લાહોર તા.૬ : જમાત ઉદ દાવાના આતંકવાદી વડા હાફિઝ સઈદનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપી છે કે જો તે કાશ્મીર મુદ્દો નહીં ઉકેલે તો તે ભારતને બર્બાદ કરી નાખશે. તેણે ભારત વિરુદ્ધ જેહાદી ધમકી આપી છે.
ઉલ્લેખનીય છે કે, હાફિઝ સઈદ ૨૬/૧૧ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. સાથે જ જયાં સુધી તે ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહ્યો હતો.
હાફિઝ સઈદે હાલમાં જ આ નિવેદન લાહોરમાં આયોજિત બે દિવસીય કોન્ફેર્ન્સ દરમિયાન આપ્યું હતું. જેમાં આતંકવાદી જૂથ જમાત ઉદ દાવાને સમર્થન આપતાં લોકોએ ભાગ લીધો હતો.
હાફિઝ સઈદ બોલ્યો હતો કે, ‘સીધી રીતે કાયદાકીય રીતે કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવે. અને તે કરવાં તૈયાર નથી તો પછી ઈન્શા અલ્લાહ... કાશ્મીર દરવાજો હશે અને કસ્બા એ હિન્દ બર્બાદ થશે. નવાઝ શરીફ તને હું અલ્લાહનો હૂકમ સંભળાવું છુ કે જો મુઝાકરાત માટે કાશ્મીર પર અને યૂનાઈટેડ નેશનનો મુદ્દો ઉકેલવામાં નહિ આવે તો પછી તમે જ તેમની મદદે જતા રહો આ જ એક ચોક્કસ રસ્તો છે.'
ચોકાવનારી વાત એ છે કે, હાફિઝ સઈદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પાકિસ્તાનમાં તેનો ભરપૂર પ્રચાર થયો અને સરકારે તેને સમર્થન પણ આપ્યું હતું. પાકિસ્તાની સરકારે આ કાર્યક્રમ માટે સિક્યોરિટી પણ આપી હતી. રેલીમાં ભાગ લેવા માટે સ્પેશલ ટ્રેનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મુંબઇ પરના આતંકવાદી હુમલાના માસ્ટર માઇન્ડ અને આતંકવાદી સરગણા હાફિઝ સઇદે ફરી એકવાર ભારત તરફ ઝેર ઓકતાં જણાવ્યું હતું કે ભારતીય ઉપખંડમાં યુદ્ધ અટકાવી શકાય તેમ નથી. તેણે શેખી મારી હતી કે ગઝવાઇ હિંદ એટલે કે ભારત વિરૂદ્ધનું યુદ્ધ અનિવાર્ય છે. કાશ્મીરને આઝાદ કરાવવામાં આવશે. ૧૯૭૧નો બદલો લેવાશે અને ગુજરાત રમખાણોના પીડિતોને ન્યાય અપાવવામાં આવશે. તેણે સવાલ કર્યો હતો કે ભારતના વડાપ્રધાન શા માટે કાશ્મીરની અવાર નવાર મુલાકાત લઇ રહ્યાં છે. કાશ્મીરની જનતાનું મોં બંધ કરાવી દેવાનું આ સૌથી મોટું કાવતરૂ છે.
સઇદે મિનાર એ પાકિસ્તાન પર રેલીને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે કાશ્મીરમાં યોજાઈ રહેલી ચૂંટણી જનમત સંગ્રહનો વિકલ્પ ના હોઈ શકે. સઇદે ઉમેર્યું હતું કે જેહાદને આતંકવાદ તરીકે જાહેર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સઇદે ભારત બાદ અમેરિકા પર નિશાન સાધતાં કહ્યું હતું કે કેટલાંક લોકો પાકિસ્તાનને અમેરિકા, વર્લ્ડબેંક અને આઈએમએફનો ગુલામ બનાવવાની કોશિશ કરી રહ્યા છે પણ જમાત ઉદ દાવા આવી કોઈ પણ કોશિશને સફળ નહીં થવા દે તેમજ જમાત ઉદ દાવા સંગઠન પાકિસ્તાનને એક મોટો ઇસ્લામિક દેશ બનાવવાનો પ્રયત્ન કરશે, તેણે કાશ્મીરને આઝાદ કરવા ઉપરાંત ગુજરાતમાં થયેલાં રમખાણોમાં માર્યા ગયેલા મુસલમાનોને ન્યાય અપાવવાની જાહેરાત કરી હતી.
ભારત સરકારે જમાત ઉદ દાવાના આવાં આયોજન પર નારાજગી વ્યક્ત કરીને પાકિસ્તાનના રવૈયાની નિંદા કરી હતી તો પાકિસ્તાન સરકારે હાફિઝની રેલીમાં ભાગ લેવા ઉપસ્થિત રહેલાં લોકો માટે સરકારે સ્પેશિયલ બે ટ્રેનો ચલાવવાની ખબરોને ખોટી હોવાનું જણાવ્યું હતું. અગાઉ હાફિઝે આ રેલીમાં ભાગ લેવા માટે નેતાઓ અને ધર્મગુરુઓને આમંત્રણ આપ્યું હતું.
૧૯૭૧માં પાક.ની હારનો બદલો લઈશું
હાફિઝ સઇદનું નામ ભારતના ટોપ ટેન મોસ્ટવોન્ટેડનાં લિસ્ટમાં સામેલ છે અને અમેરિકાએ તેના પર એક કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે, તે હાલમાં પાકિસ્તાનમાં ખુલ્લે આમ ફરે છે અને વારંવાર ભારતવિરોધી નિવેદનો આપે છે. હાફિઝને લઈને પાકિસ્તાનનું એવુ કહેવું છે તેના પર એક પણ કેસ નોંધાયો નથી જેથી તે પાકિસ્કતાનમાં રહેવા માટે અને રેલીઓ કરવા માટે સ્વતંત્ર છે. તેણે પાકિસ્તાનમાં રેલી દરમિયાન ૧૯૭૧માં પાકિસ્તાનની થયેલી હારનો બદલો લેવાની પણ જાહેરાત કરી હતી.
No comments:
Post a Comment