ગીરગાયોને ચીનમાં આયાત કરશે અથવા ગુજરાતના ડેરી ઉદ્યોગમાં ઝુકાવશે
અમદાવાદ, તા. ૩ :. ભારતના ઈલેક્ટ્રોનીકસ બજારમાં છવાઈ ગયેલુ ચીન હવે ગુજરાતની ગીર ગાયો તરફ આકર્ષાયુ છે. ગીર ગાયના દૂધની ઉત્તમ ગુણવત્તા તથા વધુ ઉત્પાદનથી ચીનાઓને પણ ગીરગાયનું ઘેલુ લાગ્યુ છે. ચીનાઓ ગીર ગાયોને ચીનમાં આયાત કરવા ઈચ્છે છે તથા ગુજરાતના ડેરી ઉદ્યોગમાં પણ પોતાની ભાગીદારી કરી ઉત્તમ ગુણવત્તાવાળા દૂધને વિશ્વના બજારમાં મુકવા માગે છે.
ઉત્તમ ગુણવત્તા અને વધુ દૂધ દેતી ગીર ગાયો દેશ-વિદેશમાં મશહુર છે ત્યારે ગીર ગાયોના સંવર્ધન અને દૂધ ઉત્પાદન બાબતે ચીનના ઉદ્યોગપતિઓ આકર્ષાયા છે.
તાજેતરમાં પ્રવાસન, તમ્બાકુ, સુપર માર્કેટ સહિતની બાબતોને લઈને ગુજરાતના પ્રવાસે આવેલ ચીનના પૂનાન વિસ્તારના ઉદ્યોગ સંગઠનના પ્રતિનિધિ મંડળે મંગળવારે સાણંદના જી.આઈ.ડી.સી.ની મુલાકાત લીધી હતી અને બાદમાં અમદાવાદ વિસ્તારના ઔદ્યોગીક સંગઠન જીસીસીઆઈના હોદેદારો સાથે વ્યાપારીક કરારો કર્યા હતા.
ચીનના પ્રતિનિધિ મંડળે અન્ય વ્યવસાયો સાથો સાથે ગુજરાતના ગૌરવ સમી ગીર ગાયો બાબતે ઉંડી દિલચશ્પી દર્શાવી હતી અને એવો નિર્દેશ આવ્યો હતો કે ચીન ગીર ગાયો તરફ પણ આકર્ષાયુ છે અને ગીર ગાયના દૂધની ગુણવત્તા તેમા રહેલા પોષક તત્વો તથા ગીર ગાયની વધુ આપવાની ક્ષમતાથી ચીનના ડેરી ઉદ્યોગ ગીર ગાયો સંબંધી ગુજરાત સાથે ઉત્પાદનમં ભાગીદારી કરીને દૂધના વિશ્વના વ્યાપાર સાથે જોડાવા માંગે છે.
આヘર્યની વાત એ છે કે ધંધામાં માહિર ચીનાઓ ગીર ગાય તરફ આકર્ષાયા છે પરંતુ ગુજરાતમાં હજુ ‘ઘર કી મૂર્ગી દાલ બરાબર'ની કહેવત મુજબ જોઈએ તેટલી જાગૃતિ આવી નથી.
No comments:
Post a Comment