Tuesday, 15 August 2017
ચેન્નાઈમાં પ્રથમ સ્વાતંત્ર્ય દિવસે ફરકાવાયેલો રાષ્ટ્ર ધ્વજ
દેશને અંગ્રેજ શાસનમાંથી આઝાદી મળી ત્યારે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ, એટલે કે ૭૦ વર્ષ પૂર્વે ચેન્નાઈના ફોર્ટ સેંટ જ્યોર્જ પર ફરકાવવામાં આવેલો ૧૨ બાય ૮ ફિટના આ ત્રિરંગો ધ્વજ માટે હવાચૂસ્ત શોકેસ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે સહિસલામત જાળવી રખાયો છે.
આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા (એ.એસ.આઈ.) વિભાગે આ ધ્વજને સાચવી રાખ્યો છે. આ ધ્વજ એ.એસ.આઈ.ના 'રિઝર્વ કલેક્શન'માં સાચવી રાખવામાં આવ્યો છે. પણ કાપડને સતત સાચવી રાખવું એ ભારે કપરું કામ ગણાય છે. તેને સૌ પ્રથમ વખત ૨૬મી જાન્યુઆરી ૨૦૧૩ના રોજ, ફોર્ટના મ્યુઝિયમમાં લોકો જોઈ શકે તે પ્રમાણે ગોઠવવામાં આવ્યો હતો. પણ તેને કોઈ જીવ-જંતુ કે હવામાનની વિપરિત અસર ન થાય તે માટે લાકડા અને કાચના હવાચુસ્ત (એર ટાઈટ) શોકેસમાં મુકી રાખવામાં આવ્યો છે. તેની ચારે તરફ છ બાઉલમાં સીલીકા જેલ ભરીને મુકી રખાયા છે જેથી વાતાવરણનો ભેજ શોષાઈ જાય અને ધ્વજ આસપાસના વાતાવરણમાં વધુ ભેજ ન રહે, વાતાવરણ સુકુ રહે. તે શોકેસમાં એક લક્સ મિટર પણ ગોઠવવામાં આવ્યું છે
આ ત્રિરંગા ધ્વજની આસપાસ અને હોલમાં પ્રકાશનું પ્રમાણ યોગ્ય છેકે નહીં તેની કાળજી રાખે છે. હોલમાં એરકંડિશનીંગની મદદથી ૨૪ કલાક યોગ્ય તાપમાન જાળવી રાખવામાં આવે છે.
માનવીની નોંધ લેતા સેન્સરવાળા એલ.ઈ.ડી. લેમ્પ શોકેસમાં ગોઠવવામાં આવ્યા છે. જે મુલાકાતીઓ હોલમાં શોકેસ નજીક પહોંચે ત્યારે જ પ્રકાશી ઊઠે છે અન્યથા બંધ થઈ જાય છે. જેથી પ્રકાશની કોઈ વિપરીત અસર ધ્વજના કાપડ પર પડે નહીં. મ્યુઝિયમના એક કર્મીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે અમે શોકેસ પર સૂર્યપ્રકાશ પણ પડવા દેતા નથી. તેમજ ધ્વજને ધૂળ અને રજકણોથી બચાવવામાં આવે છે. તેના રક્ષણ માટે પણ ભારે વ્યવસ્થા ગોઠવાયેલી છે. કોઈ તે ધ્વજને સ્પર્શ કરવાનો પ્રયાસ પણ કરે તો સાયરન વાગવા માંડે છે.
૧૨ બાય ૮ ફીટનો શુધ્ધ સુતરાઉ કાપડથી બનેલો આ ધ્વજ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં સ્તંભ પરથી અંગ્રેજ યુનિયન જેક ઉતાર્યા બાદ વહેલી સવારે ૫:૦૫ કલાકે ફરકાવાયો હતો. ફોર્ટ સેંટ જ્યોર્જ પર ફરકતા આ ધ્વજને ત્યારે હજારો લોકોએ સલામી આપી હતી. કમનસીબે ત્યારે કોણે ધ્વજ ફરકાવ્યો હતો તેનો કોઈ ઉલ્લેખ મળતો નથી. તેમજ ધ્વજનો ઉપરનો કેટલોક હિસ્સો સહેજ જોઈ શકાય તે હદે પહોળો પડી ગયો છે.
આઝાદી બાદ તરત ફરકાવાયેલો અને જળવાઈ રહેલો આ એકમાત્ર રાષ્ટ્રધ્વજ છે.

Monday, 31 July 2017
મેલેરિયા નાબૂદી ...
મચ્છરજન્ય રોગચાળો ફરી એકવાર લોકોને ભરડામાં લઈ રહ્યો છે.
મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એ ત્રણેય મચ્છરો દ્વારા સંક્રમિત થતા રોગ છે. દર વર્ષે વિશ્વમાં મચ્છરો દ્વારા ફેલાતી બીમારીઓના કારણે ૧૦ લાખ લોકોનાં મોત નીપજે છે. ભારતમાં દર વર્ષે ચાર કરોડ લોકો મચ્છરજન્ય બીમારીઓના ભોગ બને છે. વિશ્વમાં દર વર્ષે ૩૦ થી ૩૫ કરોડ લોકો મચ્છરજન્ય રોગોની લપેટમાં આવી જાય છે. ભારતમાં ૨૦૧૫માં ૨૪ હજાર લોકોના મચ્છરજન્ય રોગોનાં કારણે મોત નીપજ્યાં હતાં.
દુનિયાભરમાં ૩૫૦૦ જેટલી મચ્છરોની પ્રજાતિઓ જોવા મળી છે, પરંતુ તેમાંથી કરડવાવાળી પ્રજાતિઓ ૧૦૦ની આસપાસ છે. મચ્છરો કરડવાથી થતા રોગોના ઉપચાર માટેની દવાઓનો ધંધો રૃા.૨૦૦૦ કરોડથી યે વધુનો છે
દેશમાં પ્રતિવર્ષ લાખ્ખો માણસો મેલેરિયાથી મોતને ભેટે છે. મેલેરિયા નાબૂદીનો કાર્યક્રમ વર્ષોથી ચાલે છે પરંતુ આ દેશનું પ્રશાસન મેલેરિયા ફેલાવતા મચ્છરો પર વિજય મેળવી શક્તું નથી.
ભારતથી ટેકનોલોજી અને બીજી અનેક બાબતોમાં પછાત ગણાતા ભારતના જ પાડોશી દેશ શ્રીલંકાએ મેલેરિયા સામેનું યુદ્ધ જીતી લીધું છે. ગયા વર્ષે તા.૫મી સપ્ટેમ્બરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની રિજીયોનલ કમિટી સમક્ષ શ્રીલંકાને મેલેરિયા મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો. આ કમિટીની બેઠક કોલંબો ખાતે યોજાઈ હતી. શ્રીલંકા માટે આ સિદ્ધિ એક સીમા ચિહન છે.
દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં માલદીવ પછી મેલેરિયા નાબૂદ કરનાર આ બીજો દેશ છે. હવે ભારત જેવા ન્યુક્લિયર રાષ્ટ્રએ મેલેરિયા કેવી રીતે ખતમ કરવો તે શીખવા શ્રીલંકા કે માલદીવ્સ જવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે.
મેલેરિયા સામેની લડાઈ લડવામાં શ્રીલંકાને વર્ષો લાગ્યાં છે. વર્ષો પહેલાં ભારતમાં ગામડે ગામડે ડીડીટી છાંટવામાં આવતું હતું. શ્રીલંકામાં પણ છેક ૧૯૪૦થી બ્રિટિશ શાસન દરમિયાન ડીડીટીનો છંટકાવ શરૂ થયો હતો. આમ તો પિૃમના દેશોએ છેક ૧૯૩૦ થી મેલેરિયા નાબૂદ કરવા ડીડીટીનો ઉપયોગ શરૂ કર્યો હતો.
અલબત્ત, શ્રીલંકા આ કામ કરી શક્યું તો ભારત કેમ નહીં ?
(રેડ રોઝઃ દેવેન્દ્ર પટેલ)

Sunday, 30 July 2017
પ્લાસ્ટિકનો આતંક અને આપણી આત્મઘાતી બેફિકરાઈ
ભારત જેવા દેશમાં જનસંખ્યા વધુ હોવાથી આ પ્રકારનો ઈ-વેસ્ટ મોટા પ્રમાણમાં થાય છે અને પ્રજાની અસ્વચ્છતાની આદતને કારણે ઘણા પ્રશ્ર્નો દૈનિક ધોરણે ઉભા થઈ રહ્યા છે. સામાન્ય જીવનમાં તો હજૂ પ્લાસ્ટિકના નિકાલની વ્યવસ્થા થઈ શકી નથી ત્યાં આવો ગંભીર દરજ્જો ધરાવતા ઈ-વેસ્ટનું શું કરવું ?
છેલ્લાં કેટલાંક વર્ષથી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનો વિકાસ થવાથી તેના કચરાનો પણ પ્રશ્ર્ન ઊભો થઈ રહ્યો છે. જેને ઈ-વેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વાયર-સોકેટ-પ્લગ – કમ્પ્યુટર્સની સીડી તેમ જ મોબાઈલ ફોનના હાર્ડવેર-અંદરના પાટર્સ અને એવી તે ઘણી બાબત છે જેનો ઉપયોગ થયા બાદ તે કચરામાં ફેંકી દેવામાં આવે છે. ધીમે
ધીમે પ્રશ્ર્ન એ ઊભા થવા લાગ્યા છે કે આવા કચરાનો નિકાલ કઈ રીતે લાવવો? કારણ કે સમગ્ર દેશમાંથી વાર્ષિક ૬,૫૦૦ ટન કચરો ઉત્પન્ન થાય છે. જો તેને સળગાવી દેવામાં આવે
તો તેનો નિકાલ થતાં ખૂબ વાર લાગે છે. ઉપરાંત હવામાં તેના ઝેરી વાયુ ભળી જવાથી
સમગ્ર વાતાવરણને પ્રદૂષિત કરે છે. જે પ્રક્રિયા ખૂબ જ જલદ અને જોખમી છે. આથી અન્ય કોઈ રીત હજુ શોધીને તેના પર પ્રયોગ કરવામાં આવ્યો નથી. સમુદ્રમાં અન્ય ક્યાંય નિકાલ
કરી શકાય તેમ નથી. કારણ કે તે હેવી આઈટમો છે. પ્લાસ્ટિકના જ રૂપાંતર કહી શકાય
તેવી આ ચીજવસ્તુઓનો નિકાલ સરળ નથી. સમગ્ર વિશ્ર્વને આ સમસ્યા હવે એકપડકારજનક લાગે છે. ભારત જેવા દેશમાં જનસંખ્યા વધુ હોવાથી આ પ્રકારનો ઈ-વેસ્ટ મોટા પ્રમાણમાં
થાય છે અને પ્રજાની અસ્વચ્છતાની આદતને કારણે ઘણા પ્રશ્ર્નો દૈનિક ધોરણે ઊભા થઈ રહ્યા છે. સામાન્ય જીવનમાં તો હજુ પ્લાસ્ટિકના નિકાલની વ્યવસ્થા થઈ શકી નથી ત્યાં આવો
ગંભીર દરજ્જો ધરાવતા ઈ-વેસ્ટનું શું કરવું? પ્લાસ્ટિકની વિરુદ્ધમાં જનજાગૃતિ આવી તેમાં
૧૫-૨૦ વર્ષે નીકળી ગયાં. હજુ પણ કેટલાક તો કપડાંની થેલીનો ઉપયોગ કરવાને બદલે પ્લાસ્ટિકનો વપરાશ કરી રહ્યા છે. તેમની પાસેથી હવે તો સ્ટોર્સમાંથી થતી ખરીદી પેટે પ્લાસ્ટિકની થેલી માગનારા પાસે યોગ્ય કિંમત વસૂલ કરવામાં આવે છે.
દૈનિક જીવનમાં પ્લાસ્ટિકનો અનેક સ્વરૂપે વપરાશ થઈ રહ્યો છે. પ્લાસ્ટિકના બકેટ,
પ્લાસ્ટિકના ટિફિન – બાળકોના લંચ બોક્સ અને વોટરબેગ પણ પ્લાસ્ટિકની અને તે
સિવાયના કંપાસ બોક્સ જેવા અભ્યાસક્રમના સાધન પણ પ્લાસ્ટિકનાબેસવાની ખુરશી અને
ટેબલ પણ પ્લાસ્ટિકનાં આ રીતે હિસાબ કરવામાં આવે તો પ્લાસ્ટિક જ ચારે તરફ જોવામાં
આવે છે અને તેનો વપરાશ પણ વધ્યો છે. વૈશ્ર્વિક સ્તરે જોવામાં આવે તો ૧૯૫૦ને આધારવર્ષ ગણવામાં આવે તો ૭ અબજ ટન પ્લાસ્ટિક કચરો મનુષ્યએ પેદા કર્યો છે. પ્લાસ્ટિકની સાધારણ આઈટેમને જમીનમાં પીગળતા અને તેનું રૂપાંતર થવામાં ૧૫ થી ૫૦ વર્ષ લાગે છે. આટલો
સમય રાહ જોવાની ધીરજ કોનામાં હોય? જમીનમાં તેનો નિકાલ કોઈક રીતે નુકસાન અવશ્ય
કરે છે. પરંતુ તેનું વિશ્ર્લેષણ થતું નથી. વ્યાપક જનજાગૃતિની આ દિશામાં જરૂર છે. ખાસ કરીને યુવાન વર્ગને આ મુદ્દે શિક્ષિત કરવાની જરૂર છે. કારણ કે આ કોઈ સામાન્ય બાબત નથી. ભવિષ્યમાં આ સમસ્યા વિકરાળ બને તેવી શક્યતા છે. ૧૯૫૦ સુધી કેન્સરનું પ્રમાણ દર દસ લાખ વ્યક્તિએ માત્ર બેથી ત્રણનું હતું તે ગુણોત્તર આજે ક્યાંય આગળ છે. વિસ્તાર
અને પ્રદેશ અનુસાર કેન્સરનું પ્રમાણ વધ્યું છે.
એક કેન્સર દર્દીની સારવાર પાછળ લાખો રૂપિયા ખર્ચ થયા પછી પણ પરિણામ માટે કોઈ ખાતરી આપી શકાતી નથી. આવું અનિશ્ર્ચિત વાતાવરણ જોવા મળી રહ્યું છે. જે સમગ્ર માનવજાતને માટે એક શ્રાપરૂપ બાબત છે. ૧૯૫૦ને આધારવર્ષ ગણવામાં આવે તો સમગ્ર માનવજાતની જેટલી પ્રગતિ થઈ છે તેટલી જ અધોગતિ થઈ છે. હવે કોઈ વ્યક્તિ એમ કહી શકતી નથી કે “લીલાલહેર છે!! આ શબ્દ તો ક્યાંય પાછળ ધકેલાયો છે. આજે તે સિવાયની તમામ આડઅસર માત્ર આરોગ્ય જ નહિ. સામાજિક સંવાદિતા – માનસિક શાંતિ અને પરસ્પરના સંબંધ ઉપરાંત જીવનના દરેક ક્ષેત્રમાં અસમતુલા ઊભી કરનારી બની રહી છે.
નાગરિકોએ જ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવાની શરૂઆત દૃઢતાથી કરીને એક પણ બાબતે પ્લાસ્ટિક ચીજ નહિ તેવો ૧૦૦ ટકા નિરધાર કરવો જરૂરી છે. ખૂબ મોડું થયું છે અને ભારત જેવા દેશમાં નબળા કાયદા અને ભ્રષ્ટ વહીવટીતંત્રને કારણે પ્લાસ્ટિક સામે લડત આપવી મુશ્કેલ બની રહી છે. પ્લાસ્ટિકને કારણે પશુઓને જે નુકસાન થાય છે તે જુદી જ ચર્ચાનો વિષય છે. હવા – પાણી – જમીન કશું જ બાકી રહ્યું નથી. વન્ય જીવન અને ઘરગથ્થુ પક્ષીઓ ચકલા
– કબૂતર – કોયલ – કાબર અદૃશ્ય થઈ રહ્યાં છે. માત્ર ૫૦ વર્ષમાં આ અધોગતિ થઈ છે. તેમાં આવતો દાયકો તો વધુ ખતરનાક પુરવાર થવાનો છે. તેમ હાલથી જ લાગી રહ્યું છે. માત્ર ઈશ્ર્વર જ હવે ચમત્કાર કરી શકવાને શક્તિમાન છે.

Saturday, 1 July 2017
ગોવર્ધન પર્વતનો વિનાશ રોકે: સરકાર
૨૦૦૬માં હૈદરાબાદના ‘પ્રવાસ દિવસ’ કાર્યક્રમમાં વિદેશી પ્રતિનિધિઓ સમક્ષ ગુજરાતના તૈ વખતના મુખ્યમંત્રી અને આ આપણા વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે મારો રોચક સામનો થયો. મોદીજી ગુજરાતને ભ્રષ્ટાચારમુક્ત કરવાની વાત કરતા હતા, ત્યારે મારી સાથે બેઠેલા મિત્ર કે જેઓ પ્રથમ ભારતીય છે કે જેમણે હિલ્ટન હોટેલ, લોસ એન્જલસ ખરીદી હતી. તૈઓ ઊભા થયા અને બોલ્યા : નરેન્દ્રભાઈ! તમારાથી વિનીત નારાયણ ખુશ નથી. મોદીજી એક પળ માટે રોકાયા ત્યારે ચંદુભાઈએ વાત પૂરી કરી, કારણ કે તૈમને તૈમનાં રાજ્યમાં કોઈ કૌભાંડ-કાંડ મળતું નહોતું. આ વાત પર મોદીજી મુક્તમને હસ્યા તૈ પૂર્વે મારો મોદીજી સાથે કોઈ પૂર્વ પરિચય નહોતો.
મને આૃર્ય થયું કે મોદીજીએ તુરત જ ગુજરાતીમાં બોલવાનું શરૂ કર્યું. તૈમણે કહેલું કે, વિનીતભાઈ નારાયણ ભારતના મોટા પત્રકાર છે તૈમને ભ્રષ્ટાચારની જડમાં જઈ છાશ નાખવાની મજા આવે છે મારું તૈમને નિમંત્રણ છે. તૈઓ ગુજરાત આવી મારા કાંડ-કૌભાંડો શોધી કાઢે. આ વાત પર હું ઊભો થયો અને બોલ્યો કે હું જ વિનીત નારાયણ છું પણ હવે હું ગોટાળા-કાંડની પાછળ નથી પડતો. હવે તૈ ભગવાન શ્રી રાધા-કૃષ્ણની લીલાભૂમિ વ્રજને સજાવવામાં વ્યસ્ત છું. અમારા ઠાકોરજી વ્રજ છોડી દ્વારકા જઈ વસ્યા હતા. તૈથી તમે બધા ‘જય શ્રીકૃષ્ણ’ કહો છો. જૂના જમાનામાં અનેક રાજા-મહારાજા વ્રજમાં આવી કુંડ ઘાટ બનાવતા હતા. તમે આજે ગુજરાતના રાજા છો. કહેવત છે કે દુનિયાના ગુરુ સંન્યાસી, સંન્યાસીઓના ગુરુ વ્રજવાસી. હું વ્રજવાસી છું તૈથી આશીર્વાદ આપું છું કે તમે ભારતના વડા પ્રધાન બનશો અને વ્રજની જાહોજલાલી માટે અમને મદદ કરશો. આ સાંભળી નરેન્દ્રભાઈ મોદી ભાવુક થઈ ગયા અને બોલ્યા, જ્યારે હું દિલ્હી ભાજપ મથકે હતો ત્યારે મારા મનમાં ગોવર્ધનની પરિક્રમા સજાવવાની પ્રબળ ઇચ્છા હતી. હું કંઈ કરી શકું તૈ પહેલાં મને ગુજરાત મોકલી આપવામાં આવ્યો. વિનીતભાઈ! તમે ગુજરાત આવો, અમે તમને સંપૂર્ણ સહયોગ આપીશું.
૨૦૧૪માં હું જ્યારે નરેન્દ્રભાઈ મોદીને વ્રજના વિકાસની પોતાના પાવર પોઇન્ટની રજૂઆત કરી રહ્યો હતો ત્યારે તૈમને મેં વ્રજ ફાઉન્ડેશન નિષ્ણાતોની ટીમ દ્વારા ગોવર્ધનનાં સૌંદર્યીકરણ માટે તૈયાર કરવામાં આવેલી પરિકલ્પનાની પણ રજૂઆત કરી હતી. તૈમણે ખૂબ પ્રશંસા કરી હતી.
આજે ગોવર્ધનના વિકાસનાં નામે જે કંઈ રજૂ થાય છે તૈની વિગત અખબારોમાંથી જાણે દરેક કૃષ્ણભક્ત અને ગોવર્ધનપ્રેમી ખૂબ જ વિચલિત છે. ગોવર્ધનનો વિકાસ અમૃતસરની તરાહ પર શક્ય નથી, કારણ કે સુવર્ણ મંદિર શહેર વચ્ચે એક શહરીકૃત તીર્થસ્થળ છે, જ્યારે કે ગોવર્ધનનો અર્થ છે-ગાયોનું સંવર્ધન કરનાર પર્વત, જ્યાં ગાયો સ્વચ્છંદતાથી ચરતી હોય. ગોવર્ધન મહાત્મ્યના તમામ ગ્રંથોમાં રસિક સંતોને ગોવર્ધનનાં નૈર્સિગક સૌંદર્યનું દિવ્ય વર્ણન કર્યું છે. જેથી જાણવા મળે છે કે, અહીં સઘન વૃક્ષાવલી તૈમજ ફળોથી લદાયેલાં વૃક્ષો ચારેય બાજુ દૂધ જેવાં જણાતા જળપ્રપાત અને સ્વચ્છ જળથી ભરેલાં સરોવરોની ભરમાર હતી અને તૈ જ આ સ્થળની શોભા હતી.
ગોવર્ધનની તળેટીની રજમાં આળોટી સંત ભજનાનંદી અને પરિક્રમાર્થી સ્વયંને ધન્ય માનતા હતા. કળિયુગની અસરથી ગોવર્ધનનાં આ સ્વરૂપનો ઝડપથી વિનાશ કરવામાં આવ્યો. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે અહીં કેટલાંક વૃક્ષોનું રોપણ કરાવેલું, ત્યાર બાદ કોઈ મોટા તો શું નાનાં રાજનેતાને ગોવર્ધનનાં માહાત્મ્યને જાણવા અને ગિરિરાજ મહારાજની યોગ્ય સેવા કરવાનો કોઈ ગંભીર પ્રયાસ નથી કર્યો.
૨૦૦૪માં હું જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટના પ્રયાસથી મને ગોવર્ધન દાનઘાટી મંદિરનો માનદ રિસીવર બનાવાયો ત્યારથી મેં સ્થાનિક નિષ્ણાતો અને જિલ્લા વહીવટીતંત્રની સાથે નિયમિત વિચાર-વિમર્શ કરી ગોવર્ધનની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો, ત્યાર બાદ દેશ-વિદેશમાં સ્થિત અને ધર્મમાં ઊંડી આસ્થા ધરાવતા આર્િકટેક્ટની મદદથી ગોવર્ધનનાં સૌંદર્યીકરણ અને યાત્રીઓ માટે અદ્યતન જરૂરિયાતોને ધ્યાનમાં રાખી એક વિસ્તૃત કાર્યયોજના તૈયાર કરી. આ તૈયારીમાં ૫ વર્ષ લાગ્યાં. જોનારા તૈને જોતા જ રહે છે. આ યોજના ૨૦૦૮માં અમે ઉ.પ્ર. પ્રવાસન વિભાગને સત્તાવાર રીતૈ સોંપી. અમારી ચિંતાનો વિષય એ છે કે, ગોવર્ધનની મૂળ ભાવનાને સમજ્યા વિના ગોવર્ધનના વિકાસના જે સ્વરૂપની વાત આજ થઈ રહી છે તૈનાથી ગોવર્ધનનું સ્વરૂપ બગડશે, બનશે નહીં. તૈના પર ધ્યાન આપવું જોઈએ અને હૈદરાબાદમાં કરવામાં આવેલો વાયદો નિભાવવો જોઈએ. જેથી ગોવર્ધન ગિરિરાજ મહારાજની એવી સેવા હોય કે સંત, ભક્ત અને વ્રજવાસી જયજયકાર કરે.
આધુનિક વ્યવસ્થાથી અમને વાંધો નથી સમયની સાથે પરિસ્થિતિઓ બદલાય છે, તૈથી બંને વિચારધારા વચ્ચે સંઘર્ષ ન હોય અને સૌહાર્દપૂર્ણ સામંજસ્ય હોય તો વાત બને. અમે અમારી વાત વડા પ્રધાન, મુખ્યમંત્રી તૈમજ ઉચ્ચ અમલદારો સમક્ષ રજૂ કરી છે કે ગોવર્ધનનો વિનાશ રોકો.
સંદેશ: -વિનીત નારાયણ(વિચાર સેતુ)
બીટી રાયડાની ખેતીને મંજૂરી : સરકાર સાવધ રહે
દેશભરમાં અત્યારે જાણે ખેડૂતો માટે દેવાનાબૂદી જ મહત્ત્વપૂર્ણ મુદ્દો હોય તૈવી ચર્ચાઓ ચાલે છે પણ ખેડૂતોના અનેક એવા પ્રશ્નો છે કે જેની તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ વધુ ઉત્પાદનનાં સુફિયાણાં બહાનાં નીચે જિનેટિકલી મોડિફાઇટ (જીએમ) બિયારણો દેશમાં ઘુસાડીને ભારતની ખેતી, જમીન, આરોગ્ય અને પર્યાવરણને જે નુકસાન પહોંચાડશે તૈ તરફ કેન્દ્ર સરકારે સાવધ રહેવાની જરૂર છે. દેશમાં અનેક પ્રકારના વિરોધ વચ્ચે ૨૦૦૦માં ગેરકાયદે બીટી કપાસ ઘુસાડાયો અને ૨૦૦૨માં તૈની કાયદેસર મંજૂરી મળી. વધુ આવક અને ઉત્પાદનની લાલચે ખેડૂતો બીટી કપાસની બહુરાષ્ટ્રીય જાળમાં ફસાયા પણ પાંચ વર્ષ પછી હવે ખેડૂતોને સાચો ખ્યાલ આવ્યો અને બીટી કપાસનું વાવેતર કરવાને બદલે ખેડૂતો બીજા પાકો તરફ વળ્યા. આવો જ વિરોધ બીટી રીંગણના પાક સામે યુપીએ સરકાર વખતૈ દેશભરમાં થયો ત્યારે તૈ સમયના કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે દેશભરનાં રાજ્યોનો વ્યાપક પ્રવાસ કરીને ખેડૂતોની વાત સાંભળીને બીટી રીંગણને ખેતીનાં હિતમાં મંજૂરી ન આપી. જાણીતા કૃષિ વિજ્ઞાની સ્વામીનાથને તૈ સમયે કહેલું કે, લાંબા સમયની કસોટીઓ, સ્વતંત્ર પરીક્ષણો અને રીંગણની દેશી જાતો સામે ખતરો ઊભો ન થાય તૈવી પૂરી પ્રતીતિ થયા વિના આવા જીએમ પાકની ખેતીની પરવાનગી આપી શકાય નહીં.
બીટી કપાસ સમયે કહેવાયેલું છે કે, બીટી કપાસથી જીંડવાની ઈયળોનો ઉપદ્રવ ઘટશે અને જંતુનાશકોની વપરાશ ઘટશે. હવે ખેડૂતોને સમજાયું છે કે, ગુલાબી ઈયળને બીટીનાં ઝેરની કોઈ અસર થતી નથી. ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ વધી ગયો છે. ૨૦૦૨ની સરખામણીમાં ૨૦૧૪માં જંતુનાશકોનો ઉપયોગ ૧૧ ટકા વધ્યો હોવાનું નાગપુરના કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્રે જણાવ્યું છે. કપાસમાં ૨૦૦૮માં રાસાયણિક ખાતરોની વપરાશ હેક્ટર દીઠ ૧૩૧ કિલો હતી તૈ ૨૦૧૩માં ૨૨૪ કિલો થઈ છે. આમ બીટી પછી વધ્યો છે અને એક હેક્ટરમાં બીટીની ખેતીથી ૧,૧૭૪ ગ્રામ બીટીનું ઝેર જમીનમાં ઉમેરાય છે. આમ બીટીનું ઝેર અને ઉપર છાંટેલ દવાનું ઝેર ઉમેરાતાં જમીનમાં વધુ ઝેર ભળે છે. હવે ખેડૂતોને બીટી કપાસની વિપરીત અસરોનો ખ્યાલ આવવા માંડયો છે અને ખેડૂતો બીટી કપાસને બદલે મૂળ જૂના પાક તરફ વળવા લાગ્યા છે અને ખેતીખર્ચ ઘટે તથા જમીન-પાણી બગડે નહીં તૈ માટે ખેડૂતો સજીવ ખેતી તરફ વળવા લાગ્યા છે. દેશનાં ૧૦ જેટલાં રાજ્યોએ તો સજીવ ખેતીના સેલ શરૂ કર્યા છે. તો ગુજરાતમાં તો સજીવ ખેતીની યુનિવર્સિટી પણ સ્થપાવાની છે, ત્યારે જીએમ પાકોને મંજૂરી આપવી યોગ્ય નથી. રાસાયણિક પાકને બદલે અનુભવે સજીવ ખેતી તરફ વળવું પડયું છે.
બહુરાષ્ટ્રીય કંપનીઓ હવે જીએમ રાયડો ઘુસાડવાની તૈયારી કરી રહી છે અને હવે સીધી નહીં તો આડકતરી રીતૈ ‘સ્વદેશી જીમ’નાં નામે ૨૮ ટકા વધુ ઉત્પાદન આપતી બીટી રાયડાની જાતની મંજૂરી મેળવવા ભારે પ્રયાસો ને ભરપૂર કોશિશ થઈ રહી છે. જેની સામે ભારતીય કિસાન સંઘ અને સ્વદેશી જાગરણ મંચ જેવી સત્તાપક્ષની ભગિની સંસ્થાઓ, દેશનાં ૫૬થી વધુ ખેડૂત સંગઠનો, બસો જેટલા કૃષિ વિજ્ઞાનીઓ, સર્વોચ્ચ અદાલતના કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો અને સચિવો વગેરેએ કેન્દ્ર સરકારને બીટી રાયડાને મંજૂરી ન આપવા અનુરોધ કર્યો છે. દેશમાં ૪૬ ટકા રાયડો પકવતાં રાજસ્થાનની રાજ્ય સરકારે પણ વિરોધ નોંધાવ્યો છે. બિહાર, મધ્ય પ્રદેશ, કેરળ, તામિલનાડુ, પંજાબ, હરિયાણા અને દિલ્હી જેવાં રાજ્યોમાં પણ ખેડૂતોનો વિરોધ છે. ગુજરાતમાં તો જીએમ રાયડાની ખેતી તો દૂરની વાત રહી તૈના પ્રયોગો કે અખતરા કરવા સામે પણ પ્રતિબંધ છે ત્યારે કેન્દ્ર સરકારે બીટી રાયડાની ખેતીને મંજૂરી આપતાં પહેલાં સો વાર વિચારવાની જરૂર છે. બીટી રાયડાની ખેતીથી ખાદ્યતૈલનું ઉત્પાદન વધતાં તૈલની આયાતમાં રાહત થશે તૈવી દલીલ મોટાપાયે બીટી રાયડાના હિમાયતીઓ કરી રહ્યા છે પણ આ માટે પૂરતાં વૈજ્ઞાનિક પરીક્ષમો કરાયાં નથી. જે ભારતના કૃષિ વિજ્ઞાનીઓનું પણ એક પ્રકારનું અપમાન છે. જીએમ રાયડાથી પણ વધુ ઉત્પાદન આપતી દેશી જાતો ભારતીય કૃષિ વિજ્ઞાનીઓએ શોધી છે અને તૈનો ઉપયોગ ખેડૂતો કરે પણ છે. બહુરાષ્ટ્રીય કંપનીઓનો બીટી કપાસ બાદ બીટી રાયડાને મંજૂરી મળી જાય તો મકાઈ સહિત બીજી ૭૨ જેટલી જીએમ જાતો ભારતમાં ઘુસાડવાનો રીતસરનો વ્યૂહ છે. આજે ખાદ્યતૈલ બાબતૈ ભારત ૯૭ ટકા સ્વાવલંબી છે છતાં ખાદ્યતૈલની આયાતો પરનાં નિયંત્રણો હટાવી લેવાયાં. પરિણામે ભાવો ઘટતાં ખેડૂતોનો તૈલીબિયાંની ખેતીમાંથી રસ ઊડી ગયો છે. રાયડાના લઘુતમ ટેકાના ભાવમાં પણ એક વર્ષમાં ઘટાડો થયો છે. આથી તૈલીબિયાંનું વધુ ઉત્પાદન આપતી જાતો શોધાયા છતાં રાયડાનો વાવેતર વિસ્તાર, કુલ ઉત્પાદન અને હેક્ટર દીઠ ઉત્પાદન છેલ્લા દાયકામાં સ્થગિત થઈ ગયાં છે યા ઘટયાં છે અને ખાદ્યતૈલની આયાત વધતી રહી છે. બીટી રાયડાથી ખેતીની જમીનમાં ઝેર વધશે, પર્યાવરણ અને આરોગ્યને નુકસાન થશે, મધમાખી ઉછેરને પણ વિપરીત અસર થશે. વળી, એક ખેતરમાં બીટી રાયડો હોય તો તૈની અસર બાજુનાં ખેતરની દેશી જાતના રાયડાની ખેતીને પણ થશે. ખેડૂતોને દર વર્ષે નવું બિયારણ ખરીદવું પડશે. આથી કેન્દ્ર સરકારે પૂરું પરીક્ષણ અને કસોટી કર્યા વિના કે ખેડૂતો તથા કૃષિ વિજ્ઞાનીઓના અભિપ્રાયોને ધ્યાનમાં લીધા વિના યા નજરઅંદાજ કરીને નિર્ણય લેતાં પહેલાં સાવધાનીપૂર્વક વર્તવાની દેશની ખેતી અને ખેડૂતોના વ્યાપક હિતમાં જરૂર છે.
સંદેશ: -મણિલાલ એમ. પટેલ
Friday, 30 June 2017
योगी सरकार के 100 दिन: मुख्यमंत्री योगी आदित्यनाथ ने कही ये 10 बड़ी बातें
उत्तर प्रदेश में योगी सरकार के 100 दिन पूरे हो चुके हैं. इसी मौके पर आज एबीपी न्यूज ने एक खास कार्यक्रम का आयोजन किया जिसमें प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने 100 दिनों के कामकाज का हिसाब दिया है. आदित्यनाथ ने यूपी में कानून, एंटी रोमियो दल, सहारपुर की घटना, किसानों की कर्जमाफी से लेकर गौरक्षा तक पर अपनी राय रखी और सरकार के काम का ब्यौरा बताया और साथ ही सवालों के जवाब भी दिए.
आपको बता रहे हैं योगी आदित्यनाथ की दस महत्वपूर्ण बातें-
- योगी आदित्यनाथ ने कहा- जो प्रदेश पिछले 14-15 सालों से जातिवाद, परिवाद और भ्रष्टाचार के आगोश में डूब चुका था उसके सामने चुनौतियां भी होगीं और समस्याएं भी. लेकिन इनका समाधान भी होगा. पिछले 100 दिन के दौरान इसी को सुधारने का प्रयास किया गया है. जंगलराज, नौजवानों का पलायन, आत्महत्या करता किसान, असुरक्षित बेटियां और माताएं ये यूपी का चेहरा बन चुका था. यूपी के कार्यालयों में फाइलें धूल चाट रही थीं. सालों से जंग लगी हुई व्यवस्था को ठीक करने में थोड़ा समय तो लगेगा ही.
- सहारनपुर की घटना योगी आदित्यनाथ- यह एक सुनियोजित साजिश थी और बसपा प्रमुख मायावती ने इसमें आग में घी डालने का काम किया था. मैंने अधिकारियों से पूछा था कि मायावती को कार्यक्रम करने की अनुमित कैसे दे दी? तो अधिकारियों ने कहा कि कुछ नहीं होगा. मैंने कहा कि जहां पर जातिय संघर्ष को उकसाने का प्रयास किया जा रहा है वहां पर एक जाति विशेष से जुड़ी नेता को कार्यक्रम करने देंगे तो क्या होगा. मैंने उस दौरान मंत्रियों के कार्यक्रम रद्द करा दिए थे. प्रशासन ने उन्हें अनुमति देकर भूल की.
- अवैध बूचड़खानों पर योगी आदित्यनाथ- सुप्रीम कोर्ट और एनजीटी की गाइडलाइंस को जो भी पालन नहीं करता है तो उसे हमनें बंद कराया गया है. इसमें यांत्रिक और सामान्य कत्लखाने दोनों हैं. हमने चुनाव के दौरान भी यही कहा था.
- एंटी रोमियो दल पर योगी आदित्यनाथ- इसके लिए गाइडलाइंस पहले ही जारी कर दी गई है. किसी ने भी कानून के साथ खिलवाड़ किया तो पुलिस अधिकारियों के खिलाफ भी कार्रवाई होगी. प्रदेश के अंदर महिलाओं की सुरक्षा एक चुनौती थी काफी हद तक हमने दूर किया है.
- हिंदू युवा वाहिनी पर आदित्यनाथ- कोई भी संगठन कानून को हाथ में लेगा तो उस पर कार्रवाई होगी. सरकार पूरी संजीदगी, जवाबदेही और संवेदनशीलता के साथ काम कर रही है. चाहें कोई भी दल हो या फिर कोई भी संगठन हो अगर कोई कानून अपने हाथ में लेता है तो उस पर कानूनी कार्रवाई होगी. ये संदेश सबके लिए है, किसी संगठन विशेष के लिए नहीं है.
- गौरक्षा पर- जो लोग अन्य दलों से बेरोजगार हुए हैं उनमें से बहुत लोगों ने भगवा गमछा डालकर इस प्रकार के काम शुरू किए हैं. प्रदेश के अंदर ऐसी कोई घटना नहीं हुई है कि गौरक्षा के नाम किसी को मारा गया हो. आगे भी ऐसी घटना नहीं होगी. आप पुलिस को सूचना दीजिए, प्रशासन को दीजिए, अगर कोई कानून को हाथ में लेगा तो उसके खिलाफ कार्रवाई होगी. पीएम ने साफ कह दिया है कि गौरक्षा के नाम पर सड़क चलते किसी भी शख्स पर हाथ ना चलाएं.
- किसानों की कर्जमाफी पर- किसानों की कर्जमाफी किसानों पर एहसान नहीं है. हमने प्रदेश के अंदर लघु और सीमांत किसानों को राहत दी है जो सालों से सूखा और कई दैविय आपदाओं को झेला है. पिछले 12-15 सालों से प्रदेश के अंदर आने वाली सरकारों के एजेंडे में कभी किसान थे ही नहीं. चीनी मिल मालिकों के बारे में सरकार फैसला ले लेती थी लेकिन किसानों के गन्ना मूल्य के बारे में सरकार साइलेंट हो जाती थी. हमने इस व्यवस्था को किसानों की आत्मनिर्भरता के साथ जोड़ा है. हमने बैंकर्स से इस बारे में कहा कि 31 मार्च 2016 तक लिए गए एक लाख तक के ऋण पर लघु और सीमांत किसान को कोई नोटिस ना मिले. 2017 तक ये व्यस्था करे लें कि जिनका एनपीए हो चुका है उन्हें कोई नोटिस जारी नहीं करेंगे. प्रदेश के अंदर करीब 86 लाख किसानों को इस व्यवस्था से लाभान्वित करने जा रहे हैं.
- इसके साथ योगी आदित्यनाथ ने ये भी कहा कि ‘हमने किसानों को एक ऑफर दिया है कि हम उनकी ऊपज का दाम उन्हें देंगे. हम लोगों ने गेहू क्रय केंद्र इसी आधार पर शुरू किया था. किसानों से इस साल 37 लाख मेट्रिक टन गेहूँ सरकार ने ख़रीद की है. हम प्रत्येक जनपद में एक कृषि विज्ञान केंद्र भी स्थापित करेंगे. हम आधुनिक तकनीक के साथ किसानों को जोड़ेंगे.
- ’लालू-नीतीश की जोड़ी की तरह यूपी में अखिलेश-माया की जोड़ी बन जाए तो ? इस सवाल पर आदित्यनाथ ने कहा, ‘प्रदेश की जनता ने परिवारवाद और जातिवद को पूरी तरह नकार दिया है. इस प्रकार की बेमेल जोड़ी के लिए राजनीति में कोई स्थान नहीं है.
- ’क्या अगला विधानसभा चुनाव गोरखपुर से लड़ेगे ? सवाल पर योगी आदित्यनाथ ने कहा- मैं फुल टाइम राजनेता नही हूं. गोरखपुर मेरी कर्मभूमि-साधनाभूमि है. इसे छोड़ने का सवाल नहीं. विधानसभा चुनाव वहां से लडूंगा जहां से पार्टी तय करेगी
Wednesday, 28 June 2017
મુખ્યમંત્રી યોગીએ યુપી સરકારના 100 દિવસનું રિપોર્ટકાર્ડ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે સરકારના 100 દિવસ પૂરા થવાના અવસરે રિપોર્ટ કાર્ડ રજુ કર્યું. તેમણે યોગી સરકારની ઉપલબ્ધિઓ અને ભવિષ્યમાં લેવાનારા પગલાં અંગે જાણકારીઓ આપી. આ અવસરે તેમણે ‘100 દિન વિશ્વાસ કે’ નામની એક બુકલેટ પણ જારી કરી. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે 100 દિવસનો સમયગાળો ખુબ ઓછો છે પરંતુ તેમને પોતાની સરકારની અત્યાર સુધીની ઉપલબ્ધીઓ પર સંતોષનો અનુભવ રહ્યો છે. તેમણે કહ્યું કે 2017 પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મશતાબ્દીનું વર્ષ છે અને રાજ્ય સરકાર તેમના અંત્યોદયના સપનાને પૂરું કરવા માટે કૃત સંકલ્પિત છે.
મુખ્યમંત્રી યોગીએ યુપીની ગત સરકારોની ટિકા કરતા કહ્યું કે ગત 14-15 વર્ષોમાં યુપી વિકાસની રેસમાં ખુબ પાછળ રહી ગયું હતું. તેમણે કહ્યું કે ગત સરકારો ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને કાયદા વ્યવસ્થામાં ફેલ રહી પરંતુ તેમની સરકાર હવે રાજ્યના વિકાસને રસ્તા પર લાવવા જઈ રહી છે. યોગીએ કહ્યું કે તેમની સરકારે લોક કલ્યાણ સંકલ્પ પત્રના વચનોને પૂરા કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધા છે અને સરકાર કોઈ પણ ભેદભાવ વગર જનતાની સેવા કરી રહી છે.
યોગીએ ગણાવી સરકારની ઉપલબ્ધિઓ, બતાવ્યાં ફ્યુચર પ્લાન
મહત્વના અંશો…
- સરકાર લોકોના ભોજન, મકાનો, રસ્તાઓ, શૌચાલયો જેવી મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવાના પ્રયત્નો કરી રહી છે. કાયદા વ્યવસ્થામાં સુધારની કોશિશ ચાલુ છે.
- 2017ના વર્ષને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત. 24 જાન્યુઆરીને યુપી દિવસ તરીકે ઉજવવાનો ફેસલો. અંત્યોદયનો લક્ષ્ય હાંસિલ કરવાનું સરકારનું લક્ષ્ય અને સંકલ્પ.
- યુપીની અર્થવ્યવસ્થા કૃષિ આધારિત, આથી ગામડાઓનો વિકાસ જરૂરી છે. જેને જોતા ખેડૂતોનુ હિત એ ટોચની પ્રાથમિકતાઓમાં સામેલ છે.
- 5 હજારથી વધુ ઘઉંવેચાણ કેન્દ્રોની સ્થાપના. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 4 ગણા ઘઉંની ખરીદી, આ વર્ષે 36 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદાયા.
- શેરડીના ખેડૂતોને 22517ની બાકી રકમની ચૂકવણી થઈ ચૂકી છે.
- પહેલી જ કેબિનેટ બેઠકમાં 31 માર્ચ 2016 સુધી લઘુ અને સીમાંત ખેડૂતોના એક લાખ સુધીનું દેવું માફ, એક કરોડ 86 લાખ ખેડૂતોને ફાયદો, દેવામાફીથી રાજ્યની તિજોરીને પડનારો 36હજાર કરોડનો બોજો ખર્ચાઓમાં કાપ મૂકીને ભરપાઈ કરાશે.
- પીએમ આવાસ યોજના હેઠળ 9 લાખ 70 હજાર પરિવારોને આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કામ ચાલું.
- એક લાખ 21 હજાર કિલોમીટરથી વધુના રસ્તાઓને ખાડામુક્ત કરવાની કાર્યવાહી ચાલુ.
- 14 એપ્રિલથી શહેરી વિસ્તારોમાં 20 કલાક અને ગ્રામિણ વિસ્તારોમાં 18 કલાક વીજળીની આપૂર્તિ થઈ રહી છે. 24 કલાક વીજળી માટે કેન્દ્ર સાથે ‘પાવર ફોર ઓલ’ કરાર.
- બીપીએલ પરિવારોને મફત વીજળી કનેક્શન. શહેરી વિસ્તારમાં ખરાબ ટ્રાન્સફોર્મરને 24 કલાક અને ગ્રામીણ ક્ષેત્રમાં ખરાબ ટ્રાન્સફોર્મરને 48 કલાકમાં બદલાવવાનો આદેશ.
- પર્યટન વિભાગના ટુરિઝમ પોર્ટલની શરૂઆત.
- કૈલાશ માનસરોવરના પ્રવાસીઓ માટે 50હજાર રૂપિયાની રકમ વધારીને એક લાખ કરાઈ.
- ‘નમામિ ગંગે’ માટે 600 કરોડની યોજનાઓ શરૂ.
- માફિયામુક્ત, ગુંડામુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત યુપીની દિશામાં મહત્વનું પગલું.
- એન્ટી ભૂમાફિયા પોર્ટલ લોન્ચ, લગભગ 6 હજાર અતિક્રમિત ભૂમિ મુક્ત.
- મહિલાઓના સશક્તિકરણના પ્રભાવશાળી પ્રયત્નો, એન્ટી રોમિયો સ્કવોર્ડ જેવા પગલાંથી મહિલાઓ પહેલા કરતા વધુ સુરક્ષિત મહેસૂસ કરી રહી છે. ભ્રૂણ હત્યા વિરુદ્ધ પ્રભાવી કાર્યવાહી.
- મહિલા સુરક્ષા માટે 181 હેલ્પલાઈન.
- યોગ દિવસ પર રાષ્ટ્રીય સ્તરના મુખ્ય કાર્યક્રમ લખનઉમાં થયો. પીએમ મોદીની હાજરીમાં 51000 લોકોએ ભાગ લીધો.
- 2017 સુધીમાં 30 જિલ્લાઓને ખુલ્લામાં શૌચમુક્ત બનાવવાનું લક્ષ્યાંક.
- ઝાંસી, અલીગઢ, અલાહાબાદ જેવા શહેરો સ્માર્ટ સીટીમાં સામેલ, કાનપુર, રાયબરેલીને સામેલ કરવાની કોશિશ.
- શિક્ષા વ્યવસ્થામાં આમૂલચૂલ પરિવર્તનના પ્રયત્નો શરૂ.
- આ સત્રથી 166 દીનદયાળ ઉપાધ્યાય મોર્ડન શાળાઓ શરૂ કરવાની યોજના.
- ઈન્સેફલાઈટિસના કારણે સંવેદનશીલ 38 જિલ્લાઓમાં ટીકાકરણ અભિયાન ચલાવવામાં આવ્યું છે.
- 150 અતિ આધુનિક એમ્બ્યુલન્સ ચાલી રહી છે.
- બુંદેલખંડ અને પૂર્વાંચલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિક્સીત કરવાની યોજના.
- બુંદેલખંડ એક્સપ્રેસ વેની યોજના, અયોધ્યા કાશીને એક્સપ્રેસ વે સાથે જોડાશે.
- જલ્દી લખનઉ મેટ્રો શરૂ થશે. ગોરખપુર અને અન્ય શહેરોમાં મેટ્રોની યોજના.
- નવી ઔદ્યોગિક નીતિ તૈયાર થઈ રહી છે, રોકાણને આકર્ષવાની કોશિશ રહેશે.
- પૂર્વની સરકારો વખતે ભ્રષ્ટાચારની બોલબાલા હતી પરંતુ હવે પારદર્શક વ્યવસ્થા.
Saturday, 27 May 2017
સ્વાઈન ફ્લૂ (H1N1)
2009નો ફલૂ રોગચાળો એ નવીન પ્રકારના H1N1 ઈન્ફલ્યુએન્ઝા વાઇરસનો વૈશ્વિક ફેલાવો છે, જેનો વાતચીતની ભાષામાં “ સ્વાઈન ફલૂ ” તરીકે ઉલ્લેખ થાય છે. જો કે આ વાયરસ એપ્રિલ 2009માં પ્રથમ શોધી કઢાયો, ત્યારે તેમાં ડુક્કર, એવીયન (પક્ષી) અને મનુષ્ય ઈન્ફલ્યુએન્ઝાના વાયરસના જનીનનું સંમિશ્રણ હતું, તે ડુક્કરના માંસ કે તેની બનાવટો ખાવાથી ફેલાઈ શકતો નથી.
મોટાભાગના લોકોએ માત્ર હળવાં લક્ષણોનો અનુભવ કર્યો છે, કેટલાકે વધુ તીવ્ર લક્ષણોનો અનુભવ કર્યો છે. હળવાં લક્ષણોમાં તાવ, ગળાના સોજો, ઉધરસ, માથાનો દુખાવો, સ્નાયુ કે સાંધામાં દુખાવો અને ઉબકા અને ઊલ્ટી કે અતિસારનો સમાવેશ થઈ શકે. જેમનામાં આ લક્ષણો તીવ્ર માત્રામાં હોય તેમાં વધુ જોખમ હોય છે તેમાં સમાવિષ્ટ છે : અસ્થમા, ડાયાબિટીસ, જાડાપણા સાથે, હૃદયરોગ, રોગપ્રતિરક્ષા સાથે સમાધાન સાધેલ, ન્યૂરોડેવલપમેન્ટ સ્થિતિ સાથેના બાળકો અને સગર્ભા સ્ત્રીઓ. આ ઉપરાંત, અગાઉ ખૂબ તંદુરસ્ત વ્યકિતઓ માટે પણ ઓછી ટકાવારીમાં દર્દીઓને વાયરલ ન્યૂમોનિયા કે તીવ્ર શ્વાસોચ્છવાસ તકલીફના લક્ષણો વિકસી શકે. આ જાતે જ શ્વસનની વધેલી તકલીફ તરીકે દેખાય છે અને ફલૂ લક્ષણોની પ્રારંભિક શરૂઆત પછી 3-6 દિવસોમાં ખાસ કરીને થાય છે.
સ્વાઈન ફ્લૂ (H1N1) આખરે શું છે ?
એચવનએનવન (H1N1) એક નવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- 2009 માં યુ.એસમાં મળી આવ્યાં હતાં. અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. આ એક વાયરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે.
માર્ચ-2009 ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈંફ્લુએન્ઝા એ (H1N1) દક્ષિણ કેલિફોર્નિયા અને સેંટ એન્ટોનિયો (ટેક્સાસ) માં પ્રવેશ કર્યો. શરૂઆતી તબક્કામાં એ જાણવું ખુબ જ મુશ્કેલ રહ્યું કે, વ્યક્તિ આ વાયરસનો ભોગ બન્યો છે. બધા એવું જ માનતા આ તો સામાન્ય તાવના લક્ષણો છે પરંતુ જ્યારે આ તાવ લાંબા સમય સુધી તેમના શરીરમાંથી ન નિકળ્યો ત્યારે તેઓને તેની ગંભીરતા સમજાઈ. આ વાયરસે 65 વર્ષથી વધુ વયના લોકોને, પાંચ વર્ષની નીચેની ઉમરના બાળકોને,સગર્ભા સ્ત્રીઓને પોતાના નિશાને લીધા.

નીચે મુજબના લક્ષણો જણાઈ આવે તો સમજી લેવું કે, તેઓ પણ સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છે.
શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. એચવનએનવનના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે.
- ઝડપી શ્વાસોચ્છવાસ અથવા શ્વાસ લેવા માટે ભારે મહેનત
- ત્વચાનો રંગ વાદળી
- પૂરતું પ્રવાહી ન પીવાય
- જાગવું નહી કે આંતરક્રિયા ન કરવી
- એટલા ચીઢીયા થઈ જવું કે બાળક તેને ઊંચકવામાં આવે તેમ ઈચ્છે નહીં
- ફલૂ જેવાં લક્ષણોમાં સુધારો થાય, પરંતુ પછી તાવ અને ખરાબ ઉધરસ સાથે પાછાં આવે
- લાલ ચકામા સાથે તાવ
- ખાઈ ન શકાય
- રડે ત્યારે આંસુ ન નીકળે
વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના ચિન્હો
- શ્વાસ લેવામાં મૂશ્કેલી કે હાંફ ચઢવો
- છાતી કે પેટમાં દુખાવો કે દબાણ
- અચાનક મૂર્ચ્છા
- ગૂંચવણ
- ભારે અથવા સતત ઊલ્ટી
- ઓછું ઉષ્ણતામાન
સ્વાઈન ફ્લૂ વાયરસને કેવી રીતે પકડી શકશો ?
સ્વાઈન ફ્લૂ વાયરસ મુખ્યત્વે સીઝનલ ફ્લૂના વાયરસને મળતો આવે છે. આપણે જાણીએ છીએ કે, મોસમી તાવ શરદી-ઉધરસના થકી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કેટલીક વખત આ વાયસરથી ગ્રસિત કોઈ વ્યક્તિનું મોઢુ, નાક કે શરીરના અન્ય અંગોને સ્પર્શવાથી પણ સામેવાળી વ્યક્તિને તેનો ચેપ લાગે છે.
સ્વાઈન ફલૂનાં લક્ષણો બીજા ઈન્ફલ્યુએન્ઝા જેવાં હોય છે, અને તેમાં તાવ, ઉધરસ (ખાસ કરીને “ સૂકી ઉધરસ ” ), માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ગળાનો સોજો, ઠંડી, થાક તથા નાક દદડવાનો સમાવેશ થાય છે. કેટલાક કેસોમાં અતિસાર, ઊલ્ટી, તથા મજ્જાતંતુવિષયક સમસ્યાઓનો પણ અહેવાલ આપવામાં આવ્યો છે. ગંભીર ગૂંચવણોના ઊંચા જોખમવાળા લોકોમાં 65 વર્ષ કરતાં વધુ ઉંમરના, 5 કરતાં ઓછી વયના, મંજ્જાતંતુવિષયક વણસેલી સ્થિતિવાળાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ (ખાસ કરીને ત્રણ મહિના દરમિયાન), અને અસ્થમા, ડાયાબિટીસ, જાડાપણું, હૃદયરોગ કે નબળી રોગપ્રતિરક્ષા સ્થિતિ (દા.ત. ઈમ્યુનોસપ્રેસિવ દવાઓ લેતા હોય અથવા એચઆઈવી ચેપ લાગ્યો હોય) જેવી તબીબી સ્થિતિવાળી કોઈપણ ઉંમરની વ્યકિતઓનો સમાવેશ થાય છે. યુ.એસ.માં હોસ્પિટલમાં દાખલ કરાયેલ 70 % થી વધુ લોકો સીડીસી અહેવાલ પ્રમાણે આવી સ્થિતિ ધરાવતાં હતા.
સપ્ટેમ્બર 2009માં સીડીસી એ અહેવાલ આપ્યો કે H1N1 ફલૂ, “ સામાન્યરીતે મોસમી ફલૂથી થાય છે તે કરતાં લાંબાગાળાથી માંદા બાળકોમાં મૃત્યુનું પ્રમાણ ઊંચું જણાય છે. " અત્યારસુધીમાં મૃત્યુ પામેલા બાળકો પૈકી, બે-તૃતીયાંશ અગાઉથી બાળકોમાં ચેતાતંત્રમાં વિકૃતિ હતી, જેમ કે મગજનો લકવો, સ્નાયુઓનો ખામીપૂર્ણ વિકાસ કે મંદ વિકાસ. “ મજ્જાતંતુ અને સ્નાયુની સમસ્યાવાળા બાળકોને ખાસ કરીને આવી મૂશ્કેલીઓનું ભારે જોખમ હોઇ શકે. ”
નિવારણ
સીડીસી એ ભલામણ કરી હતી કે પ્રારંભિક રસીનો ડોઝ અગ્રિમતાવાળાં જૂથોને, જેમ કે સગર્ભા સ્ત્રીઓ, છ મહિનાના શિશુ સાથે રહેતાંસ્વાઈન ફ્લૂ લોકો અથવા તેની સંભાળ કર્તા લોકો, છ મહિનાથી ચાર વર્ષ સુધીનાં બાળકો અને આરોગ્ય સંભાળ કાર્યકરોને આપવો જોઈએ. યુ.કે.માં, એનએચએસે ભલામણ કરી હતી કે, મોસમી ફલૂ થવાનું જોખમ હોય તેવા છ મહિનાથી વધુ ઉંમરના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, તથા રોગ-પ્રતિકાર સાથે બાંધછોડ કરનાર પરિવારના લોકોને રસીની અગ્રતા આપવી.
શરૂઆતમાં બે ઈંજેક્ષનો જરૂરી હોવાનું વિચારાયું હતું, તેમ છતાં ચિકિત્સકીય અભ્યાસોએ દર્શાવ્યું કે નવી રસીમાં “ બે ને બદલી એક જ ડોઝ ” થી પુખ્ત વ્યકિતઓને રક્ષણ મળે છે, અને તેથી મર્યાદિત રસીનો પુરવઠો આગાહી કર્યા પ્રમાણે બે ગણા લોકોને મળશે. “ વધુ કાર્યક્ષમ રસી ” હોવાથી ખર્ચ પણ ઓછો થશે. 10 કરતાં ઓછી ઉંમરના બાળકો માટે, 21 દિવસના આંતરે બે વખત રસી આપવાની ભલામણ છે. મોસમી ફલૂ માટે હજુ અલગ રસીની જરૂર પડશે.
વિશ્વભરના આરોગ્ય અધિકારીઓને પણ ખૂબ ચિંતા થતી હતી, કારણ કે વાયરસ નવો હતો અને સહેલાઈથી બદલાઇ જતો હતો અને વધુ ઝેરી બનતો હતો, જો કે મોટાભાગના ફલૂનાં લક્ષણો હળવાં હતાં અને સારવાર વિના થોડાક દિવસો જ અસ્તિત્વમાં રહેતાં હતાં. અધિકારીઓએ સમુદાયો, ધંધાદારીઓ અને વ્યકિતઓને, શાળાઓ બંધ કરવા, માંદગી માટે મોટા પ્રમાણમાં કર્મચારીઓની ગેરહાજરી, હોસ્પિટલોમાં દર્દીઓના ઘસારા અને સંભવત: રોગચાળાના બહોળા ફેલાવાની અન્ય અસરોની શકયતા અંગે આકસ્મિક યોજના બનાવવાની વિનંતી કરી હતી.
- જ્યારે પણ ઉઘરસ અથવા શરદી આવે ત્યારે આપનું મોઢુ અને નાક ટિસ્યૂ પેપર વડે ઢાકી દો. બાદમાં તેને ફેંકી દો.
- શરદી-ઉઘરસ બાદ આપના હાથ ગરમ પાણી અને સાબુ વડે ઘોવાનું ન ભૂલશો. આલ્કોહોલ ધરાવતા હેન્ડ ક્લિનર વધુ ફાયદાકારક રહેશે.
- બની શકે તો તમારી આંખ, નાક અને મોઢાને સ્પર્શવાનું ટાળો કારણ કે કિટાળુઓ આ માર્ગેથી જ ફેલાય શકે છે.
- બીમારીથી પીડિત અન્ય લોકોથી થોડા દૂર જ રહો
- જો તમે બીમાર હોય તો ઘરમાં રહો અને બહાર જવાનુ ટાળો. ઓફિસે અને સ્કૂલો જવાની બિલકુલ પણ જરૂરિયાત નથી કારણ કે, તમારા બહાર જવાથી અન્ય લોકોમાં પણ આ વાયરસ ફેલાવાની ભીતિ રહેશે.
સ્વાઈન ફલૂથી ડરવાની જરુર નથી પણ સમયસર સારવાર જીદગી બચાવિ શકે છે. સ્વાઈન ફલૂનો સામનો લોક જાગૃતિ તથા લોક ભાગીદારી થી જ શકય છે
બાળ ઘડતર થકી વિશ્વશાંતિની દિશામાં - હસમુખ પટેલ
બાળક ખૂબ જ પ્રભાવક્ષમ હોય છે. બચપણમાં તે જે અનુભવે છે તે શીખે છે. બચપણમાં તે પ્રેમ અને આનંદ અનુભવે તો મોટુ થઇને તે પ્રેમાળ અને આનંદિત વ્યક્તિ તરીકે સમાજમાં પ્રેમ, આનંદ અને શાંતિ ફેલાવે છે. બચપણમાં તે પ્રતિક્રિયા કે હિંસાનો અનુભવ કરે તો મોટા થઇ સમાજમાં હિંસા અને અશાંતિ વધારે છે.
બચપણમાં કઠોર વ્રતધારી માતા પાસેથી ગાંધીજી વ્રત, ઉપવાસ અને પ્રતિજ્ઞાનું બળ શીખે છે. નોકરાણી રંભા પાસેથી રામનામ શીખે છે જે છેલ્લા શ્વાસ સુધી ટકે છે બચપણમાં જોયેલ સત્યવાદી રાજા હરિશ્વંદ્રનુ નાટક તેમને સત્યના પૂજારી બનાવે છે. આથી જ કડામાંથી સોનાની ચોરી પછી સામાન્ય રીતે અવ્યવહારુ લાગતો સત્યનો માર્ગ અપનાવી પિતા સમક્ષ કબૂલાત કરે છે. એ વખતના પિતાના વર્તનથી તેઓ અહિંસાનો પદાર્થ પાઠ શીખે છે અને આજીવન અહિંસાના પૂજારી બને છે.
“ પક્ષી કઇ રીતે ઉડે છે ? ” તે શીખવનાર નવમા ધોરણના વિજ્ઞાન શિક્ષક પાસેથી નાનકડો કલામ આકાશમા ઉડવાનું સપનું પામે છે અને પરિણામે આપણને પ્રખર અવકાશ વૈજ્ઞાનિક પ્રાપ્ત થાય છે. તેમની આત્મકથા “અગનપંખ” વાંચશુ તો આ ઓલિયા રાજપુરુષનાં સંસ્કાર બીજ બચપણમાં જ જોવા મળશે.
આ બે મહાપુરુષોની જ વાત નથી. આ સૌને લાગુ પડે છે. આપ અને હુ આજે જે કંઇ છીએ તેના બીજ તો બાળપણમાં જ વવાઇ ગયેલાં હતાં. મનોવૈજ્ઞાનિકો સંમત થશે કે કોઇપણ અપવાદ વિના આ વાત સાચી છે.
બાળપણ આટલુ મહત્વનું છે તેની આપણામાંથી મોટા ભાગનાને ખબર હોતી નથી. પરિણામે મોટા ભાગનાં બાળક અસંખ્ય પીડાજનક અનુભવોમાંથી પસાર થાય છે. અને તેમાંય તેનુ વ્યક્તિત્વ ઘડાય છે. આવી વ્યક્તિ સમાજમાં હિંસા, પીડા, શોષણ, ભેદભાવ જેવી નકારાત્મક બાબતો જ ફેલાવી શકે અને તેથી જ આપણા જાણીતા શિક્ષણવિદ સ્વ.મનુભાઇ પંચોળી, “દર્શક” બાળ ઉછેરને “વિશ્વશાંતિ ની ગુરુકિલ્લી” કહે છે.
આ સંદેશો દરેક માબાપ, શિક્ષકો, વડીલો અને ખાસ કરીને માબાપ થવાના હોય તેવાં યુગલોને પહોંચે તેવી આ અભિયાનની નેમ છે. આ હેતુથી જ અભિયાનમાં જેડાએલ મિત્રો પોતાની વ્યવસાયિક જવાબદારીઓની વચ્ચે પ્રતિબધ્ધતાપૂર્વક પ્રયાસરત છે. આ મિત્રો અભિનંદનના અધિકારી છે
આ વિચારમાં માનનાર અસંખ્ય લોકો આ વિશ્વમાં છે. તેઓ અમારી જેમ જ અને ઘણા બધા તો અમારા કરતાં પણ વિશેષ પ્રયત્નો આ દિશામાં કરી રહ્યા છે. તેઓ સંગઠિત થાય, તેઓને એકબીજાને સહાયભૂત થાય અને વધુ નક્કર કામ થાય, તેઓનો અવાજ વધુ સ્પષ્ટ રીતે લોકોને સંભળાય, સંસ્કૃતિની સૌથી મહત્વની અને પાયાની બાબતમાં વ્યાપ્ત અંધારુ ઉલેચાય અને અજવાળુ પથરાય તે હેતુથી આ “સેતુ” સંમેનલમાં આપણે સૌ એકઠા થયા છીએ.
અમારુ આમંત્રણ સ્વીકારી આપ સૌ આવ્યા, હેતુપૂર્વક સામેલ થયા તે માટે આપ સૌનો આભારી છુ.
એ ન ભૂલીએ કે કોઇપણ આંદોલન સાચી સફળતા ત્યારે જ પ્રાત્પ કરે છે જ્યારે તેનુ નેતૃત્વ જેણે શરુ કર્યુ હોય તેના હાથમાં ન રહે. મહત્વ છોડીએ અને બીજા લોકોને નેતૃત્વ આપીએ, આપણાથી સક્ષમ નેતૃત્વ તૈયાર કરીએ.
આશા છે કે આપણા કરતાં પણ વધુ દ્રઢતા અને પ્રતિબધ્ધતાપૂર્વક આ અભિયાનને આગળ ધપાવી શકે તેવા અનેક નેતાઓ તૈયાર કરી સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ બાળકોનું બાળપણ પ્રેમ અને આનંદભર્યુ બને તે દિશામાં આપણે સૌ સફળ થઇશુ.
ઇશ્વરનાં પ્રતિનિધિ એવા બાળકોના જ આશીર્વાદ માગીએ.
હસમુખ પટેલ
Subscribe to:
Posts (Atom)