યુ સાઉથવેલ્સમાં તેમના વતન નગર મેક્સવિલમાં ફિલ હ્યુઝની દફનવિધી : કેટલીક મોટી હસ્તીે પણ સામેલ થઇ

સિડની,તા. ૩: ઓસ્ટ્રેલિયાના ઉભરતા ક્રિકેટર ફિલ હ્યુઝની આજે દફનવિધી કરવામાં આવી હતી. દફનવિધીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આમાં ૫૦૦૦થી વધુ લોકો હાજર રહ્યા હતા. ન્યુસાઉથવેલ્સમાં તેના વતન શહેર મેક્સવિલમાં હ્યુઝની દફનવિધી કરવામાં આવી હતી. ટેલિવીઝનથી લાઇવ પ્રસારણની સાથે સાથે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિશાલ સ્ક્રીન મુકવામાં આવ્યા હતા. હ્યુઝના બાળપણના મેક્સવિલ હાઇસ્કુલના સ્પોર્ટસ હોલમાં તેની દફનવિધી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૭મી નવેમ્બરના દિવસે તેનુ મોત થયું હતુ. ૨૫મી નવેમ્બરના દિવસે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શેફિલ્ડ શિલ્ડની મેચ દરમિયાન ઝડપી બોલર સીન એબોર્ટનો એક બાઉન્સર વાગ્યા બાદ તે મેદાન પર જ બેભાન થઇ ગયો હતો ત્યારબાદ તેને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેની હાલત છેલ્લા બે દિવસતી ગંભીર હતી.બે દિવસ સુધી જીવન સામે સંધર્ષ કર્યા બાદ તેનુ અવસાન થયું હતુ. તેના અવસાનથી વિશ્વભરના કરોડો ક્રિકેટ ચાહકોમાં આધાતનુ મોજુ ફરી વળ્યું હતુ. બાઉન્સર વાગ્યા બાદ તેને તરત જ સેન્ટ વિન્સેન્ટ હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યો હતો. જ્યાં તેના પર સર્જરી કરવામાં આવી હતી. તે કોમામાં સરકી ગયો હતો. તેને ગંભીર હાલતમાં ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખવામાં આવ્યો હતો.ફિલ હ્યુઝને વાગ્યા બાદ મેચ એ જ દિવસે તરત પડતી મુકી દેવામા આવી હતી. ૧૧મી જાન્યુઆરી ૨૦૧૩ના દિવસે હ્યુઝે પોતાની યશકલગીમાં મોરપિછુ ઉમેરી લીધુ હતુ. એ દિવસે વન ડે પ્રવેશની સાથે જ સદી ફટકારનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બની ગયો હતો. આ સિદ્ધી હ્યુઝે શ્રીલંકા સામે મેલબોર્ન મેચમાં સદી ફટકારીને મેળવી હતી. હ્યુઝે ટેસ્ટમાં બેક ટુ બેક સદી ફટકાર પણ પ્રથમ યુવા ખેલાડી બની ગયો હતો. આપ્રિકા જેવી શક્તિશાળી ટીમ સામે આ સિદ્ધી હ્યુઝે મેળવી હતી. હ્યુઝે ઓક્ટોબર ૨૦૧૪માં જ સંયુક્ત અરબ અમિરાતમાં પાકિસ્તાન સામે રમીને કેરિયરની શરૂઆત કરી હતી.ફિલ હ્યુઝ સતત સારો દેખાવ કરી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા જેવી શક્તિશાળી ટીમમાં ફિલ હ્યુઝે સ્થાન મેળવી લેવામાં ૨૦૦૯માં સફળતા મેળવી હતી. ત્યારબાદ ઓફ્રિકા સામે ૨૬મી ફેબ્રુઆરી ૨૦૦૯ના દિવસે પ્રથમ ટેસ્ટ રમી હતી.
હ્યુઝે તેની છેલ્લી ટેસ્ટ મેચ ૧૮મી જુલાઇ ૨૦૧૩ના દિવસે રમી હતી. જ્યારે હ્યુઝે પોતાની કેરિયરની પ્રથમ વન ડે મેચ શ્રીલંકા સામે ૧૧મી જાન્યુઆરી ૨૦૧૩ના દિવસે રમી હતી. હ્યુઝે ટેસ્ટ મેચોમાં ત્રણ સદી કરી હતી જ્યારે વન ડે મેચોમાં બે સદી કરી હતી.ફિલ હ્યુઝે પોતાની કેરિયરમાં ૨૬મી ટેસ્ટ રમીને ૧૫૧૩ રન કર્યા હતા. જેમાં ત્રણ સદી અને સાત અડધી સદીનો સમાવેશ થાય છે. જ્યારે વનડે મેચોમાં તે ૨૫ મેચો રમ્યો હતો. જેમાં બે સદી અને ચાર અડધી સદી કરી હતી.
દફનવિધીની સાથે સાથે
ઓસ્ટ્રેલિયાના ૪૦૦ પૂર્વ ખેલાડીઓ પણ સામેલ
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર ફિલ હ્યુઝની આજે હજારો ચાહકો અને પૂર્વ ખેલાડીઓની હાજરીમાં દફનવિધી કરવામાં આવી હતી. ૨૫ વર્ષીય ફિલ હ્યુઝનુ ૨૭મી નવેમ્બરના દિવસે મોત થયુ ંહતુ. આજે સવારે દફનવિધીમાં ૪૦૦ પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. હ્યુઝના બાળપણના મેક્સવિલ હાઇસ્કુલના સ્પોર્ટસ હોલમાં તેની દફનવિધી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૭મી નવેમ્બરના દિવસે તેનુ મોત થયું હતુ. ૨૫મી નવેમ્બરના દિવસે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શેફિલ્ડ શિલ્ડની મેચ દરમિયાન ઝડપી બોલર સીન એબોર્ટનો એક બાઉન્સર વાગ્યા બાદ તે મેદાન પર જ બેભાન થઇ ગયો હતો ત્યારબાદ તેને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દફનવિધીની સાથે સાથે નીચે મુજબ છે.
¨દફનવિધીમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા
¨ન્યુસાઉથવેલ્સમાં તેના વતન શહેર મેક્સવિલમાં હ્યુઝની દફનવિધી કરવામાં આવી
¨ટેલિવીઝનથી લાઇવ પ્રસારણની સાથે સાથે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિશાલ સ્ક્રીન મુકવામાં આવ્યા હતા
¨હ્યુઝના બાળપણના મેક્સવિલ હાઇસ્કુલના સ્પોર્ટસ હોલમાં તેની દફનવિધી કરવામાં આવી
¨૨૭મી નવેમ્બરના દિવસે તેનુ મોત થયું હતુ
¨૨૫મી નવેમ્બરના દિવસે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શેફિલ્ડ શિલ્ડની મેચ દરમિયાન ઝડપી બોલર સીન એબોર્ટનો એક બાઉન્સર વાગ્યા બાદ તે મેદાન પર જ બેભાન થઇ ગયો હતો
¨૧૧મી જાન્યુઆરી ૨૦૧૩ના દિવસે હ્યુઝે પોતાની યશકલગીમાં મોરપિછુ ઉમેરી લીધુ હતુ
¨વન ડે પ્રવેશની સાથે જ સદી ફટકારનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બની ગયો હતો
¨ હ્યુઝે ટેસ્ટમાં બેક ટુ બેક સદી ફટકાર પણ પ્રથમ યુવા ખેલાડી બની ગયો હતો
¨ ઓસ્ટ્રેલિયા જેવી શક્તિશાળી ટીમમાં ફિલ હ્યુઝે સ્થાન મેળવી લેવામાં ૨૦૦૯માં સફળતા મેળવી હતી
¨ હ્યુઝે તેની છેલ્લી ટેસ્ટ મેચ ૧૮મી જુલાઇ ૨૦૧૩ના દિવસે રમી હતી
¨ હ્યુઝે પોતાની કેરિયરની પ્રથમ વન ડે મેચ શ્રીલંકા સામે ૧૧મી જાન્યુઆરી ૨૦૧૩ના દિવસે રમી હતી
¨ હ્યુઝે ટેસ્ટ મેચોમાં ત્રણ સદી કરી હતી જ્યારે વન ડે મેચોમાં બે સદી કરી હતી
¨ ફિલ હ્યુઝે પોતાની કેરિયરમાં ૨૬મી ટેસ્ટ રમીને ૧૫૧૩ રન કર્યા હતા. જેમાં ત્રણ સદી અને સાત અડધી સદી
No comments:
Post a Comment