, ડિપ્લોમાં અને ડીગ્રી કોર્સ છે.
તક અને પગાર
માનવ અધિકાર માટે કામ કરતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કામ મળી શકે છે. જેવી કે - નેશનલ હ્યુમન રાઈટ્સ કમીશન, નેશનલ ચિલ્ડ્રન કમીશન, લેબર ડિપાર્ટમેન્ટ, રેડક્રોસ વગેરે. યુનોની જે સંસ્થાઓ હ્યુમન રાઈટ્સ માટે કામ કરે છે એમાં પણ કામ કરી શકાય.
શિક્ષણ આપતી સંસ્થાઓ
(૧) ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ્સ ઓફ હ્યુમન રાઈટ્સ, નવી દિલ્હી.
(૨) ઈંદિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, દિલ્હી.
(૩) જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી, નવી દિલ્હી.
=====================================================================
એકચ્યુરીઅલ સાયન્સ
ગણિત પર જો પક્કડ સારી હોય તો એકચ્યુરિયલ સાયન્સમાં કેરીયર બનાવી શકો છો.
વિમા કંપનીઓ, બેન્કો, નાણાકીય (ફાયનાન્સીયલ) કંપનીઓમાં આ ક્ષેત્રના નિષ્ણાતોની ઘણી જરૃર હોય છે પણ માણસ મળતા નથી.
યોગ્યતા
૧૨મીમાં મેથ્સમાં અથવા ઈકોનોમિક્સમાં કે સ્ટેટીટીક્સમાં સારા માર્કે પાસ થવું જરૃરી છે. પગાર શરૃમાં ૨૦થી ૨૫ હજાર રૃપિયા માસિક સહેલાઈથી મળી જાય. કદાચ વધારે પણ મળે. ડીમાન્ડ વધુ છે પણ સપ્લાય ઓછો છે.
શિક્ષણ આપતી સંસ્થાઓ
(૧) ડીપાર્ટમેન્ટ ઓફ હ્યુમનીટીઝ એન્ડ સ્પેશ્યલ સાયન્સીસ, આઈઆઈટી મુંબઈ
(૨) ઈન્સ્ટીટયુટ ઓફ સર્ટિફાઈડ રિસ્ક એન્ડ ઈન્સ્યુરન્સ મેનેજ સં. હૈંદ્રાબાદ
(૩) કોલેજ ઓફ પ્રોફેશનલ સ્ટડીઝ, દિલ્હી યુનિ. દિલ્હી.
=====================================================================
રીટેલ મેનેજમેન્ટ
બજાર વાદના આ જમાનામાં રીટેલ મેનેજમેન્ટ એટલે ટૂંકમાં સેલ્સમેનનું મહત્ત્વ વધી ગયું છે. એ સેલ્સમેન રીટેલ મેનેજર બોલવામાં વિનમ્ર અને ચાલાક હોવો જરૃરી છે. એના કોર્સમાં રીટેલ બજારની કલા અને કારીગરી શીખવાય છે.
યોગ્યતા
આમાં પણ ૧૨મી પાસ જરૃરી છે.
તક અને પગાર
દેશભરમાં શોપીંગ મોલ ઠેર ઠેર ખુલ્લી રહ્યા છે અને એક મોલમાં ઓછામાં ઓછા ૩૦૦ જણની જરૃર હોય છે એટલે તકનો તો કોઈ પ્રશ્ન નથી. બોલચાલની ભાષા અને વર્તણુકવાળાને તરત જ નોકરી મળી જાય છે. શરૃમાં પગાર ૧૫થી ૨૦ હજાર રૃપિયા મળે છે.
શિક્ષણ આપતી સંસ્થાઓ
(૧) ડિઅન રીટેલ સ્કુલ, એમ-૧૦, સાઉથ એક્સટેન્શન-૧, નવી દિલ્હી.
(૨) એશિયા પેસિફિક ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ, સરિતા વિહાર, નવી દિલ્હી.
(૩) ગરવારે ઈન્સ્ટીટયુટ ઓફ કેરીઅર એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ, વિદ્યાનગરી, સાંતાક્રુઝ (પૂર્વ) મુંબઈ
(૪) મુદ્રા ઈન્સ્ટીટયુટ ઓફ કોમ્યુનિકેશન, શૈલા, અમદાવાદ
(૫) કોહિનુર બિઝનેસ સ્કુલ, ખંડાલા.
No comments:
Post a Comment