૭ એપ્રિલ વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.O.)નો જન્મ દિવસ છે. આ સંસ્થા આંતરરાષ્ટ્રીય લેવલે લોકોની આરોગ્ય સુખાકારીનું કામ કરે છે.
દર વર્ષે ૭ એપ્રિલે કોઈ પણ એક આરોગ્યવિષયક 'સૂત્ર' આપીને તેના ઉપર સઘન કામગીરી કરવામાં આવે છે.
આ વર્ષનું 'સૂત્ર' છે. ‘Beat The Diabeties¥ (ડાયાબિટીસને હરાવો) તો. ડાયાબિટીસ શું છે સમજીએ.
તમે જે આહાર લો છો તેને પચાવી લીધા પછી તમારૃં શરીર તેને શર્કરા (ગ્લુકોઝ)માં પરિવર્તિત કરે છે. અને તેને રક્ત વાહિનીમાં મોકલી આપે છે. સ્વાદુપિંડ (પેન્ક્રીયાઝ) દ્વારા ઉત્પન્ન થતા ઇન્સ્યુલિન નામના હોર્મોન એક ચાવી રૃપ ભૂમિકા ભજવે છે. ઇન્સ્યુલિન ગ્લુકોઝનું શક્તિમાં રૃપાંતર કરવા મદદ કરે છે. વધારાના ગ્લુકોઝને લિવરના કોષોમાં અને માંસપેશીઓમાં ભંડારી દે છે. આનાથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જળવાઈ રહે છે. જ્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટે ત્યારે આ ઇન્સ્યુલિન ગ્લુકોઝને લિવરના કોષોમાંથી તથા માંસ પેશીઓમાંથી બહાર કાઢી તેને શક્તિમાં રૃપાંતર કરી જે અવયવને શક્તિની જરૃર છે. તેે પહોંચાડે છે. ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં ન હોય તો ગ્લુકોઝ કોષોમાં પ્રવેશ કરી શક્તો નથી, ઇન્સ્યુલિન આથી રક્તમાં આવા નહીં વપરાયેલા ગ્લુકોઝનું પ્રમાણ ઊચું જાય છે. આમ રક્તમાં ગ્લુકોઝના ઊંચા પ્રમાણની સમસ્યા ડાયાબિટીસને જન્મ આપે છે.
ડાયાબિટીસ કોને થવાની સંભાવના છે ?
વારસાગત :
તમામ કુટુંબમાં કોઈને ડાયાબિટીસ છે ? જો 'હા' તો તમને પણ ડાયાબિટીસ થવાની સંભાવના નીચે મુજબ છે.
કુટુંબના સભ્યો થવાની સંભાવના
ભાઈ અથવા બહેન ૭૫ ટકા
માતા ૧૯ ટકા
પિતા ૧૪ ટકા
માતા-પિતા બંને ૨૫ ટકા
બેઠાડું જીવન શૈલી :
શારિરીક પ્રવૃત્તિનો અભાવ અને બેઠાડું જીવન શૈલી ડાયાબિટીસને જીવનમાં સ્થાન આપે છે.
અનિયમિત અને બિનતંદુરસ્ત ખાવાની આદત :
અનિયમિત ખાવાની આદત અથવા ચરબીનો ખોરાકમાં વધુ પ્રમાણમાં ઉપયોગ, ખોરાકમાં કાર્બોહાઈડ્રેટનું વધુ પ્રમાણ (બેકરીમાં મળતી ચીજ વસ્તુ, મીઠાઈ, મેંદાની વસ્તુઓ, પાસ્તા વગેરે)
મેદસ્વીપણું (વધારે વજન) :
જમા થયેલી ચરબીના કારણે મેદસ્વી વ્યક્તિઓમાં ઇન્સ્યુલીન વાપરવાની શક્તિ હોતી નથી. તેથી જ આવી વ્યક્તિઓને ડાયાબિટીસ થવાની શક્યતા વધુ છે.
તણાવ (માનસિક અશાંતિ) :
તણાવ બે રીતે તમને ડાયાબિટીસ કરાવી શકે છે.
(૧) તમારી તણાવવાળી જીવન શૈલીના કારણે જો તમે વધુ પ્રમાણમાં ખોરાક, ધૂ્રમપાન અથવા દારૃનું સેવન કરતા હોવ
(૨) તણાવ દ્વારા ઇન્સ્યુલીનની અસરકારકતા ઘટે છે અને લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે છે.
ડાયાબિટીસના ચિહ્નો
વારંવાર પેશાબ આવવો (રાત્રી સમયે પણ), શરીરમાં ખંજવાળ આવવી, ઝાંખુ દેખાવું, થાક-નબળાઈ અનુભવવી, પગ સુન્ન થઇ જવા, વધુ તરસ, લાગવી, ઘા રૃઝાતા વાર લાગે, હંમેશાં ભૂખ મહેસૂસ કરવી, વજન ઘટવું, પરસેવો થવો, હાથપગ ઠંડા થઇ જવા, ગભરામણ થવી, હૃદયના ધબકારા વધી જવા.
ડાયાબિટીસ થતો અટકાવવાની પધ્ધતિઓ (પગલાં)
ડાયાબિટીસને થતો અટકાવી શકાય છે. આ માટે નીચે મુજબ પગલાં લેવા જોઇએ.
(૧) ચિંતા, તણાવ, વ્યગ્રતાથી મુક્ત રહો - પ્રફુલ્લિત રહો.
(૨) ત્રણ મહિને એક વખત બ્લ્ડ સુગરની તપાસ કરાવો.
(૩) ભોજન ઓછું કરવું. રેસાવાળા ખોરાક વધારે લેવા. જવ અને ઘઉં, બાજરીની રોટલી, લીલી શાકભાજી, દહીં પુરતું લેવું, ચણા અને ઘઉંના મિશ્રણવાળી રોટલી લેવી.
(૪) હલકો વ્યાયામ કરવો. સવારે ૪ થી ૫ કિ.મી. ચાલવું (પ્રતિ કલાક ૬ કિ.મિ.ની ગતિથી ચાલીએ તો ૩૦ મિનિટમાં ૧૩૫ કેલરી સમાપ્ત થાય છે.)
(૫) ગળ્યા પદાર્થોનું સેવન ઓછું કરવું.
(૬) વધુ વજનવળી વ્યક્તિએ વજન ઘટાડવું (BMI ૧૮.૫ થી ૨૪.૯૯ વચ્ચે રાખવો)
(૭) પ્રાણાયામ - મેડીટેશન - યોગાસન નિયમિત કરો.
(૮) દિવસમાં એક બે વાર ઠાંસીને જમવા કરતાં ચારથી પાંચ વખતમાં કુલ ખોરાકને વહેંચી લેવો.
આપણા દેશમાં ચેપી રોગોનો વ્યાપ વધુ હતો પરંતુ હવે બિન ચેપી રોગોનો વ્યાપ ખૂબ વધતો જાય છે. બિનચેપી રોગોમાં આપણી જીવનશૈલી મુખ્યત્વે જવાબદાર છે. ડાયાબિટીસના દર્દીને કોઈ તકલીફ રહેતી નથી તેથી સારવારમાં બેદરકાર રહે છે. પરિણામે લોહીમાં ઉંચું ગ્લુકોઝનું પ્રમાણ શરીરના અવયવો જેમ કે આંખ, હૃદય, કિડની તથા પગને અસર કરે છે, લકવો, કિડની ફેલ થવી, અંધાપો, ગેંગરીન, હૃદયરોગ, જેવા રોગ ડાયાબિટીસની આડ અસર છે.
બની શકે તો દર્દી જાતે જ પોતાના લોહીની તપાસ કરી શકે છે. ગ્લુકોમીટર એ ખૂબ ઉપયોગી સાધન છે. જે હવે ઘણી ઓછી કિંમતે પણ મળે છે. જેથી દર્દી ઘરે બેઠા પોતાનો ડાયાબિટીસ તપાસી શકે છે. છેલ્લે ડાયાબિટીસના દર્દીઓને સોનેરી સૂત્ર આપું છું 'ઓછું ખાઓ-વધુ ચાલો' ડાયાબિટીસથી ડરવાની જરૃર નથી, જરૃર છે તેને હરાવવાની તો મહેનત શરૃ કરો.
No comments:
Post a Comment