Wednesday, 28 June 2017

મુખ્યમંત્રી યોગીએ યુપી સરકારના 100 દિવસનું રિપોર્ટકાર્ડ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે સરકારના 100 દિવસ પૂરા થવાના અવસરે રિપોર્ટ કાર્ડ રજુ કર્યું. તેમણે યોગી સરકારની ઉપલબ્ધિઓ અને ભવિષ્યમાં લેવાનારા પગલાં અંગે જાણકારીઓ આપી. આ અવસરે તેમણે ‘100 દિન વિશ્વાસ કે’ નામની એક બુકલેટ પણ જારી કરી. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે 100 દિવસનો સમયગાળો ખુબ ઓછો છે પરંતુ તેમને પોતાની સરકારની અત્યાર સુધીની ઉપલબ્ધીઓ પર સંતોષનો અનુભવ રહ્યો છે. તેમણે કહ્યું કે 2017 પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મશતાબ્દીનું વર્ષ છે અને રાજ્ય સરકાર તેમના અંત્યોદયના સપનાને પૂરું કરવા માટે કૃત સંકલ્પિત છે.
મુખ્યમંત્રી યોગીએ યુપીની ગત સરકારોની ટિકા કરતા કહ્યું કે ગત 14-15 વર્ષોમાં યુપી વિકાસની રેસમાં ખુબ પાછળ રહી ગયું હતું. તેમણે કહ્યું કે ગત સરકારો ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને કાયદા વ્યવસ્થામાં ફેલ રહી પરંતુ તેમની સરકાર હવે રાજ્યના વિકાસને રસ્તા પર લાવવા જઈ રહી છે. યોગીએ કહ્યું કે તેમની સરકારે લોક કલ્યાણ સંકલ્પ પત્રના વચનોને પૂરા કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધા છે અને સરકાર કોઈ પણ ભેદભાવ વગર જનતાની સેવા કરી રહી છે.


યોગીએ ગણાવી સરકારની ઉપલબ્ધિઓ, બતાવ્યાં ફ્યુચર પ્લાન
મહત્વના અંશો…
  • સરકાર લોકોના ભોજન, મકાનો, રસ્તાઓ, શૌચાલયો જેવી મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવાના પ્રયત્નો કરી રહી છે. કાયદા વ્યવસ્થામાં સુધારની કોશિશ ચાલુ છે.
  • 2017ના વર્ષને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત. 24 જાન્યુઆરીને યુપી દિવસ તરીકે ઉજવવાનો ફેસલો. અંત્યોદયનો લક્ષ્ય હાંસિલ કરવાનું સરકારનું લક્ષ્ય અને સંકલ્પ.
  • યુપીની અર્થવ્યવસ્થા કૃષિ આધારિત, આથી ગામડાઓનો વિકાસ જરૂરી છે. જેને જોતા ખેડૂતોનુ હિત એ ટોચની પ્રાથમિકતાઓમાં સામેલ છે.
  • 5 હજારથી વધુ ઘઉંવેચાણ કેન્દ્રોની સ્થાપના. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 4 ગણા ઘઉંની ખરીદી, આ વર્ષે 36 લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદાયા.
  • શેરડીના ખેડૂતોને 22517ની બાકી રકમની ચૂકવણી થઈ ચૂકી છે.
  • પહેલી જ કેબિનેટ બેઠકમાં 31 માર્ચ 2016 સુધી લઘુ અને સીમાંત ખેડૂતોના એક લાખ સુધીનું દેવું માફ, એક કરોડ 86 લાખ ખેડૂતોને ફાયદો, દેવામાફીથી રાજ્યની તિજોરીને પડનારો 36હજાર કરોડનો બોજો ખર્ચાઓમાં કાપ મૂકીને ભરપાઈ કરાશે.
  • પીએમ આવાસ યોજના હેઠળ 9 લાખ 70 હજાર પરિવારોને આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કામ ચાલું.
  • એક લાખ 21 હજાર કિલોમીટરથી વધુના રસ્તાઓને ખાડામુક્ત કરવાની કાર્યવાહી ચાલુ.
  • 14 એપ્રિલથી શહેરી વિસ્તારોમાં 20 કલાક અને ગ્રામિણ વિસ્તારોમાં 18 કલાક વીજળીની આપૂર્તિ થઈ રહી છે. 24 કલાક વીજળી માટે કેન્દ્ર સાથે ‘પાવર ફોર ઓલ’ કરાર.
  • બીપીએલ પરિવારોને મફત વીજળી કનેક્શન. શહેરી વિસ્તારમાં ખરાબ ટ્રાન્સફોર્મરને 24 કલાક અને ગ્રામીણ ક્ષેત્રમાં ખરાબ ટ્રાન્સફોર્મરને 48 કલાકમાં બદલાવવાનો આદેશ.
  • પર્યટન વિભાગના ટુરિઝમ પોર્ટલની શરૂઆત.
  • કૈલાશ માનસરોવરના પ્રવાસીઓ માટે 50હજાર રૂપિયાની રકમ વધારીને એક લાખ કરાઈ.
  • ‘નમામિ ગંગે’ માટે 600 કરોડની યોજનાઓ શરૂ.
  • માફિયામુક્ત, ગુંડામુક્ત અને ભ્રષ્ટાચાર મુક્ત યુપીની દિશામાં મહત્વનું પગલું.
  • એન્ટી ભૂમાફિયા પોર્ટલ લોન્ચ, લગભગ 6 હજાર અતિક્રમિત ભૂમિ મુક્ત.
  • મહિલાઓના સશક્તિકરણના પ્રભાવશાળી પ્રયત્નો, એન્ટી રોમિયો સ્કવોર્ડ જેવા પગલાંથી મહિલાઓ પહેલા કરતા વધુ સુરક્ષિત મહેસૂસ કરી રહી છે. ભ્રૂણ હત્યા વિરુદ્ધ પ્રભાવી કાર્યવાહી.
  • મહિલા સુરક્ષા માટે 181 હેલ્પલાઈન.
  • યોગ દિવસ પર રાષ્ટ્રીય સ્તરના મુખ્ય કાર્યક્રમ લખનઉમાં થયો. પીએમ મોદીની હાજરીમાં 51000 લોકોએ ભાગ લીધો.
  • 2017 સુધીમાં 30 જિલ્લાઓને ખુલ્લામાં શૌચમુક્ત બનાવવાનું લક્ષ્યાંક.
  • ઝાંસી, અલીગઢ, અલાહાબાદ જેવા શહેરો સ્માર્ટ સીટીમાં સામેલ, કાનપુર, રાયબરેલીને સામેલ કરવાની કોશિશ.
  • શિક્ષા વ્યવસ્થામાં આમૂલચૂલ પરિવર્તનના પ્રયત્નો શરૂ.
  • આ સત્રથી 166 દીનદયાળ ઉપાધ્યાય મોર્ડન શાળાઓ શરૂ કરવાની યોજના.
  • ઈન્સેફલાઈટિસના કારણે સંવેદનશીલ 38 જિલ્લાઓમાં ટીકાકરણ અભિયાન ચલાવવામાં આવ્યું છે.
  • 150 અતિ આધુનિક એમ્બ્યુલન્સ ચાલી રહી છે.
  • બુંદેલખંડ અને પૂર્વાંચલમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિક્સીત કરવાની યોજના.
  • બુંદેલખંડ એક્સપ્રેસ વેની યોજના, અયોધ્યા કાશીને એક્સપ્રેસ વે સાથે જોડાશે.
  • જલ્દી લખનઉ મેટ્રો શરૂ થશે. ગોરખપુર અને અન્ય શહેરોમાં મેટ્રોની યોજના.
  • નવી ઔદ્યોગિક નીતિ તૈયાર થઈ રહી છે, રોકાણને આકર્ષવાની કોશિશ રહેશે.
  • પૂર્વની સરકારો વખતે ભ્રષ્ટાચારની બોલબાલા હતી પરંતુ હવે પારદર્શક વ્યવસ્થા.

No comments:

Post a Comment