Thursday, 28 December 2017

રાજકારણીઓની અંધશ્રધ્ધા અને યોગી આદિત્યનાથની હિંમત....


ભારતમાં અંધશ્રદ્ધા અને વહેમોનું સામ્રાજ્ય ભયંકર રીતે છવાયેલું છે.લોકોના માનસમાં એવી એવી અંધશ્રદ્ધા 
ને વહેમોનાં ભૂત ભરાયેલાં હોય છે કે જેની વાત સાંભળીને આપણને ચક્કર આવી જાય. આઘાત તો ત્યારે લાગે કે જ્યારે કહેવાતા ભણેલાગણેલા ને શિક્ષિત લોકો પણ આવી અંધશ્રદ્ધાઓમાં માનતા હોય ને આ લોકોમાં આપણા રાજકારણીઓ પણ આવી જાય. નેતા તરીકે એ લોકોની ફરજ છે કે લોકોને સાચી વાત સમજાવે ને અંધશ્રદ્ધાથી દૂર રહેવા કહે. કમનસીબે એ લોકોએ પોતે અંધશ્રદ્ધા ને વહેમોથી મુક્ત છે એવું સાબિત કરીને લોકોમાં દાખલો બેસાડવાનો હોય તેના બદલે એ લોકો પોતે જ અંધશ્રદ્ધાનો શિકાર બનેલા હોય છે ને આવી અંધશ્રદ્ધાઓને પોષતા હોય છે. આ માહોલમાં કોઈ મુખ્યમંત્રી વરસોથી વ્યાપેલા વહેમને અવગણે ને અંધશ્રદ્ધાને તોડવાની હિંમત કરે ત્યારે ચોક્કસ આનંદ થાય. સોમવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નોઈડામાં મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી ત્યારે એવી જ લાગણી થઈ. યોગીએ જે હિંમત બતાવી એ કાબિલે તારીફ છે કેમ કે ઉત્તર પ્રદેશના રાજકારણમાં વરસોથી એવી અંધશ્રદ્ધા પ્રવર્તે છે કે, ઉત્તર પ્રદેશનો જે પણ મુખ્યમંત્રી નોઈડાની મુલાકાતે જાય એ પતી જાય. એ ગમે તેવો જોરાવર હોય પણ મહિના-બે મહિનામાં તો તેનું પડીકું થઈ જાય ને તેણે બિસ્તરાંપોટલાં બાંધીને ઘરભેગા થઈ જવું પડે.
આ માન્યતાના કારણે ઉત્તર પ્રદેશનો કોઈ મુખ્યમંત્રી નોઈડા જતો નહોતો. નોઈડા જવાની વાત આવે તો એ સાંભળીને જ ટાઢિયો તાવ ચડી જતો. યોગી આદિત્યનાથ ગાદી પર બેઠા ત્યારથી એ નોઈડા જશે કે નહીં તેની અટકળો તેજ બની ગયેલી. યોગીજી ભગવાં કપડાં પહેરે છે ને હિંદુવાદની વાતો કરે છે તેના કારણે મોટા ભાગના લોકો તેમને દેશી માણસ માનીને બેઠા છે. તેના કારણે યોગીજી નોઈડા જઈને ઘરભેગા થવાનું જોખમ નહીં લે એવું બધા માનતા પણ તેના બદલે યોગીજી ધૂમધડાકાભેર નોઈડા ઉપડી ગયા ને અંધશ્રદ્ધાની ઐસીતૈસી કરી નાંખી.




યોગીએ જે હિંમત બતાવી એ કાબિલે તારીફ છે પણ તેની વાત કરતાં પહેલાં આ તૂત કઈ રીતે શરૂ થયું તેની વાત કરવી જરૂરી છે. આ તૂત 1980ના દાયકામાં શરૂ થયેલું. જુવાનીના દિવસોમાં યુવા કૉંગ્રેસની નેતા ઉજ્જવલા શર્મા સાથે કરેલી કામલીલાના કારણે પેદા થયેલા દીકરાએ કેસ કર્યો તેમાં જેમના ધોળામાં ધૂળ પડી એ નારાયણ દત્ત તિવારી ઉર્ફે એન.ડી. તિવારીના કારણે આ તૂત શરૂ થયેલું. તિવારી તો આંધ્ર પ્રદેશના રાજ્યપાલ હતા ત્યારે રાજભવનને પણ તેમણે કોઠો જ બનાવી દીધેલો. રાજભવનમાં એ પોતાની પૌત્રીની ઉંમરની છોકરીઓ સાથે કામલીલા કરતા હતા ને એક ટીવી ચેનલે તેનું જીવંત પ્રસારણ કરી નાંખેલું. તિવારી 1984માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા એ વખતે નોઈડા ગયેલા. ઓગસ્ટ 1985માં તેમણે નોઈડામાં પધરામણી કરી ને સપ્ટેમ્બરમાં તો તેમનું પડીકું થઈ ગયું. તિવારી ગાદી પર બેઠા એ વખતે ઈન્દિરા કોંગ્રેસનાં કર્તાહર્તા હતાં ને પછી તેમની હત્યા થઈ એટલે રાજીવ ગાંધી ગાદી પર બેઠા પછી થોડા જામ્યા ત્યારે તેમણે તિવારીને રવાના કરી દીધેલા. તિવારી એ જ તાકડે નોઈડા ગયેલા તેથી ખરેખર તો કાગનું બેસવું ને ડાળનું પડવું જેવો ઘાટ થયેલો પણ એ વખતે ઘૂસપૂસ શરૂ થઈ ગયેલી કે તિવારીને નોઈડા ફળ્યું નથી. તિવારી પછી વીરબહાદુર સિંહ ઉત્તર પ્રદેશની ગાદી પર બેઠા હતા. વિરબહાદુર સિંહે પોણા ત્રણ વરસ લગી સુખરૂપ રાજ કર્યું ને તેમને કોઈ વાંધો નહોતો પણ એ 1988માં નોઈડા ગયા ને મહિનામાં તેમનું પડીકું થઈ ગયું. વીરબહાદુર સિંહે ઘરભેગા થવું પડ્યું તેનું કારણ વિદ્યાર્થીઓનું આંદોલન હતું પણ સળંગ બે મુખ્યમંત્રીઓ નોઈડામાં પધરામણી કર્યાના મહિનામાં જ ઘરભેગા થઈ ગયા તેના કારણે એવી વાતો શરૂ થઈ કે જે પણ મુખ્યમંત્રી નોઈડા જાય છે એ પતી જાય છે. આપણે ત્યાં મીડિયા આવી બધી વાતો ફેલાવવામાં બહુ ઉત્સાહ બતાવે છે તેથી આ વાત બરાબર ફેલાઈ ને વહેમી રાજકારણીઓના મનમાં એવી ચોંટડૂક થઈ ગઈ કે પછી કોઈ મુખ્યમંત્રી નોઈડા જવાની હિંમત જ નહોતો કરતો. યોગીનું હવે શું થશે તે ખબર નથી પણ આપણા બીજા રાજકારણીઓએ યોગી પાસેથી પ્રેરણા લેવી જોઈએ ને આવી અંધશ્રદ્ધાને તાબે થવાના બદલે તેમણે હિંમત બતાવવી જોઈએ. વાસ્તવમાં આ બધાં તૂત કેમ ચાલે છે એ પણ તેમણે સમજવું જોઈએ. નોઈડા અંગે આવી માન્યતા કેમ ચાલે છે તે અંગે એક અધિકારીએ બહુ સરસ વાત કરી છે. તેમના કહેવા પ્રમાણે નોઈડા દૂઝણી ગાય છે ને ત્યાં ઉપરની કમાણી મબલખ છે. રાજકારણીઓ નોઈડા આવતા થાય ને તેમને આ વાતની ખબર પડે તો એ લોકો જ બધું દોહી જાય એટલે અધિકારીઓએ નોઈડા આવનારા મુખ્યમંત્રી ઘરભેગા થાય છે તેવી વાત ચલાવી. બાકી, આ વાતમાં દમ નથી.

Wednesday, 8 November 2017

महारानी सती पद्मावती (चितोड़ राजस्थान)

रानी सती पदमावती का शैल-चित्र, बिरला मंदिर, दिल्ली 

12वी और 13वी सदी में दिल्ली के सिंहासन पर दिल्ली सल्तनत का राज था | सुल्तान ने अपनी शक्ति बढ़ाने के लिए कई बार मेवाड़ पर आक्रमण किया | इन आक्रमणों में से एक आक्रमण अलाउदीन खिलजी ने सुंदर रानी पदमिनी (पद्मावती)  को पाने के लिए किया था | ये कहानी अलाउदीन के इतिहासकारो ने किताबो में लिखी थी ताकि वो राजपूत प्रदेशो पर आक्रमण को सिद्ध कर सके |कुछ इतिहासकार इस कहानी को गलत बताते है क्योंकि ये कहानी मुस्लिम सूत्रों ने राजपूत शौर्य को उत्तेजित करने के लिए लिखी गयी थी | आइये इसकी पुरी कहानी आपको बताते है |

रानी पद्मिनी का बचपन और स्वयंवर में रतन सिंह से विवाह:

रानी पदमिनी के पिता का नाम गंधर्वसेन और माता का नाम चंपावती था |  रानी पद्मिनी के पिता गंधर्वसेन सिंहल प्रान्त के राजा थे |बचपन में पदमिनी के पास “हीरामणी ” नाम का बोलता तोता हुआ करता था जिससे साथ उसमे अपना अधिकतर समय बिताया था | रानी पदमिनी बचपन से ही बहुत सुंदर थी और बड़ी होने पर उसके पिता ने उसका स्वयंवर आयोजित किया | इस स्वयंवर में उसने सभी हिन्दू राजाओ और राजपूतो को बुलाया | एक छोटे प्रदेश का राजा मलखान सिंह भी उस स्वयंवर में आया था |

राजा रावल रतन सिंह भी पहले से ही अपनी एक पत्नी नागमती होने के बावजूद स्वयंवर में गया था | प्राचीन समय में राजा एक से अधिक विवाह करते थे ताकि वंश को अधिक उत्तराधिकारी मिले | राजा रावल रतन सिंह ने मलखान सिंह को स्वयंमर में हराकर पद्मावती   से विवाह कर लिया | विवाह के बाद वो अपनी दुसरी पत्नी पदमिनी के साथ वापस चित्तोड़ लौट आया |

संगीतकार राघव चेतन का अपमान और निर्वासन:

उस समय चित्तोड़ पर राजपूत राजा रावल रतन सिंह का राज था | एक अच्छे शाषक और पति होने के अलावा रतन सिंह कला के संरक्षक भी थे |उनके ददरबार में कई प्रतिभाशाली लोग थे जिनमे से राघव चेतन संगीतकार भी एक था | राघव चेतन के बारे में लोगो को ये पता नही था कि वो एक जादूगर भी है | वो अपनी इस बुरी प्रतिभा का उपयोग दुश्मन को मार गिराने में उपयोग करता था | एक दिन राघव चेतनका बुरी आत्माओ को बुलाने का कृत्य रंगे हाथो पकड़ा जाता है |इस बात का पता चलते ही रावल रतन सिंह ने उग्र होकर उसका मुह काला करवाकर और गधे पर बिठाकर अपने राज्य से निर्वासित कर दिया| रतन सिंह की इस कठोर सजा के कारण राघव चेतन उसका दुश्मन बन गया |

प्रतिशोध की आग में जला राघव चेतन पहुचा खिलजी के पास:
Raghav chetan and Alaaudin Khilji

अपने अपमान से नाराज होकर राघव चेतन दिल्ली चला गया जहा पर वो दिल्ली के सुल्तान अलाउदीन खिलजी को चित्तोड़ पर आक्रमण करने के लिए उकसाने का लक्ष्य लेकर गया |दिल्ली पहुचने पर राघव चेतन दिल्ली के पास एक जंगल में रुक गया जहा पर सुल्तान अक्सर शिकार के लिया आया करते थे |एक दिन जब उसको पता चला कि की सुल्तान का शिकार दल जंगल में प्रवेश कर रहा है तो राघव चेतन ने अपनी बांसुरी से मधुर स्वर निकालना शुरु कर दिया|
जब राघव चेतन की बांसुरी के मधुर स्वर सुल्तान के शिकार दल तक पहुची तो सभी इस विचार में पड़ गये कि इस घने जंगल में इतनी मधुर बांसुरी कौन बजा सकता है | सुल्तान ने अपने सैनिको को बांसुरी वादक को ढूंड कर लाने को कहा | जब राघव चेतन को उसके सैनिको ने अलाउदीन खिलजी के समक्ष प्रस्तुत किया तो सुल्तान ने उसकी प्रशंशा करते हुए उसे अपने दरबार में आने को कहा | चालाक राघव चेतन ने उसी समय राजा से पूछा कि “आप मुझे जैसे साधारण संगीतकार को क्यों बुलाना चाहते है जबकि आपके पास कई सुंदर वस्तुए है ” |
राघव चेतन की बात ना समझते हुए खिलजी ने साफ़ साफ़ बात बताने को कहा | राघव चेतन ने सुल्तान को रानी पदमिनी की सुन्दरता का बखान किया जिसे सुनकर खिलजी की वासना जाग उठी |अपनी राजधानी पहुचने के तुरंत बात उसने अपनी सेना को चित्तोड़ पर आक्रमण करने को कहा क्योंकि उसका सपना उस सुन्दरी को अपने हरम में रखना था |

रानी पद्मिनी की एक झलक पाने खिलजी पहुचा चित्तोड़:
Rani Padmini and Alauddin Khilji

बैचैनी से चित्तोड़ पहुचने के बाद अलाउदीन को चित्तोड़ का किला भारी रक्षण में दिखा | उस प्रसिद्द सुन्दरी पद्मावती की एक झलक पाने के लिए सुल्तान बेताब हो गया और उसने राजा रतन सिंह को ये कहकर भेजा कि वो रानी पदमिनी को अपनी बहन समान मानता है और उससे मिलना चाहता है | सुल्तान की बात सुनते ही रतन सिंह ने उसके रोष से बचने और अपना राज्य बचाने के लिए उसकी बात से सहमत हो गया | रानी पदमिनी अलाउदीन को कांच में अपना चेहरा दिखाने के लिए राजी हो गयी | जब अलाउदीन को ये खबर पता चली कि रानी पदमिनी उससे मिलने को तैयार हो गयी है वो अपने चुनिन्दा योद्धाओ के साथ सावधानी से किले में प्रवेश कर गया |

रानी पद्मिनी की सुन्दरता पर मोहित हो खिलजी ने रतन सिंह को बनाया बंदी:

 रानी पदमिनी के सुंदर चेहरे को कांच के प्रतिबिम्ब में जब अलाउदीन खिलजी ने देखा तो उसने सोच लिया कि रानी पदमिनी को अपनी बनाकर रहेगा |वापस अपने शिविर में लौटते वक़्त अलाउदीन कुछ समय के लिए रतन सिंह के साथ चल रहा था | खिलजी ने मौका देखकर रतन सिंह को बंदी बना लिया और पदमिनी की मांग करने लगा | चौहान राजपूत सेनापति गोरा और बादल ने सुल्तान को हराने के लिए एक चाल चलते हुए खिलजी को संदेसा भेजा कि अगली सुबह पदमिनी को सुल्तान को सौप दिया जाएगा |

राजा रतन सिंह को बचाने पहुचे गोरा और बादल:
Sainik in Palki

अगले दिन सुबह भोर होते ही 150 पालकिया किले से खिलजी के शिविर की तरफ रवाना की | पालकिया वहा रुक गयी जहा पर रतन सिंह को बंदी बना रखा था |पालकियो को देखकर रतन सिंह ने सोचा, कि ये पालकिया किले से आयी है और उनके साथ रानी भी यहाँ आयी होगी ,वो अपने आप को बहुत अपमानित समझने लगा |उन पालकियो में ना ही उनकी रानी और ना ही दासिया थी और अचानक से उसमे से पूरी तरह से सशस्त्र सैनिक निकले और रतन सिंह को छुड़ा दिया और खिलजी के अस्तबल से घोड़े चुराकर तेजी से घोड़ो पर पर किले की ओर भाग गये | गोरा इस मुठभेड़ में बहादुरी से लड़ते हुए वीरगति को प्राप्त हो गये जबकि बादल , रतन सिंह को सुरक्षित किले में पहुचा दिया |

सुल्तान ने किया चित्तोड़ पर आक्रमण:

जब सुल्तान को पता चला कि उसके योजना नाकाम हो गयी , सुल्तान ने गुस्से में आकर अपनी सेना को चित्तोड़ पर आक्रमण करने का आदेश दिया | सुल्तान के सेना ने किले में प्रवेश करने की कड़ी कोशिश की लेकिन नाकाम रहा |अब खिलजी ने किले की घेराबंदी करने का निश्चय किया | ये घेराबंदी इतनी कड़ी थी कि किले में खाद्य आपूर्ति धीरे धीरे समाप्त हो गयी | अंत में रतन सिंह ने द्वार खोलने का आदेश दिया और उसके सैनिको से लड़ते हुए रतन सिंह वीरगति को प्राप्त हो गया | ये सुचना सुनकर Rani Padmini  पद्मिनी ने सोचा कि अब सुल्तान की सेना चित्तोड़ के सभी पुरुषो को मार देगी | अब चित्तोड़ की औरतो के पास दो विकल्प थे या तो वो जौहर के लिए प्रतिबद्ध हो या विजयी सेना के समक्ष अपना निरादर सहे |

अपनी आबरू बचाने के लिए रानी पद्मिनी ने किया जौहर:
Jauhar Rani Padmini in Chittorgarh

सभी महिलाओ का पक्ष जौहर की तरह था | एक विशाल चिता जलाई गयी और रानी पदमिनी के बाद चित्तोड़ की सारी औरते उसमे कूद गयी और इस प्रकार दुश्मन बाहर खड़े देखते रह गये | अपनी महिलाओ की मौत पर चित्तोड़ के पुरुष के पास जीवन में कुछ नही बचा था | चित्तोड़ के सभी पुरुषो ने साका प्रदर्शन करने का प्रण लिया जिसमे प्रत्येक सैनिक केसरी वस्त्र और पगड़ी पहनकर दुश्मन सेना से तब तक लड़े जब तक कि वो सभी खत्म नही हो गये | विजयी सेना ने जब किले में प्रवेश किया तो उनको राख और जली हुई हड्डियों के साथ सामना हुआ |जिन महिलाओ ने जौहर किया उनकी याद आज भी लोकगीतों में जीवित है जिसमे उनके गौरवान्वित कार्य का बखान किया जाता है |

Sunday, 5 November 2017


યોગી આદિત્યનાથનો વહિવટ દેશનું ધ્યાન ખેંચી રહ્યો છે. એક ભગવાધારી દેશના સૌથી મોટા રાજ્યનો મુખ્ય પ્રધાન બને અને અન્ય રાજકારણીઓને ઈર્ષા આવે એવા નિર્ણયો લે ત્યારે ચોમેરથી 'બ્રેવો - યોગી - બ્રેવો'ની વાતો સાંભળવા મળે છે.
એક માણસ કેવા બદલાવ લાવી શકે છે તે માટે યોગી આદિત્યનાથનું ઉદાહરણ આપી શકાય. તાજેતરમાં તેમણે ઉત્તર પ્રદેશના સચિવાલયને ભગવા રંગે રંગી નાખ્યું છે અને મદ્રેસા જેવી સંવેદનશીલ સંસ્થાઓમાં સિલેબસ બદલવાની વાત કરી છે.
પોતાની સરકાર પાસે બહુમતી હોય તો શું થઇ શકે તે બહુમતી ધરાવતા લોકોને યોગી આદિત્યનાથે શીખવ્યું છે. યોગી સત્તા પર આવતાં જ ઉત્તર પ્રદેશના નામીચા ગુંડાઓ ભાગી ગયા હતા.
ભાઇ હમસે બડા 'ગુંડા' કૌન હો સકતા હૈ જેવી શૈલીમાં વાત કરતા યોગીએ ઉત્તર પ્રદેશમાં સૌના દિલ જીતી લીધા હતા. મદ્રેસાઓની દાદાગીરી, તેમના દ્વારા બતાવાતી બોગસ સંખ્યા વગેરે યોગીએ શાસન સંભાળતા જ અદ્રશ્ય થઇ ગયા હતા.
કહે છે કે લોઢું - લોઢાને મારે એ નીતિ ભાજપે યોગી આદિત્યનાથની પસંદગી માટે વાપરી હતી. ઉત્તર પ્રદેશના ગુંડાઓને પહોંચી વળે એવી ટીમની ભાજપને જરૃર હતી. સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટીએ ઘણાં ગુંડાઓને ઉછેર્યા હતા. ઉત્તર પ્રદેશ એક તબક્કે ગુંડારાજ બની ગયું હતું. યોગીએ મોટા પાયે સાફસૂફી કરી હતી. તેમણે આપેલું અલ્ટીમેટમ કામ કરી ગયું હતું.
ઉત્તર પ્રદેશ વિધાનસભા યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ નહોતી લડાઇ; ચૂંટણી પરિણામોમાં ભાજપને જોરદાર બહુમતી મળ્યા બાદ ઉત્તર પ્રદેશનું મુખ્ય પ્રધાનપદ કોને મળશે તે અંગે વિવિધ અટકળો ચાલતી હતી. ટીવી માધ્યમોએ તો વિવિધ પ્રશ્નોથી ગુંચવાડા ઊભા કર્યા હતા. દરેક ઉમેદવાર પોતાનું લોબીંગ કરતા હતા.
એક સર્વેમાં યોગીનું નામ ત્રીજા ક્રમે હતું. જોકે બહુ ઓછા જાણે છે કે યોગીની બેસવાની જગ્યાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સિક્કો મારેલો છે. યોગીનું નામ નક્કી હતું. જ્યારે આ નામ જાહેર કરાયું ત્યારે બધા એક જ સ્ટ્રોકમાં સમજી ગયા હતા કે હવે બહુ વિવાદાસ્પદ રામ મંદિરનો મુદ્દો નિવારાઇ જશે તે તો ઠીક પણ રામમંદિર પણ ઊભું થઇ જશે !!
ભગવા પહેરવેશ વાળો આ મુખ્ય પ્રધાન બાવો પણ નથી કે સ્વામી પણ નથી. તે પોતાની જાતને હિન્દુ રક્ષક ગણાવે છે.
દેશમાં બે મુખ્ય પ્રધાનો 'બૉલ્ડ' છે. એક છે યોગી આદિત્યનાથ અને બીજા છે મમતા બેનરજી. આ બંને સામે પ્રવાહે ચાલનારા છે. લોકો શું કહેશે તેની ચિંતા તેમને ક્યારેય સતાવતી નથી. આ બંને શું બોલશે અને હવે પછીના તેમના પગલાં કેવા હશે તે અંગે ભારે અનિશ્ચિતતા પ્રવર્તે છે.
ભાજપ પાસે ઘણા ભગવાધારીઓ છે. તે પૈકી એક ઉમા ભારતી અને બીજા યોગી આદિત્યનાથ !! ઉમા ભારતી ઉશ્કેરાટમાં તડ-ફડ કરતા હતા જ્યારે યોગી ઉશ્કેરાટ વખતે નિર્ણયોના બદલે રામ-રામ બોલ્યા કરે છે !!
ભાજપમાં મોદી પછી કોણ એ જવાબ યોગી આદિત્યનાથ રૃપે મળી ગયો છે.
કેટલીક બાબતોમાં યોગી બહુ સ્પષ્ટ છે. તે માને છે કે બહુમતી કમાય અને તેમની પાસેથી ટેક્ષ લઇને તે લઘુમતીને આપે એ કેવું ? દરેકે ટેક્ષ ભરવો પડે અને જો બહુમતી-લઘુમતી જેવા ભાગલા પાડવા હોય તો લઘુમતી જેટલો ટેક્ષ ભરે એટલી જ રાહત તેમની મદ્રેસાઓને મળે !!
કોમનમેન 'યોગી'ને દાદો માણસ કહે છે. કોંગ્રેસ પાસે આવો કોઇ યોગી નથી. તેની પાસે એક સમયે ચંદ્રાસ્વામી જેવાઓ હતા પરંતુ તે રાજકારણમાં નહોતા, તેમનો પ્રભાવ રાજકારણીઓ પર હતો.
એક કડવી વાત લોકોએ ગળે ઉતારવી પડશે કે યોગી જે રીતે ઉત્તર પ્રદેશની મદ્રેસાઓની કાનપટ્ટી પકડી શકવામાં સફળ થયા છે એ રીત તો ભાજપ શાસિત રાજ્યના કોઇ મુખ્ય પ્રધાન બતાવી શક્યા નથી. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તે કડક બનવાના બદલે ઉદારમતવાદી બની ગયા હતા. યોગીએ મદ્રેસાઓની કાનપટ્ટી નથી પકડી પણ કાન આમળ્યો છે. બોગસ હાજરી બતાવીને માથાદીઠ સબસીડી લેનાર મદ્રેસાઓ સામે તેમણે પગલાં લીધા હતા.
કોંગ્રેસ પાસે નેતાઓનો અભાવ છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી પછી ગાડી આગળ વધતી નથી. પરિવારવાદમાં ડૂબેલો આ પક્ષ ૨૦૧૪ની હાર પછી હજુ ટેક-ઑફ કરી શક્યો નથી. ગુજરાત વિધાનસભાના જંગને તેમણે ટેક-ઑફ માટે પસંદ કર્યો છે, પણ ગુજરાતના રન-વે પર ઘણાં બમ્પ છે અને કોંગ્રેસના વિમાનના વ્હીલમાં હવા ઓછી છે.
ભાજપ પાસે ચૂંટણી પ્રચાર કરનારાની ફોજ છે જેમાં યોગી આદિત્યનાથ મોખરે છે.
યોગી આદિત્યનાથ બૉટમમાંથી ટૉપ પર આવ્યા છે. સંપૂર્ણ હિન્દુ ટચવાળો આ એક માત્ર રાજકારણી એવો છે કે જે હિંમતથી કહે છે કે તે રામમંદિર બનાવશે જેમાં મુસ્લિમો પણ ટેકો આપશે.
યોગી બધી રીતે બાહોશ છે પણ તેમને તેમના જેવી એગ્રેસીવ ટીમ નથી મળી. તેમ છતાં આ માણસ મોદી જેવો જ એકલ શૂરો છે. ભારતના રાજકારણમાં આવા એકલ શૂરા ટૉપના નેતાઓમાં મોખરે ઈન્દિરા ગાંધી આવે છે. ઝડપી નિર્ણયો લેવાની અને તેનો અમલ કરવાની અનોખી ક્ષમતા તે ધરાવતા હતા.
કહે છે કે યોગી આદિત્યનાથને સંઘવાળા વડાપ્રધાન પદના ઉમેદવાર સમજે છે, જેમ નરેન્દ્ર મોદીમાં અટલ બિહારી વાજપેઈનો ઉદારમતવાદ ઘણીવાર પ્રવેશી જાય છે એમ યોગી આદિત્યનાથમાં નહીં થાય એમ પણ સંઘ માને છે.
યોગી આદિત્યનાથમાં ઘણી વિશેષતાઓ છે. ભાજપે તેમના રાજ્યોના તમામ મુખ્ય પ્રધાનોને તેમની પાસે શીખવા મોકલવાની જરૃર છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ્યારે એક જ દિવસમાં ૧૯ નવજાત શિશુઓના મૃત્યુ થયા ત્યારનો હોબાળો શાંત પાડવા ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે કયા સ્ટેટમેન્ટ આપ્યા હતા તે ફંફોળાયા હતા.
નહીં કોઈ મેચીંગ; નહીં કોઇ ટાપ-ટીપ અને નહીં કોઇનો ડર એ યોગીની ઓળખ છે. કેટલાક યોગીને સ્વામી વિવેકાનંદ જેવા કહે છે. યોગીની લાઇફ સ્ટાઇલ કોમનમેન જેવી છે. તેમના આચાર-વિચાર એક સમાન છે માટે તે આવકાર્ય બન્યા છે.
લોકોના પ્રશ્નો સાંભળવા તે આતુર બને છે. ગેરકાયદે માંસની દુકાનો પર તેમણે દંડો ઉગામ્યો ત્યારે આખા દેશમાં ખળભળાટ મચી ગયો હતો. માંસની દુકાન ખોલો પણ લાયસન્સ લઇને ખોલો. જોકે બીજી તરફ તેમણે લાયસન્સ આપવાની પ્રથા એવી અટપટી બનાવી કે ૮૦ ટકા દુકાનોને લાયસન્સ ના મળ્યા.
જ્યારે તાજમહેલ અંગે વિવાદ ઊભો થયો ત્યારે તેમણે જાતે જઇને તાજમહેલના કમ્પાઉન્ડમાં કચરો વાળીને વિરોધીઓના દિલ જીતી લીધા હતા.
ટૂંકમાં યોગી નામનો સૂરજ ઊગી ચૂક્યો છે. ભાજપ માટે એક નવા ચહેરાનો પણ ઉદય થયો છે.

Tuesday, 15 August 2017

ભારતનો આઝાદી દિવસ ૧૫ ઓગસ્ટે અને પાકિસ્તાનનો 14મીએ શા માટે ઊજવાય છે ?

ભારત આઝાદ કેવી રીતે થયો અને ત્યારબાદ શું બન્યું તથા બની રહ્યું છે તેનાથી આપણે સુપેરે અવગત છીએ, તેમ છતાં ભારતની આઝાદી માટે પંદર ઓગસ્ટ શા માટે પસંદ કરવામાં આવી તે ખૂબ જ રોચક છે. બ્રિટનની સંસદ દ્વારા ૧૯૪૭માં ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ એક્ટ પસાર કરવામાં આવ્યો અને ભારતને આઝાદ કરાયું. આ આઝાદી પણ લોહીથી ખરડાયેલી હતી કારણ કે ભાગલા થયા સાથે સાથે પાકિસ્તાનનો પણ ઉદય થયો. આ ભાગલા દરમિયાન થયેલા નરસંહારમાં પંદર લાખ કરતાં વધારે લોકોનો ભોગ લેવાયો હોવાનું અનુમાન છે. ત્યારબાદ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ લાલ કિલ્લા ઉપરથી દેશના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ પ્રવચન આપ્યું અને ત્રિરંગો લહેરાવ્યો. ત્યારથી અત્યાર સુધી આ પરંપરા યથાવત્ છે અને દરેક વડા પ્રધાન લાલ કિલ્લા ઉપર ત્રિરંગો લહેરાવીને દેશનો સંબોધન કરે છે.
આમ જોવા જઈએ તો ૧૯૨૯માં કોંગ્રેસના પ્રમુખપદે રહેલા જવાહરલાલ નેહરુએ પૂર્ણ સ્વરાજની હાકલ કરી હતી. તેઓ અંગ્રેજોને દેશ છોડી જવા અને ભારતને આઝાદ કરવાની હાકલ કરી રહ્યા હતા. તે વખતે ૧૯૩૦માં ૨૬ જાન્યુઆરીને દેશના આઝાદી દિવસ તરીકે જાહેર કરાયો અને કોંગ્રેસે દર વર્ષે તે દિવસને ઊજવવાનું નક્કી કર્યું. ભારત આઝાદ થયો ત્યાં સુધી આ પરંપરા ચાલુ જ રહી. ૧૯૫૦માં ૨૬ જાન્યુઆરીને ભારતના પ્રજાસત્તાક દિન તરીકે જાહેર કરાયો.
બ્રિટન ૧૯૪૮માં સંપૂર્ણ આઝાદી આપવા ઈચ્છતું હતું
બ્રિટનની સંસદ દ્વારા લોર્ડ માઉન્ટબેટનને જણાવવામાં આવ્યું કે, તેઓ ૩૦ જૂન ૧૯૪૮ સુધીમાં ભારતને તમામ અધિકારો અને સત્તા સોંપી દે. આ દરમિયાન ભારતના પીઢ રાજકારણી અને સ્વાતંત્ર્યસેનાની સી. રાજગોપાલાચારીએ જણાવ્યું કે, લોર્ડ માઉન્ડ બેટન ૧૯૪૮માં સત્તા સોંપશે ત્યાં સુધીમાં કશું જ લેવા જેવું બાકી રહ્યું નહીં હોય. આ એક મહત્ત્વની દલીલ અને કારણના લીધે માઉન્ટબેટને ઓગસ્ટ ૧૯૪૭માં ભારતને આઝાદ કરવાનું નક્કી કર્યું. માઉન્ટબેટનને એ પણ ભય હતો કે બ્રિટનની સત્તામાંથી જેટલા દેશો આઝાદ થયા છે ત્યાં આઝાદી બાદ નરસંહાર થયા હતા. ભારતમાં પણ તેમ ન થાય તે માટે આઝાદીની તારીખ એક વર્ષ આગળ ખેંચાઈ હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે, હિંસા અથવા નરસંહાર થશે તો ભારતે તેનું પરિણામ ભોગવવું પડશે. માઉન્ટબેટનની અરજીના આધારે બ્રિટનની સંસદે ૪ જુલાઈ ૧૯૪૭માં ભારતની આઝાદીના ખરડાને મંજૂરી આપી દીધી. આ રીતે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતને પૂર્ણ સ્વરાજ્ય મળી ગયું પણ સાથે સાથે બીજા દેશનો પણ ઉદય થયો જે હતો પાકિસ્તાન.
માઉન્ટબેટને થોડા સમય બાદ જણાવ્યું કે, મેં આઝાદી માટે આ તારીખ પસંદ કરી તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. મને કરાયેલા સવાલના જવાબ દરમિયાન મેં આ તારીખ આપી હતી. હું માત્ર એક જ બાબત બતાવવા માગતો હતો કે તમામ બાબતનું આયોજન મેં કર્યું હતું. તે લોકોએ મને સવાલ કર્યો કે અમે તારીખ નક્કી કરીએ ત્યારે મને એંધાણ હતા કે તેઓ વહેલી જ તારીખ રાખશે. મારે ઘણા કામ કરવાના બાકી હતા અને મારા અંદાજ પ્રમાણે ઓગસ્ટ કે સપ્ટેમ્બર પહેલાં હું કામ પૂરું કરી શકું તેમ નથી. તેના કારણે મેં ૧૫ ઓગસ્ટ પસંદ કરી હતી. તેની પાછળ એક તર્ક એવો પણ હતો કે, બીજા વિશ્વયુદ્ધમાં જાપાને સ્વીકારેલી શરણાગતિની બીજી વરસી હતી.
પાકિસ્તાન ૧૪ ઓગસ્ટે શા માટે આઝાદી દિવસ ઊજવે છે?
પાકિસ્તાન આઝાદ થયા પછી મોહમ્મદ અલી ઝીણા થોડા ખુશ હતા કે તેમને આઝાદ દેશ મળ્યો. તેમનો આ આનંદ લાંબો સમય ટક્યો નહીં. આઝાદીના ૧૩ મહિના બાદ તેઓ મૃત્યુ પામ્યા. અંતિમ દિવસો દરમિયાન ઝીણા સાહેબને એક જ આનંદ હતો કે ભારત અને પાકિસ્તાન એક જ દિવસે આઝાદ થયા હતા. તેમનો આ આનંદ થોડા મહિનાઓમાં દૂર થઈ ગયો. પાકિસ્તાનની પ્રજાને તે સમયે રમાઈ રહેલી રાજકીય રમતોની જાણ જ નહોતી. સત્તાની સાઠમારીને નામે પાકિસ્તાનને ભારત વિરોધી બનાવાઈ દેવાયું અને તેને ભારતથી જુદું પાડવા માટે પાકિસ્તાનનો આઝાદી દિવસ ભારત કરતાં એક દિવસ પહેલાં એટલે કે ૧૪ ઓગસ્ટે ઊજવવાનું શરૃ કરી દેવાયું. આ તર્ક ઘણા રાજકારણીઓ અને તે સમયે લોકો આપતા હતા પણ વાસ્તવિકતા ક્યારેય બહાર આવી જ નથી.
બીજી તરફ એવો પણ તર્ક છે કે, ૧૯૪૮માં પાકિસ્તાને પોતાનો આઝાદી દિવસ બદલી કાઢયો કારણ કે તે દરમિયાન રમજાન મહિનો ચાલતો હતો અને ૨૭મો રોજો આવતો હતો જે ખૂબ જ પવિત્ર ગણાય છે. આ રોજા સાથે તારીખની હાલાકી ન પડે તેના કારણે પાકિસ્તાને આઝાદી દિવસ એક દિવસ અગાઉ એટલે કે ૧૪ ઓગસ્ટે મનાવવાનો શરૃ કરી દીધો. ત્યારથી આજદિન સુધી ૧૪ ઓગસ્ટે જ પાકિસ્તાનમાં આઝાદીની ઉજવણી થાય છે.

ચેન્નાઈમાં પ્રથમ સ્વાતંત્ર્ય દિવસે ફરકાવાયેલો રાષ્ટ્ર ધ્વજ

 દેશને અંગ્રેજ શાસનમાંથી આઝાદી મળી ત્યારે ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ, એટલે કે ૭૦ વર્ષ પૂર્વે ચેન્નાઈના ફોર્ટ સેંટ જ્યોર્જ પર ફરકાવવામાં આવેલો ૧૨ બાય ૮ ફિટના આ  ત્રિરંગો ધ્વજ માટે હવાચૂસ્ત શોકેસ અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે સહિસલામત જાળવી રખાયો છે. 



આર્કિઓલોજીકલ સર્વે ઓફ  ઈન્ડિયા (એ.એસ.આઈ.) વિભાગે આ ધ્વજને સાચવી રાખ્યો છે. આ ધ્વજ એ.એસ.આઈ.ના 'રિઝર્વ કલેક્શન'માં સાચવી રાખવામાં આવ્યો છે. પણ કાપડને સતત સાચવી રાખવું એ ભારે કપરું કામ ગણાય છે. તેને સૌ પ્રથમ વખત ૨૬મી જાન્યુઆરી ૨૦૧૩ના રોજ, ફોર્ટના મ્યુઝિયમમાં લોકો જોઈ શકે તે પ્રમાણે ગોઠવવામાં આવ્યો હતો. પણ તેને કોઈ જીવ-જંતુ કે હવામાનની વિપરિત અસર ન થાય તે માટે લાકડા અને કાચના હવાચુસ્ત (એર ટાઈટ) શોકેસમાં મુકી રાખવામાં આવ્યો છે. તેની ચારે તરફ છ બાઉલમાં સીલીકા જેલ ભરીને મુકી રખાયા છે જેથી વાતાવરણનો ભેજ શોષાઈ જાય અને ધ્વજ આસપાસના વાતાવરણમાં વધુ ભેજ ન રહે, વાતાવરણ સુકુ રહે. તે શોકેસમાં એક લક્સ મિટર પણ ગોઠવવામાં આવ્યું છે
આ ત્રિરંગા ધ્વજની આસપાસ અને હોલમાં પ્રકાશનું પ્રમાણ યોગ્ય છેકે નહીં તેની કાળજી રાખે છે. હોલમાં એરકંડિશનીંગની મદદથી ૨૪ કલાક યોગ્ય તાપમાન જાળવી રાખવામાં આવે છે. 

માનવીની નોંધ લેતા સેન્સરવાળા એલ.ઈ.ડી. લેમ્પ શોકેસમાં ગોઠવવામાં આવ્યા છે. જે મુલાકાતીઓ હોલમાં શોકેસ નજીક પહોંચે ત્યારે જ પ્રકાશી ઊઠે છે અન્યથા બંધ થઈ જાય છે. જેથી પ્રકાશની કોઈ વિપરીત અસર ધ્વજના કાપડ પર પડે નહીં. મ્યુઝિયમના એક કર્મીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે અમે શોકેસ પર સૂર્યપ્રકાશ પણ પડવા દેતા નથી. તેમજ ધ્વજને ધૂળ અને રજકણોથી બચાવવામાં આવે છે. તેના રક્ષણ માટે પણ ભારે વ્યવસ્થા ગોઠવાયેલી છે. કોઈ તે ધ્વજને સ્પર્શ કરવાનો પ્રયાસ પણ કરે તો સાયરન વાગવા માંડે છે. 

૧૨ બાય ૮ ફીટનો શુધ્ધ સુતરાઉ કાપડથી બનેલો આ ધ્વજ ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં સ્તંભ પરથી અંગ્રેજ યુનિયન જેક ઉતાર્યા બાદ વહેલી સવારે ૫:૦૫ કલાકે ફરકાવાયો હતો. ફોર્ટ સેંટ જ્યોર્જ પર ફરકતા આ ધ્વજને ત્યારે હજારો લોકોએ સલામી આપી હતી. કમનસીબે ત્યારે કોણે ધ્વજ ફરકાવ્યો હતો તેનો કોઈ ઉલ્લેખ મળતો નથી. તેમજ ધ્વજનો ઉપરનો કેટલોક હિસ્સો સહેજ જોઈ શકાય તે હદે પહોળો પડી ગયો છે. 

આઝાદી બાદ તરત ફરકાવાયેલો અને જળવાઈ રહેલો આ એકમાત્ર રાષ્ટ્રધ્વજ છે.

Monday, 31 July 2017

મેલેરિયા નાબૂદી ...

મચ્છરજન્ય રોગચાળો ફરી એકવાર લોકોને ભરડામાં લઈ રહ્યો છે.

મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એ ત્રણેય મચ્છરો દ્વારા સંક્રમિત થતા રોગ છે. દર વર્ષે વિશ્વમાં મચ્છરો દ્વારા ફેલાતી બીમારીઓના કારણે ૧૦ લાખ લોકોનાં મોત નીપજે છે. ભારતમાં દર વર્ષે ચાર કરોડ લોકો મચ્છરજન્ય બીમારીઓના ભોગ બને છે. વિશ્વમાં દર વર્ષે ૩૦ થી ૩૫ કરોડ લોકો મચ્છરજન્ય રોગોની લપેટમાં આવી જાય છે. ભારતમાં ૨૦૧૫માં ૨૪ હજાર લોકોના મચ્છરજન્ય રોગોનાં કારણે મોત નીપજ્યાં હતાં.




દુનિયાભરમાં ૩૫૦૦ જેટલી મચ્છરોની પ્રજાતિઓ જોવા મળી છે, પરંતુ તેમાંથી કરડવાવાળી પ્રજાતિઓ ૧૦૦ની આસપાસ છે. મચ્છરો કરડવાથી થતા રોગોના ઉપચાર માટેની દવાઓનો ધંધો રૃા.૨૦૦૦ કરોડથી યે વધુનો છે

દેશમાં પ્રતિવર્ષ લાખ્ખો માણસો મેલેરિયાથી મોતને ભેટે છે. મેલેરિયા નાબૂદીનો કાર્યક્રમ વર્ષોથી ચાલે છે પરંતુ આ દેશનું પ્રશાસન મેલેરિયા ફેલાવતા મચ્છરો પર વિજય મેળવી શક્તું નથી.

 ભારતથી ટેકનોલોજી અને બીજી અનેક બાબતોમાં પછાત ગણાતા ભારતના જ પાડોશી દેશ શ્રીલંકાએ મેલેરિયા સામેનું યુદ્ધ જીતી લીધું છે. ગયા વર્ષે તા.૫મી સપ્ટેમ્બરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની રિજીયોનલ કમિટી સમક્ષ શ્રીલંકાને મેલેરિયા મુક્ત દેશ જાહેર કરવામાં આવ્યો. આ કમિટીની બેઠક કોલંબો ખાતે યોજાઈ હતી. શ્રીલંકા માટે આ સિદ્ધિ એક સીમા ચિહન છે.

દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં માલદીવ પછી મેલેરિયા નાબૂદ કરનાર આ બીજો દેશ છે. હવે ભારત જેવા ન્યુક્લિયર રાષ્ટ્રએ મેલેરિયા કેવી રીતે ખતમ કરવો તે શીખવા શ્રીલંકા કે માલદીવ્સ જવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે.

મેલેરિયા સામેની લડાઈ લડવામાં શ્રીલંકાને વર્ષો લાગ્યાં છે. વર્ષો પહેલાં ભારતમાં ગામડે ગામડે ડીડીટી છાંટવામાં આવતું હતું. શ્રીલંકામાં પણ છેક ૧૯૪૦થી બ્રિટિશ શાસન દરમિયાન ડીડીટીનો છંટકાવ શરૂ થયો હતો. આમ તો પિૃમના દેશોએ છેક ૧૯૩૦ થી મેલેરિયા નાબૂદ કરવા ડીડીટીનો ઉપયોગ શરૂ કર્યો હતો.

અલબત્ત, શ્રીલંકા આ કામ કરી શક્યું તો ભારત કેમ નહીં ?

(રેડ રોઝઃ દેવેન્દ્ર પટેલ)

Sunday, 30 July 2017

પ્લાસ્ટિકનો આતંક અને આપણી આત્મઘાતી બેફિકરાઈ

ભારત જેવા દેશમાં જનસંખ્યા વધુ હોવાથી આ પ્રકારનો ઈ-વેસ્ટ મોટા પ્રમાણમાં થાય છે અને પ્રજાની અસ્વચ્છતાની આદતને કારણે ઘણા પ્રશ્ર્નો દૈનિક ધોરણે ઉભા થઈ રહ્યા છે. સામાન્ય જીવનમાં તો હજૂ પ્લાસ્ટિકના નિકાલની વ્યવસ્થા થઈ શકી નથી ત્યાં આવો ગંભીર દરજ્જો ધરાવતા ઈ-વેસ્ટનું શું કરવું ?

a3


છેલ્લાં કેટલાંક વર્ષથી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગનો વિકાસ થવાથી તેના કચરાનો પણ પ્રશ્ર્ન ઊભો થઈ રહ્યો છે. જેને ઈ-વેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વાયર-સોકેટ-પ્લગ – કમ્પ્યુટર્સની સીડી તેમ જ મોબાઈલ ફોનના હાર્ડવેર-અંદરના પાટર્સ અને એવી તે ઘણી બાબત છે જેનો ઉપયોગ થયા બાદ તે કચરામાં ફેંકી દેવામાં આવે છે. ધીમે 

ધીમે પ્રશ્ર્ન એ ઊભા થવા લાગ્યા છે કે આવા કચરાનો નિકાલ કઈ રીતે લાવવો? કારણ કે સમગ્ર દેશમાંથી વાર્ષિક ૬,૫૦૦ ટન કચરો ઉત્પન્ન થાય છે. જો તેને સળગાવી દેવામાં આવે 
તો તેનો નિકાલ થતાં ખૂબ વાર લાગે છે. ઉપરાંત હવામાં તેના ઝેરી વાયુ ભળી જવાથી 
સમગ્ર વાતાવરણને પ્રદૂષિત કરે છે. જે પ્રક્રિયા ખૂબ જ જલદ અને જોખમી છે. આથી અન્ય કોઈ રીત હજુ શોધીને તેના પર પ્રયોગ કરવામાં આવ્યો નથી. સમુદ્રમાં અન્ય ક્યાંય નિકાલ 
કરી શકાય તેમ નથી. કારણ કે તે હેવી આઈટમો છે. પ્લાસ્ટિકના જ રૂપાંતર કહી શકાય 
તેવી આ ચીજવસ્તુઓનો નિકાલ સરળ નથી. સમગ્ર વિશ્ર્વને આ સમસ્યા હવે એકપડકારજનક લાગે છે. ભારત જેવા દેશમાં જનસંખ્યા વધુ હોવાથી આ પ્રકારનો ઈ-વેસ્ટ મોટા પ્રમાણમાં 
થાય છે અને પ્રજાની અસ્વચ્છતાની આદતને કારણે ઘણા પ્રશ્ર્નો દૈનિક ધોરણે ઊભા થઈ રહ્યા છે. સામાન્ય જીવનમાં તો હજુ પ્લાસ્ટિકના નિકાલની વ્યવસ્થા થઈ શકી નથી ત્યાં આવો 
ગંભીર દરજ્જો ધરાવતા ઈ-વેસ્ટનું શું કરવું? પ્લાસ્ટિકની વિરુદ્ધમાં જનજાગૃતિ આવી તેમાં 
૧૫-૨૦ વર્ષે નીકળી ગયાં. હજુ પણ કેટલાક તો કપડાંની થેલીનો ઉપયોગ કરવાને બદલે પ્લાસ્ટિકનો વપરાશ કરી રહ્યા છે. તેમની પાસેથી હવે તો સ્ટોર્સમાંથી થતી ખરીદી પેટે પ્લાસ્ટિકની થેલી માગનારા પાસે યોગ્ય કિંમત વસૂલ કરવામાં આવે છે.

દૈનિક જીવનમાં પ્લાસ્ટિકનો અનેક સ્વરૂપે વપરાશ થઈ રહ્યો છે. પ્લાસ્ટિકના બકેટ, 

પ્લાસ્ટિકના ટિફિન – બાળકોના લંચ બોક્સ અને વોટરબેગ પણ પ્લાસ્ટિકની અને તે 
સિવાયના કંપાસ બોક્સ જેવા અભ્યાસક્રમના સાધન પણ પ્લાસ્ટિકનાબેસવાની ખુરશી અને 
ટેબલ પણ પ્લાસ્ટિકનાં આ રીતે હિસાબ કરવામાં આવે તો પ્લાસ્ટિક જ ચારે તરફ જોવામાં 
આવે છે અને તેનો વપરાશ પણ વધ્યો છે. વૈશ્ર્વિક સ્તરે જોવામાં આવે તો ૧૯૫૦ને આધારવર્ષ ગણવામાં આવે તો ૭ અબજ ટન પ્લાસ્ટિક કચરો મનુષ્યએ પેદા કર્યો છે. પ્લાસ્ટિકની સાધારણ આઈટેમને જમીનમાં પીગળતા અને તેનું રૂપાંતર થવામાં ૧૫ થી ૫૦ વર્ષ લાગે છે. આટલો 
સમય રાહ જોવાની ધીરજ કોનામાં હોય? જમીનમાં તેનો નિકાલ કોઈક રીતે નુકસાન અવશ્ય 
કરે છે. પરંતુ તેનું વિશ્ર્લેષણ થતું નથી. વ્યાપક જનજાગૃતિની આ દિશામાં જરૂર છે. ખાસ કરીને યુવાન વર્ગને આ મુદ્દે શિક્ષિત કરવાની જરૂર છે. કારણ કે આ કોઈ સામાન્ય બાબત નથી. ભવિષ્યમાં આ સમસ્યા વિકરાળ બને તેવી શક્યતા છે. ૧૯૫૦ સુધી કેન્સરનું પ્રમાણ દર દસ લાખ વ્યક્તિએ માત્ર બેથી ત્રણનું હતું તે ગુણોત્તર આજે ક્યાંય આગળ છે. વિસ્તાર 
અને પ્રદેશ અનુસાર કેન્સરનું પ્રમાણ વધ્યું છે.

એક કેન્સર દર્દીની સારવાર પાછળ લાખો રૂપિયા ખર્ચ થયા પછી પણ પરિણામ માટે કોઈ ખાતરી આપી શકાતી નથી. આવું અનિશ્ર્ચિત વાતાવરણ જોવા મળી રહ્યું છે. જે સમગ્ર માનવજાતને માટે એક શ્રાપરૂપ બાબત છે. ૧૯૫૦ને આધારવર્ષ ગણવામાં આવે તો સમગ્ર માનવજાતની જેટલી પ્રગતિ થઈ છે તેટલી જ અધોગતિ થઈ છે. હવે કોઈ વ્યક્તિ એમ કહી શકતી નથી કે “લીલાલહેર છે!! આ શબ્દ તો ક્યાંય પાછળ ધકેલાયો છે. આજે તે સિવાયની તમામ આડઅસર માત્ર આરોગ્ય જ નહિ. સામાજિક સંવાદિતા – માનસિક શાંતિ અને પરસ્પરના સંબંધ ઉપરાંત જીવનના દરેક ક્ષેત્રમાં અસમતુલા ઊભી કરનારી બની રહી છે.


નાગરિકોએ જ પ્લાસ્ટિકનો બહિષ્કાર કરવાની શરૂઆત દૃઢતાથી કરીને એક પણ બાબતે પ્લાસ્ટિક ચીજ નહિ તેવો ૧૦૦ ટકા નિરધાર કરવો જરૂરી છે. ખૂબ મોડું થયું છે અને ભારત જેવા દેશમાં નબળા કાયદા અને ભ્રષ્ટ વહીવટીતંત્રને કારણે પ્લાસ્ટિક સામે લડત આપવી મુશ્કેલ બની રહી છે. પ્લાસ્ટિકને કારણે પશુઓને જે નુકસાન થાય છે તે જુદી જ ચર્ચાનો વિષય છે. હવા – પાણી – જમીન કશું જ બાકી રહ્યું નથી. વન્ય જીવન અને ઘરગથ્થુ પક્ષીઓ ચકલા 

– કબૂતર – કોયલ – કાબર અદૃશ્ય થઈ રહ્યાં છે. માત્ર ૫૦ વર્ષમાં આ અધોગતિ થઈ છે. તેમાં આવતો દાયકો તો વધુ ખતરનાક પુરવાર થવાનો છે. તેમ હાલથી જ લાગી રહ્યું છે. માત્ર ઈશ્ર્વર જ હવે ચમત્કાર કરી શકવાને શક્તિમાન છે.

Saturday, 1 July 2017

ગોવર્ધન પર્વતનો વિનાશ રોકે: સરકાર

૨૦૦૬માં હૈદરાબાદના ‘પ્રવાસ દિવસ’ કાર્યક્રમમાં વિદેશી પ્રતિનિધિઓ સમક્ષ ગુજરાતના તૈ વખતના મુખ્યમંત્રી અને આ આપણા વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે મારો રોચક સામનો થયો. મોદીજી ગુજરાતને ભ્રષ્ટાચારમુક્ત કરવાની વાત કરતા હતા, ત્યારે મારી સાથે બેઠેલા મિત્ર કે જેઓ પ્રથમ ભારતીય છે કે જેમણે હિલ્ટન હોટેલ, લોસ એન્જલસ ખરીદી હતી. તૈઓ ઊભા થયા અને બોલ્યા : નરેન્દ્રભાઈ! તમારાથી વિનીત નારાયણ ખુશ નથી. મોદીજી એક પળ માટે રોકાયા ત્યારે ચંદુભાઈએ વાત પૂરી કરી, કારણ કે તૈમને તૈમનાં રાજ્યમાં કોઈ કૌભાંડ-કાંડ મળતું નહોતું. આ વાત પર મોદીજી મુક્તમને હસ્યા તૈ પૂર્વે મારો મોદીજી સાથે કોઈ પૂર્વ પરિચય નહોતો.
મને આૃર્ય થયું કે મોદીજીએ તુરત જ ગુજરાતીમાં બોલવાનું શરૂ કર્યું. તૈમણે કહેલું કે, વિનીતભાઈ નારાયણ ભારતના મોટા પત્રકાર છે તૈમને ભ્રષ્ટાચારની જડમાં જઈ છાશ નાખવાની મજા આવે છે મારું તૈમને નિમંત્રણ છે. તૈઓ ગુજરાત આવી મારા કાંડ-કૌભાંડો શોધી કાઢે. આ વાત પર હું ઊભો થયો અને બોલ્યો કે હું જ વિનીત નારાયણ છું પણ હવે હું ગોટાળા-કાંડની પાછળ નથી પડતો. હવે તૈ ભગવાન શ્રી રાધા-કૃષ્ણની લીલાભૂમિ વ્રજને સજાવવામાં વ્યસ્ત છું. અમારા ઠાકોરજી વ્રજ છોડી દ્વારકા જઈ વસ્યા હતા. તૈથી તમે બધા ‘જય શ્રીકૃષ્ણ’ કહો છો. જૂના જમાનામાં અનેક રાજા-મહારાજા વ્રજમાં આવી કુંડ ઘાટ બનાવતા હતા. તમે આજે ગુજરાતના રાજા છો. કહેવત છે કે દુનિયાના ગુરુ સંન્યાસી, સંન્યાસીઓના ગુરુ વ્રજવાસી. હું વ્રજવાસી છું તૈથી આશીર્વાદ આપું છું કે તમે ભારતના વડા પ્રધાન બનશો અને વ્રજની જાહોજલાલી માટે અમને મદદ કરશો. આ સાંભળી નરેન્દ્રભાઈ મોદી ભાવુક થઈ ગયા અને બોલ્યા, જ્યારે હું દિલ્હી ભાજપ મથકે હતો ત્યારે મારા મનમાં ગોવર્ધનની પરિક્રમા સજાવવાની પ્રબળ ઇચ્છા હતી. હું કંઈ કરી શકું તૈ પહેલાં મને ગુજરાત મોકલી આપવામાં આવ્યો. વિનીતભાઈ! તમે ગુજરાત આવો, અમે તમને સંપૂર્ણ સહયોગ આપીશું.
૨૦૧૪માં હું જ્યારે નરેન્દ્રભાઈ મોદીને વ્રજના વિકાસની પોતાના પાવર પોઇન્ટની રજૂઆત કરી રહ્યો હતો ત્યારે તૈમને મેં વ્રજ ફાઉન્ડેશન નિષ્ણાતોની ટીમ દ્વારા ગોવર્ધનનાં સૌંદર્યીકરણ માટે તૈયાર કરવામાં આવેલી પરિકલ્પનાની પણ રજૂઆત કરી હતી. તૈમણે ખૂબ પ્રશંસા કરી હતી.
આજે ગોવર્ધનના વિકાસનાં નામે જે કંઈ રજૂ થાય છે તૈની વિગત અખબારોમાંથી જાણે દરેક કૃષ્ણભક્ત અને ગોવર્ધનપ્રેમી ખૂબ જ વિચલિત છે. ગોવર્ધનનો વિકાસ અમૃતસરની તરાહ પર શક્ય નથી, કારણ કે સુવર્ણ મંદિર શહેર વચ્ચે એક શહરીકૃત તીર્થસ્થળ છે, જ્યારે કે ગોવર્ધનનો અર્થ છે-ગાયોનું સંવર્ધન કરનાર પર્વત, જ્યાં ગાયો સ્વચ્છંદતાથી ચરતી હોય. ગોવર્ધન મહાત્મ્યના તમામ ગ્રંથોમાં રસિક સંતોને ગોવર્ધનનાં નૈર્સિગક સૌંદર્યનું દિવ્ય વર્ણન કર્યું છે. જેથી જાણવા મળે છે કે, અહીં સઘન વૃક્ષાવલી તૈમજ ફળોથી લદાયેલાં વૃક્ષો ચારેય બાજુ દૂધ જેવાં જણાતા જળપ્રપાત અને સ્વચ્છ જળથી ભરેલાં સરોવરોની ભરમાર હતી અને તૈ જ આ સ્થળની શોભા હતી.
ગોવર્ધનની તળેટીની રજમાં આળોટી સંત ભજનાનંદી અને પરિક્રમાર્થી સ્વયંને ધન્ય માનતા હતા. કળિયુગની અસરથી ગોવર્ધનનાં આ સ્વરૂપનો ઝડપથી વિનાશ કરવામાં આવ્યો. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે અહીં કેટલાંક વૃક્ષોનું રોપણ કરાવેલું, ત્યાર બાદ કોઈ મોટા તો શું નાનાં રાજનેતાને ગોવર્ધનનાં માહાત્મ્યને જાણવા અને ગિરિરાજ મહારાજની યોગ્ય સેવા કરવાનો કોઈ ગંભીર પ્રયાસ નથી કર્યો.
૨૦૦૪માં હું જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટના પ્રયાસથી મને ગોવર્ધન દાનઘાટી મંદિરનો માનદ રિસીવર બનાવાયો ત્યારથી મેં સ્થાનિક નિષ્ણાતો અને જિલ્લા વહીવટીતંત્રની સાથે નિયમિત વિચાર-વિમર્શ કરી ગોવર્ધનની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો, ત્યાર બાદ દેશ-વિદેશમાં સ્થિત અને ધર્મમાં ઊંડી આસ્થા ધરાવતા આર્િકટેક્ટની મદદથી ગોવર્ધનનાં સૌંદર્યીકરણ અને યાત્રીઓ માટે અદ્યતન જરૂરિયાતોને ધ્યાનમાં રાખી એક વિસ્તૃત કાર્યયોજના તૈયાર કરી. આ તૈયારીમાં ૫ વર્ષ લાગ્યાં. જોનારા તૈને જોતા જ રહે છે. આ યોજના ૨૦૦૮માં અમે ઉ.પ્ર. પ્રવાસન વિભાગને સત્તાવાર રીતૈ સોંપી. અમારી ચિંતાનો વિષય એ છે કે, ગોવર્ધનની મૂળ ભાવનાને સમજ્યા વિના ગોવર્ધનના વિકાસના જે સ્વરૂપની વાત આજ થઈ રહી છે તૈનાથી ગોવર્ધનનું સ્વરૂપ બગડશે, બનશે નહીં. તૈના પર ધ્યાન આપવું જોઈએ અને હૈદરાબાદમાં કરવામાં આવેલો વાયદો નિભાવવો જોઈએ. જેથી ગોવર્ધન ગિરિરાજ મહારાજની એવી સેવા હોય કે સંત, ભક્ત અને વ્રજવાસી જયજયકાર કરે.
આધુનિક વ્યવસ્થાથી અમને વાંધો નથી સમયની સાથે પરિસ્થિતિઓ બદલાય છે, તૈથી બંને વિચારધારા વચ્ચે સંઘર્ષ ન હોય અને સૌહાર્દપૂર્ણ સામંજસ્ય હોય તો વાત બને. અમે અમારી વાત વડા પ્રધાન, મુખ્યમંત્રી તૈમજ ઉચ્ચ અમલદારો સમક્ષ રજૂ કરી છે કે ગોવર્ધનનો વિનાશ રોકો.
સંદેશ: -વિનીત નારાયણ(વિચાર સેતુ)

બીટી રાયડાની ખેતીને મંજૂરી : સરકાર સાવધ રહે

દેશભરમાં અત્યારે જાણે ખેડૂતો માટે દેવાનાબૂદી જ મહત્ત્વપૂર્ણ મુદ્દો હોય તૈવી ચર્ચાઓ ચાલે છે પણ ખેડૂતોના અનેક એવા પ્રશ્નો છે કે જેની તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ વધુ ઉત્પાદનનાં સુફિયાણાં બહાનાં નીચે જિનેટિકલી મોડિફાઇટ (જીએમ) બિયારણો દેશમાં ઘુસાડીને ભારતની ખેતી, જમીન, આરોગ્ય અને પર્યાવરણને જે નુકસાન પહોંચાડશે તૈ તરફ કેન્દ્ર સરકારે સાવધ રહેવાની જરૂર છે. દેશમાં અનેક પ્રકારના વિરોધ વચ્ચે ૨૦૦૦માં ગેરકાયદે બીટી કપાસ ઘુસાડાયો અને ૨૦૦૨માં તૈની કાયદેસર મંજૂરી મળી. વધુ આવક અને ઉત્પાદનની લાલચે ખેડૂતો બીટી કપાસની બહુરાષ્ટ્રીય જાળમાં ફસાયા પણ પાંચ વર્ષ પછી હવે ખેડૂતોને સાચો ખ્યાલ આવ્યો અને બીટી કપાસનું વાવેતર કરવાને બદલે ખેડૂતો બીજા પાકો તરફ વળ્યા. આવો જ વિરોધ બીટી રીંગણના પાક સામે યુપીએ સરકાર વખતૈ દેશભરમાં થયો ત્યારે તૈ સમયના કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે દેશભરનાં રાજ્યોનો વ્યાપક પ્રવાસ કરીને ખેડૂતોની વાત સાંભળીને બીટી રીંગણને ખેતીનાં હિતમાં મંજૂરી ન આપી. જાણીતા કૃષિ વિજ્ઞાની સ્વામીનાથને તૈ સમયે કહેલું કે, લાંબા સમયની કસોટીઓ, સ્વતંત્ર પરીક્ષણો અને રીંગણની દેશી જાતો સામે ખતરો ઊભો ન થાય તૈવી પૂરી પ્રતીતિ થયા વિના આવા જીએમ પાકની ખેતીની પરવાનગી આપી શકાય નહીં.
બીટી કપાસ સમયે કહેવાયેલું છે કે, બીટી કપાસથી જીંડવાની ઈયળોનો ઉપદ્રવ ઘટશે અને જંતુનાશકોની વપરાશ ઘટશે. હવે ખેડૂતોને સમજાયું છે કે, ગુલાબી ઈયળને બીટીનાં ઝેરની કોઈ અસર થતી નથી. ચૂસિયા જીવાતોનો ઉપદ્રવ વધી ગયો છે. ૨૦૦૨ની સરખામણીમાં ૨૦૧૪માં જંતુનાશકોનો ઉપયોગ ૧૧ ટકા વધ્યો હોવાનું નાગપુરના કેન્દ્રીય કપાસ સંશોધન કેન્દ્રે જણાવ્યું છે. કપાસમાં ૨૦૦૮માં રાસાયણિક ખાતરોની વપરાશ હેક્ટર દીઠ ૧૩૧ કિલો હતી તૈ ૨૦૧૩માં ૨૨૪ કિલો થઈ છે. આમ બીટી પછી વધ્યો છે અને એક હેક્ટરમાં બીટીની ખેતીથી ૧,૧૭૪ ગ્રામ બીટીનું ઝેર જમીનમાં ઉમેરાય છે. આમ બીટીનું ઝેર અને ઉપર છાંટેલ દવાનું ઝેર ઉમેરાતાં જમીનમાં વધુ ઝેર ભળે છે. હવે ખેડૂતોને બીટી કપાસની વિપરીત અસરોનો ખ્યાલ આવવા માંડયો છે અને ખેડૂતો બીટી કપાસને બદલે મૂળ જૂના પાક તરફ વળવા લાગ્યા છે અને ખેતીખર્ચ ઘટે તથા જમીન-પાણી બગડે નહીં તૈ માટે ખેડૂતો સજીવ ખેતી તરફ વળવા લાગ્યા છે. દેશનાં ૧૦ જેટલાં રાજ્યોએ તો સજીવ ખેતીના સેલ શરૂ કર્યા છે. તો ગુજરાતમાં તો સજીવ ખેતીની યુનિવર્સિટી પણ સ્થપાવાની છે, ત્યારે જીએમ પાકોને મંજૂરી આપવી યોગ્ય નથી. રાસાયણિક પાકને બદલે અનુભવે સજીવ ખેતી તરફ વળવું પડયું છે.
બહુરાષ્ટ્રીય કંપનીઓ હવે જીએમ રાયડો ઘુસાડવાની તૈયારી કરી રહી છે અને હવે સીધી નહીં તો આડકતરી રીતૈ ‘સ્વદેશી જીમ’નાં નામે ૨૮ ટકા વધુ ઉત્પાદન આપતી બીટી રાયડાની જાતની મંજૂરી મેળવવા ભારે પ્રયાસો ને ભરપૂર કોશિશ થઈ રહી છે. જેની સામે ભારતીય કિસાન સંઘ અને સ્વદેશી જાગરણ મંચ જેવી સત્તાપક્ષની ભગિની સંસ્થાઓ, દેશનાં ૫૬થી વધુ ખેડૂત સંગઠનો, બસો જેટલા કૃષિ વિજ્ઞાનીઓ, સર્વોચ્ચ અદાલતના કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો અને સચિવો વગેરેએ કેન્દ્ર સરકારને બીટી રાયડાને મંજૂરી ન આપવા અનુરોધ કર્યો છે. દેશમાં ૪૬ ટકા રાયડો પકવતાં રાજસ્થાનની રાજ્ય સરકારે પણ વિરોધ નોંધાવ્યો છે. બિહાર, મધ્ય પ્રદેશ, કેરળ, તામિલનાડુ, પંજાબ, હરિયાણા અને દિલ્હી જેવાં રાજ્યોમાં પણ ખેડૂતોનો વિરોધ છે. ગુજરાતમાં તો જીએમ રાયડાની ખેતી તો દૂરની વાત રહી તૈના પ્રયોગો કે અખતરા કરવા સામે પણ પ્રતિબંધ છે ત્યારે કેન્દ્ર સરકારે બીટી રાયડાની ખેતીને મંજૂરી આપતાં પહેલાં સો વાર વિચારવાની જરૂર છે. બીટી રાયડાની ખેતીથી ખાદ્યતૈલનું ઉત્પાદન વધતાં તૈલની આયાતમાં રાહત થશે તૈવી દલીલ મોટાપાયે બીટી રાયડાના હિમાયતીઓ કરી રહ્યા છે પણ આ માટે પૂરતાં વૈજ્ઞાનિક પરીક્ષમો કરાયાં નથી. જે ભારતના કૃષિ વિજ્ઞાનીઓનું પણ એક પ્રકારનું અપમાન છે. જીએમ રાયડાથી પણ વધુ ઉત્પાદન આપતી દેશી જાતો ભારતીય કૃષિ વિજ્ઞાનીઓએ શોધી છે અને તૈનો ઉપયોગ ખેડૂતો કરે પણ છે. બહુરાષ્ટ્રીય કંપનીઓનો બીટી કપાસ બાદ બીટી રાયડાને મંજૂરી મળી જાય તો મકાઈ સહિત બીજી ૭૨ જેટલી જીએમ જાતો ભારતમાં ઘુસાડવાનો રીતસરનો વ્યૂહ છે. આજે ખાદ્યતૈલ બાબતૈ ભારત ૯૭ ટકા સ્વાવલંબી છે છતાં ખાદ્યતૈલની આયાતો પરનાં નિયંત્રણો હટાવી લેવાયાં. પરિણામે ભાવો ઘટતાં ખેડૂતોનો તૈલીબિયાંની ખેતીમાંથી રસ ઊડી ગયો છે. રાયડાના લઘુતમ ટેકાના ભાવમાં પણ એક વર્ષમાં ઘટાડો થયો છે. આથી તૈલીબિયાંનું વધુ ઉત્પાદન આપતી જાતો શોધાયા છતાં રાયડાનો વાવેતર વિસ્તાર, કુલ ઉત્પાદન અને હેક્ટર દીઠ ઉત્પાદન છેલ્લા દાયકામાં સ્થગિત થઈ ગયાં છે યા ઘટયાં છે અને ખાદ્યતૈલની આયાત વધતી રહી છે. બીટી રાયડાથી ખેતીની જમીનમાં ઝેર વધશે, પર્યાવરણ અને આરોગ્યને નુકસાન થશે, મધમાખી ઉછેરને પણ વિપરીત અસર થશે. વળી, એક ખેતરમાં બીટી રાયડો હોય તો તૈની અસર બાજુનાં ખેતરની દેશી જાતના રાયડાની ખેતીને પણ થશે. ખેડૂતોને દર વર્ષે નવું બિયારણ ખરીદવું પડશે. આથી કેન્દ્ર સરકારે પૂરું પરીક્ષણ અને કસોટી કર્યા વિના કે ખેડૂતો તથા કૃષિ વિજ્ઞાનીઓના અભિપ્રાયોને ધ્યાનમાં લીધા વિના યા નજરઅંદાજ કરીને નિર્ણય લેતાં પહેલાં સાવધાનીપૂર્વક વર્તવાની દેશની ખેતી અને ખેડૂતોના વ્યાપક હિતમાં જરૂર છે.
 સંદેશ: -મણિલાલ એમ. પટેલ

Friday, 30 June 2017

योगी सरकार के 100 दिन: मुख्यमंत्री योगी आदित्यनाथ ने कही ये 10 बड़ी बातें

उत्तर प्रदेश में योगी सरकार के 100 दिन पूरे हो चुके हैं.  इसी मौके पर आज एबीपी न्यूज ने एक खास कार्यक्रम का आयोजन किया जिसमें प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ ने 100 दिनों के कामकाज का हिसाब दिया है. आदित्यनाथ ने यूपी में कानून, एंटी रोमियो दल, सहारपुर की घटना, किसानों की कर्जमाफी से लेकर गौरक्षा तक पर अपनी राय रखी और सरकार के काम का ब्यौरा बताया और साथ ही सवालों के जवाब भी दिए. 

आपको बता रहे हैं योगी आदित्यनाथ की दस महत्वपूर्ण बातें-

10 important statements of Yogi Adityanath on 100 days of UP Government

  • योगी आदित्यनाथ ने कहा- जो प्रदेश पिछले 14-15 सालों से जातिवाद, परिवाद और भ्रष्टाचार के आगोश में डूब चुका था उसके सामने चुनौतियां भी होगीं और समस्याएं भी. लेकिन इनका समाधान भी होगा. पिछले 100 दिन के दौरान इसी को सुधारने का प्रयास किया गया है. जंगलराज, नौजवानों का पलायन, आत्महत्या करता किसान, असुरक्षित बेटियां और माताएं ये यूपी का चेहरा बन चुका था. यूपी के कार्यालयों में फाइलें धूल चाट रही थीं. सालों से जंग लगी हुई व्यवस्था को ठीक करने में थोड़ा समय तो लगेगा ही.
  • सहारनपुर की घटना योगी आदित्यनाथ- यह एक सुनियोजित साजिश थी और बसपा प्रमुख मायावती ने इसमें आग में घी डालने का काम किया था.  मैंने अधिकारियों से पूछा था कि मायावती को कार्यक्रम करने की अनुमित कैसे दे दी? तो अधिकारियों ने कहा कि कुछ नहीं होगा. मैंने कहा कि जहां पर जातिय संघर्ष को उकसाने का प्रयास किया जा रहा है वहां पर एक जाति विशेष से जुड़ी नेता को कार्यक्रम करने देंगे तो क्या होगा. मैंने उस दौरान मंत्रियों के कार्यक्रम रद्द करा दिए थे. प्रशासन ने उन्हें अनुमति देकर भूल की.
  • अवैध बूचड़खानों पर योगी आदित्यनाथ- सुप्रीम कोर्ट और एनजीटी की गाइडलाइंस को जो भी पालन नहीं करता है तो उसे हमनें बंद कराया गया है. इसमें यांत्रिक और सामान्य कत्लखाने दोनों हैं. हमने चुनाव के दौरान भी यही कहा था.
  • एंटी रोमियो दल पर योगी आदित्यनाथ- इसके लिए गाइडलाइंस पहले ही जारी कर दी गई है. किसी ने भी कानून के साथ खिलवाड़ किया तो पुलिस अधिकारियों के खिलाफ भी कार्रवाई होगी. प्रदेश के अंदर महिलाओं की सुरक्षा एक चुनौती थी काफी हद तक हमने दूर किया है.
  • हिंदू युवा वाहिनी पर आदित्यनाथ- कोई भी संगठन कानून को हाथ में लेगा तो उस पर कार्रवाई होगी. सरकार पूरी संजीदगी, जवाबदेही और संवेदनशीलता के साथ काम कर रही है. चाहें कोई भी दल हो या फिर कोई भी संगठन हो अगर कोई कानून अपने हाथ में लेता है तो उस पर कानूनी कार्रवाई होगी. ये संदेश सबके लिए है, किसी संगठन विशेष के लिए नहीं है.
  • गौरक्षा पर- जो लोग अन्य दलों से बेरोजगार हुए हैं उनमें से बहुत लोगों ने भगवा गमछा डालकर इस प्रकार के काम शुरू किए हैं. प्रदेश के अंदर ऐसी कोई घटना नहीं हुई है कि गौरक्षा के नाम किसी को मारा गया हो. आगे भी ऐसी घटना नहीं होगी. आप पुलिस को सूचना दीजिए, प्रशासन को दीजिए, अगर कोई कानून को हाथ में लेगा तो उसके खिलाफ कार्रवाई होगी. पीएम ने साफ कह दिया है कि गौरक्षा के नाम पर सड़क चलते किसी भी शख्स पर हाथ ना चलाएं.
  • किसानों की कर्जमाफी पर- किसानों की कर्जमाफी किसानों पर एहसान नहीं है. हमने प्रदेश के अंदर लघु और सीमांत किसानों को राहत दी है जो सालों से सूखा और कई दैविय आपदाओं को झेला है. पिछले 12-15 सालों से प्रदेश के अंदर आने वाली सरकारों के एजेंडे में कभी किसान थे ही नहीं. चीनी मिल मालिकों के बारे में सरकार फैसला ले लेती थी लेकिन किसानों के गन्ना मूल्य के बारे में सरकार साइलेंट हो जाती थी. हमने इस व्यवस्था को किसानों की आत्मनिर्भरता के साथ जोड़ा है. हमने बैंकर्स से इस बारे में कहा कि 31 मार्च 2016 तक लिए गए एक लाख तक के ऋण पर लघु और सीमांत किसान को कोई नोटिस ना मिले. 2017 तक ये व्यस्था करे लें कि जिनका एनपीए हो चुका है उन्हें कोई नोटिस जारी नहीं करेंगे. प्रदेश के अंदर करीब 86 लाख किसानों को इस व्यवस्था से लाभान्वित करने जा रहे हैं.
  • इसके साथ योगी आदित्यनाथ ने ये भी कहा कि ‘हमने किसानों को एक ऑफर दिया है कि हम उनकी ऊपज का दाम उन्हें देंगे. हम लोगों ने गेहू क्रय केंद्र इसी आधार पर शुरू किया था. किसानों से इस साल 37 लाख मेट्रिक टन गेहूँ सरकार ने ख़रीद की है. हम प्रत्येक जनपद में एक कृषि विज्ञान केंद्र  भी स्थापित करेंगे. हम आधुनिक तकनीक के साथ किसानों को जोड़ेंगे.
  • ’लालू-नीतीश की जोड़ी की तरह यूपी में अखिलेश-माया की जोड़ी बन जाए तो ? इस सवाल पर आदित्यनाथ ने कहा, ‘प्रदेश की जनता ने परिवारवाद और जातिवद को पूरी तरह नकार दिया है. इस प्रकार की बेमेल जोड़ी के लिए राजनीति में कोई स्थान नहीं है.
  • ’क्या अगला विधानसभा चुनाव गोरखपुर से लड़ेगे ? सवाल पर योगी आदित्यनाथ ने कहा- मैं फुल टाइम राजनेता नही हूं. गोरखपुर मेरी कर्मभूमि-साधनाभूमि है. इसे छोड़ने का सवाल नहीं.  विधानसभा चुनाव वहां से लडूंगा जहां से पार्टी तय करेगी