રાજા (શાસકો) કેવા હોય…અને પ્રજા સાથે રાજા નું વર્તન શું હોય... પોલીસ માટે અને ખાસ પોલીસ નો દુરુપયોગ કરી પોતાના વટક વાળતા શાસકો માટે આ ઘટના ”બોધપાઠ” બની તે હેતુ થી મુકી છે… એટલે તો ભાવનગર નાં રાજા પ્રજાવત્સલ રાજવી કહેવાયા છે… જેનું આખા દેશના લોકો અને અમો ક્ષત્રિય રાજપુતો ને ગૌરવ છે.
૧૯૨૭ ની વાત છે તે વખતે ભાવનગરના બાળમહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ને ઈંગ્લેન્ડ અભ્યાસ માટે મોકલ્યા હતા…. ત્યાંથી પરત આવી રહ્યા હતા ત્યારે લોકો બાળમહારાજાના સ્વાગત માટે હારતોરા લઈને, રેલવે સ્ટેશને ઉમટ્યા…. ટ્રેન શિહોર રેલવે સ્ટેશને આવી ત્યારે ત્રણ કલાક મોડી હતી… લોકો સ્વાગત માટે અધીરા થયા હતા… એવો ધસારો થયો કે દીવાન પ્રભાશંકરની પાઘડી પડી ગઈ અને કપડા ફાટી ગયા…. બાળમહારાજા ધક્કે ચડી ગયા… અને તેમનો સાફો નીકળી ગયો.. લોકોનો ધસારો વધતો હતો… તેમને રોકવા ફોજદારે લાઠીચાર્જ કર્યો… દીવાન પ્રભાશંકરે બૂમ પાડી… “લોકોને મારવા માટે પોલીસ નથી આઘા ખસો ” બાળમહારાજાએ પણ કહ્યું “ મારા લોકોને શામાટે મારો છો..?”
દીવાન પ્રભાશંકરે સ્થાનિક વહીવટદારને હુકમ કર્યો “ફોજદાર પાસેથી આજે જ 10 રુપિયા દંડ વસૂલ કરવો”…. પરંતુ બીજે દિવસે તેમણે દંડ માફ કર્યો…
થોડા દિવસ પછી દીવાન પ્રભાશંકરનો કેમ્પ શિહોર મુકામે હતો ત્યારે ફોજદાર આભાર માનવા ગયા…
પ્રભાશંકરે કહ્યું : “તમારો હેતુ વ્યવસ્થા જાળવવાનો હતો… પરંતુ લોકોને મારવાથી ઊલટી ગેરવ્યવસ્થા વધે… “લોકોને રાજ્ય તરફ માન ઘટે”…. હું તમારી જગ્યાએ હોઉં તો..? લોકો લાંબા સમયથી રાહ જોઈને કંટાળે… જો આ રીતે લોકોને અગાઉથી સમજાવ્યાં હોત તો ધમાલ ન થાત.. ભીડમાં ધાંધલ ન થાય તે માટે અગાઉથી સાવચેતીનાં પગલાં લેવા માટે પોલીસ છે.”
મુળ લેખક:-
શ્રી લાભુભાઈ પી. કાત્રોડીયા
પ્રમુખ
પત્રકાર એકતા સંગઠન (ગુજરાત)
No comments:
Post a Comment