લાહોર, તા. ૩, પાકિસ્તાનમાં મીનારે પાકિસ્તાન સ્મારક મેદાન ખાતે આવતીકાલથી ચાર દિવસીય સમ્મેલનને લઇને પાકિસ્તાનમાં અનેક ખાસ પગલા લેવામાં આવ્યા છે. દેશના સૌથી વિનાશકારી મુંબઇ હુમલામાં માસ્ટર માઇન્ડ તરીકે રહેલા ખતરનાક હાફિઝ સઇદ માટે પાકિસ્તાનમાં ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જે સાબિત કરે છે કે પાકિસ્તાન ત્રાસવાદ પ્રત્યે ખુબ ઉદાસીન છે. પાકિસ્તાનમાં કટ્ટરપંથી નેતા હજુ પણ ફરી રહ્યા છે. હાફિઝ સઇદ નીત જમાત ઉદ દાવોને સત્તાવાર રક્ષણના સંકેત હેઠળ પાકિસ્તાનની સરકાર અહીં આ ત્રાસવાદી સંગઠનના બે દિવસીય ર્ધામિક કાર્યક્રમ માટે ખાસ ટ્રેનો દોડાવી રહી છે. જેનાથી સાબિત થાય છે કે પાકિસ્તાન ત્રાસવાદીઓને લઇને પગલા લઇ રહ્યું નથી. જમાત-ઉદ દાવાના પ્રમુખ સઇદે કહ્યું છે કે હજારો લોકો મીનાર એ પાકિસ્તાન સ્મારક મેદાન ખાતે પહોંચી રહ્યા છે. જેને લઇને તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે. પાકિસ્તાન રેલવે વિભાગ સિંધ પ્રાંતના હૈદરાબદાથી આજે પ્રથમ ટ્રેન રવાના થઇ હતી. જે લાહોર પહોંચી રહી છે. અન્ય એક ટ્રેન કરાંચીથી રવાના થઇને ચોથી ડિસેમ્બરના દિવસે એટલે કે આવતીકાલે લાહોર પહોંચી જશે.બે ખાસ ટ્રેનો કાર્યક્રમની પૂર્ણાહુતિ થયા બાદ પરત લોકોને તેમના શહેરમાં પહોંચાડશે. સુત્રોએ કહ્યું છે કે જમાત ઉદ દવા નેતળત્વ દ્વારા રેલવે પ્રદાન સાદ રફિક સમક્ષ ખાસ ટ્રેનો દોડાવવા માટે અપીલ કરી હતી. જેને સ્વીકારી લેવામાં આવી છે.
પાકિસ્તાન રેલવે પ્રવકતા રાઉફ તાહિરે કહ્યું છે કે રાજકીય અને ર્ધામિક સંગઠન તરફથી રજૂઆત કરવામાં આવ્યા બાદ ખાસ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરાયો છે. હાફિઝ ખતરનાક માસ્ટરમાઇન્ડ તરીકે રહ્યો છે. મુંબઇ હુમલામાં ૧૫૦થી વધારે લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ધાયલ થયા હતા.
Akilanews.com
No comments:
Post a Comment